જુઓ વિમાન દુર્ઘટનાના લાઈવ વીડિયો પાછળનું સત્ય…

Missing Context સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વિમાન દુર્ઘટનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો એક વિમાન દુર્ઘટનાનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વીડિયો કોઈ વાસ્તવિક વિમાન દુર્ઘટનાનો નથી પરંતુ કોમ્પ્યુટરમાં સોફ્ટવેરની મદદથી બનાવવામાં આવેલો એક કાલ્પનિક વીડિયો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

S9 News – Gujarat નામના ફેસબુક પેજ દ્વારા 9 જાન્યુઆરી, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, પ્લેન ક્રેશની ઘટના. પોસ્ટમાં મૂકવામાં આવેલા લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો એક વિમાન દુર્ઘટનાનો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોતાં અમને વિમાન પર Garuda Indonesia લખેલું જોવા મળ્યું હતું. ત્યાર બાદ અમે શું ખરેખર ઈન્ડોનેશિયાનું કોઈ વિમાન આ રીતે દુર્ઘટનાગ્રસ્ત થયું છે કે કેમ? એ જાણવા માટે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ નહતી.

ત્યાર બાદ અમે એ જાણવાની કોશિશ કરી હતી કે, શું ખરેખર ઈન્ડોનેશિયામાં Garuda Indonesia નામની કોઈ વિમાન સેવા કાર્યરત છે કે કેમ? ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને ઈન્ડોનેશિયામાં ચાલતી વિમાન સેવાની યાદીમાં Garuda Indonesia નું નામ જોવા મળ્યું હતું.

ત્યાર બાદ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયોના દ્રશ્યો સાથેનો એક વીડિયો Bopbibun નામની એક સત્તાવાર યુટ્યુબ ચેનલ પર 2 મે, 2020 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ વીડિયોમાં તમે 5.39 મિનિટે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના દ્રશ્યો જોઈ શકો છો.

Embed –

જેના વિવરણમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, “આ એક વિમાન સિમ્યુલેશનનો વીડિયો છે એટલે કે કોમ્પ્યુટરની મદદથી બનાવવામાં આવેલો વીડિયો છે. આ કોઈ વાસ્તવિક ઘટના નથી.”

અમારી વધુ તપાસમાં અમને વધુ એક સત્તાવાર યુટ્યુબ ચેનલ પર આ વીડિયો વાસ્તવિક ન હોવાની માહિતી આપતો વીડિયો પ્રાપ્ત થયો હતો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વીડિયો કોઈ વાસ્તવિક વિમાન દુર્ઘટનાનો નથી પરંતુ કોમ્પ્યુટરમાં સોફ્ટવેરની મદદથી બનાવવામાં આવેલો એક કાલ્પનિક વીડિયો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:જુઓ વિમાન દુર્ઘટનાના લાઈવ વીડિયો પાછળનું સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: Missing Context

Leave a Reply