શું ખરેખર રાજકોટના ફન બ્લાસ્ટમાં લાગેલી આગનો આ વીડિયો છે.? જાણો શું છે સત્ય..

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

ગત રવિવારે રાજકોટના ફન બ્લાસ્ટમાં આગ લાગવાની ઘટના બની હતી. રવિવારના કારણે ફન બ્લાસ્ટમાં ટ્રાફિક પણ હોવાથી એક સમયે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. જો કે, આગ એટલી વિકરાળ ન હતી, તેને ટૂંક સમયમાં જ કાબુમાં લઈ લીધી હતી. આ વચ્ચે એક ભયાનક આગનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોકો પાર્કિંગની બહાર ભાગતા જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાજકોટના ફન બ્લાસ્ટમાં રવિવારે લાગેલી આગનો આ વીડિયો છે.” 

INSTAGRAM | ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે વીડિયોને ધ્યાનથી જોતા તેમાં અમને એક બોર્ડ જોવા મળ્યુ હતુ. જેમાં આ જેતલસરના એક રિસોર્ટનું બોર્ડ વંચાય છે. જેના પરથી શંકા જાય છે કે આ વીડિયો ફન બ્લાસ્ટનો છે કે કેમ.?

ત્યારબાદ અમે ગૂગલ પર આ અંગે સર્ચ કરતા અમને સંદેશનો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “જેતપુરમાં જેતલસરની વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ.

જે ક્લુના આધારે સર્ચ કરતા અમને હિરેન ઘોનિયા નામના ફેસબુક યુઝરની પ્રોફાઈલ પર આ સ્થળના આ જ એંગલથી અનેક વીડિયો પ્રાપ્ત થયા હતા. જેમાં “આ જેતપુર પાસેના જેતલસર પાસેની હોટલમાં લાગેલી આગનો વીડિયો હોવાનું જણાવવામાં આવ્યુ હતુ.”

તેમજ અમારી પડતાલને વધુ મજબૂત બનાવવા અમે જેતપુર ફાયર ઓફિસરનો સંપર્ક કર્યો હતો તેમણે અમને જણાવ્યુ હતુ કે, આ વીડિયો જેતલસર પાસે આવેલી વ્રજ વાટિકા હોટલનો છે. જ્યા ભારી જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આ વીડિયો રાજકોટ ફનબ્લાસ્ટમાં લાગેલી આગનો નથી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો રાજકોટમાં ફનબ્લાસ્ટમાં લાગેલી આગનો વીડિયો નથી. આ વીડિયો જેતલપુર પાસે આવેલી વ્રજ વાટિકા હોટલમાં લાગેલી આગનો છે. 

Result Stamp

Title: શું ખરેખર રાજકોટના ફન બ્લાસ્ટમાં લાગેલી આગનો આ વીડિયો છે.? જાણો શું છે સત્ય..

Fact Check By: FRANY KARIA

Result: False

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *