શું ખરેખર બાળકના પિતાનું મૃત્યુ થતા તે ચા વહેચી રહ્યો છે...? જાણો શું છે સત્ય....
હાલમાં એક પોલીસ અધિકારી સાથે એક બાળકનો ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં બાળકના હાથમાં રૂપિયા જોઈ શકાય છે અને બાળકના હાથમાં ચાની કિટલી પણ જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીની દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ બાળકના પિતાનું બે વર્ષ પહેલા અવસાન થતા બાળક ચા વહેંચી રહ્યો છે અને પોલીસ અધિકારીએ તેના ભણવાની તમામ જવાબદારી ઉઠાવી હતી.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ મહિલાની માસ્ક ન પહેરવા બદલ નહિં પરંતુ અજાણી વ્યક્તિ પર સૂપ નાખવા અને તેના પર થૂંકવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
ગુજરાત અખબાર નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 31 ડિસેમ્બર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ બાળકના પિતાનું બે વર્ષ પહેલા અવસાન થતા બાળક ચા વહેંચી રહ્યો છે અને પોલીસ અધિકારીએ તેના ભણવાની તમામ જવાબદારી ઉઠાવી હતી.”
Facebook | Fb post Archive | Article Archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને જાગરણ.કોમનો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ બાળકનો અને પોલીસ અધિકારીનો બીજો ફોટો પ્રાપ્ત થયો હતો અને માહિતી આપવામાં આવી હતી કે, “વારાણસીના ડિશનલ કમિશ્નર ઓફ પોલીસ (હેડક્વાર્ટર) સુભાષ દુબે રવિવારે પેટ્રોલિંગ માટે નીકળ્યા હતા, ત્યારે શૂલટંકેશ્વર મંદિર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા, ત્યારે એક છોકરો હાથમાં કીટલી લઈને ચા લઈને ઘાટ પર પહોંચ્યો હતો. તેણે સગીરને પૂછ્યું કે તું ભણે છે કે માત્ર ચા વેચે છે. બાળકે વિચાર્યા વિના કહ્યું, હું બચ્છાવની મહામના માલવિયા ઈન્ટર કોલેજમાં ભણું છું. હું મારા ખાલી સમયમાં મારા પિતાને મદદ કરૂ છું. એટલામાં પિતા પણ પહોંચી ગયા. સુભાષચંદ્ર દુબેએ પિતાને પૂછ્યું કે શું તમે પુત્રને દુકાનમાં કામ કરાવો છો, તો તેમણે જવાબ આપ્યો - 'ના સાહેબ, પુત્ર ખાલી સમયમાં જ મારા કામમાં સહકાર આપે છે.”
આ ઘટનાનો સમગ્ર વિડિયો સૌરવ કુમાર નામની યુટ્યુબ ચેનલ પર જોઈ શકાય છે. ત્રણ મિનિટના આ વિડિયોમાં તમે આ બાળકના પિતાનો પણ જોઈ શકો છો અને આઈપીએસ સુભાષ ચંદ્ર દુબે દ્વારા બાળકને 500 રૂપિયા પણ આપવામાં આવે છે તે જોઈ શકાય છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોમાં જોવા મળતા બાળકના પિતા જીવીત છે. તેમજ બાળક પોતાના ખાલી સમયમાં તેના પિતાને ચા વહેચવામાં મદદ કરી રહ્યો છે અને બાળકને પોલીસ અધિકારી દ્વારા 500 રૂપિયાની મદદ કરવામાં આવી હતી સમગ્ર ભણતરનો ખર્ચો આપવામાં નથી આવ્યો.
Title:શું ખરેખર બાળકના પિતાનું મૃત્યુ થતા તે ચા વહેચી રહ્યો છે...?
Fact Check By: Yogesh KariaResult: False