સોશિયલ મિડિયાનો જેટલો સારો ઉપયોગ થઈ રહ્યો છે. તેટલો ખરાબ પણ ઉપયોગ ઘણા લોકો કરી રહ્યા છે. હાલમાં ઘણી વેબસાઈટ દ્વારા લોકોને આકર્ષક કરવા અને વેબસાઈટના વ્યુ વધારવા માટે આર્ટીકલની થમ્બ ઈમેજમાં ખોટી માહિતી પણ આપવામાં આવતી હોય છે.

હાલમાં એક વેબસાઈટ દ્વારા આ રીતે જ એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો છે. જેમાં મથાળામાં લખેલુ છે કે, પેટ્રોલના ભાવમાં 10 રૂપિયાનો ભારે ઘટાડો. આ પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સરકાર દ્વારા પેટ્રોલના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. આ પ્રકારે કોઈ પેટ્રોલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો નથી. લોકોને આકર્ષવા અને વેબસાઈટના વ્યુ વધારવા માટે આ પોસ્ટ શેર કરવામાં આવી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

ગામડું નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 ફેબ્રુઆરી 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સરકાર દ્વારા પેટ્રોલના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.”

Facebook | Fb post Archive | Article Archive

ઉપરોક્ત પોસ્ટમાં શેર કરવામાં આવેલી માહિતી અંગે સત્યતા તપાસવી જરૂરી કેમ લાગી. કારણ કે, પોસ્ટની નીચેની કોમેન્ટ અમે વાંચી તો લોકો આ માહિતીને સત્ય માની રહ્યા હોવાનું જાણવા મળ્યુ. પોસ્ટ નીચે કરવામાં આવેલી કોમેન્ટ તમે નીચે વાંચી શકો છો.

FACT CHECK

સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો આર્ટિકલ વાંચ્યો હતો. પરંતુ આર્ટિકલમાં ક્યાંય પણ પેટ્રોલના ભાવમાં ઘટાડો થયો હોવાનું જણાવવામાં આવ્યુ ન હતુ. અહેવાલમાં તો ઉલટી માહિતી આપવામાં આવી હતી કે, પેટ્રોલના ભાવમાં વધારો થયો છે. જે તમે નીચે વાંચી શકો છો.

અહેવાલ | સંગ્રહ

ત્યારબાદ અમે પેટ્રોલ-ડીઝલ પર લાગતા ટેક્ષ અંગેની માહિતી આપતી વેબસાઈટ પણ તપાસી હતી. પરંતુ ત્યા પણ અમને આ પ્રકારે કોઈ ફેરફાર કરવામાં આવ્યા હોવાનુ જાણવા મળ્યુ ન હતુ.

તેમજ અમે બેંકબઝાર.કોમ વેબસાઈટ પર ગુજરાતમાં છેલ્લા 10 દિવસના ભાવ અંગેની માહિતી તપાસી હતી. પરંતુ અમને આ વેબસાઈટ પર પણ પેટ્રોલના ભાવમાં કોઈ ફેરફાર થયો હોવાનું જાણવા મળ્યુ ન હતુ.

બેંકબઝાર | સંગ્રહ

તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે ગુજરાત પેટ્રોલપંપ ડિલર્સ એશોસિયેશન પ્રમુખ અરવિંદ ઠક્કરનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “પેટ્રોલ-ડિઝલના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હોવાની વાત તદ્દન ખોટી છે. પેટ્રોલમાં ભાવ કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. પેટ્રોલના ભાવ છેલ્લા સમયથી યથાવત છે. પેટ્રોલના ભાવમાં આટલો મોટો ફેરફાર છેલ્લા ઘણા સમયથી થયો નથી.

ભુતકાળમાં પણ ફેક્ટક્રેસન્ડનોની ગુજરાતી ટીમ દ્વારા આ રીતે ખોટી માહિતી ફેલાવતી વેબસાઈટ અંગે વિસ્તૃત અહેવાલો (અહેવાલ-1, અહેવાલ-2) પ્રસારિત કરવામાં આવ્યો હતો.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ભ્રામક સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. આ પ્રકારે કોઈ પેટ્રોલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો નથી. લોકોને આકર્ષવા અને વેબસાઈટના વ્યુ વધારવા માટે આ પોસ્ટ શેર કરવામાં આવી છે.

Avatar

Title:શું ખરેખર પેટ્રોલના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો થયો છે...? જાણો શું છે સત્ય....

Fact Check By: Yogesh Karia

Result: Missing Context