શું ખરેખર રાજસ્થાનમાં ડીજે ચોરીની આ ઘટનાનો વિડિયો છે…? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં એક કારની પાછળ પોલીસની કારને ભાગતા જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાજસ્થાનમાં ચાલુ ક્રાર્યક્રમમાં ડીજે ચોરી થઈ તે ઘટનાનો વિડિયો છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયોને ચોરીની ઘટના સાથે કોઈ લેવા-દેવા નથી. રસ્તા પર સ્ટંટ કરતા ડીજે ચાલકોની પોલીસ ધરપકડ કરી હતી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Karan Chauhan નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 07 ફેબ્રુઆરી 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રાજસ્થાનમાં ચાલુ ક્રાર્યક્રમમાં ડીજે ચોરી થઈ તે ઘટનાનો વિડિયો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ભાસ્કર.કોમનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમા માહિતી આપવામાં આવી હતી કે, “વાયરલ વિડિયો અજમેરના બાદલિયા વિસ્તારનો છે. ડીજે પીકઅપ ચાલક જોરદાર અવાજમાં ગીતો વગાડતા કારને જોખમી રીતે હંકારી રહ્યો હતો. આ મામલે એસપીની સૂચનાથી ટીમની રચના કરવામાં આવી હતી. ટીમે શ્રીનગરના રહેવાસી મહેન્દ્ર સિંહ રાવત ઉર્ફે ગબ્બર, બાદલિયાના રહેવાસી આઝાદ સિંહ રાવતની ધરપકડ કરી છે અને 2 ડીજે પીકઅપ જપ્ત કરી છે.

ભાસ્કર.કોમ | સંગ્રહ

અમને અમરઉજાલાનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આદર્શ નગર પોલીસ સ્ટેશનના એએસઆઈ હરબાન સિંહને નિવેદન આપતા પણ સાંભળી શકાય છે. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “આદર્શનગર પોલીસ સ્ટેશને ડીજે પીકઅપ પર સ્ટંટ કરીને તેનો વિડીયો સોશિયલ મીડિયામાં મુકનાર બે યુવકોની ધરપકડ કરી છે.જેમાં બે ડીજે પીકઅપ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે અને બંનેના ચાલકોની ધરપકડ કરવામાં આવી છે.” 

તેમજ અમે અમારી પડતાલને વધુ મજબુત કરવા અજમેરના આદર્શનગર પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ ઘટનાને ચોરી સાથે કોઈ લેવા-દેવા નથી, આ વિડિયોમાં બંને વાહન ચાલકો વાહનને જોખમી રીતે ચલાવી રહ્યા હતા. દરમિયાન વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થતા બંને યુવકોની ધરપકડ કરવામાં આવી છે.” 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયોને ચોરીની ઘટના સાથે કોઈ લેવા-દેવા નથી. રસ્તા પર સ્ટંટ કરતા ડીજે ચાલકોની પોલીસ ધરપકડ કરી હતી.

Avatar

Title:શું ખરેખર રાજસ્થાનમાં ડીજે ચોરીની આ ઘટનાનો વિડિયો છે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: False