જાણો તાજેતરમાં જાપાન ખાતે આવેલા ભૂકંપના નામે વાયરલ ફોટોનું શું છે સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભૂકંપના સીસીટીવીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં જાપાનમાં આવેલા ભૂકંપનો આ ફોટો છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ તાજેતરમાં જાપાનમાં આવેલા ભૂકંપનો નહીં પરંતુ વર્ષ 2016માં જાપાનમાં આવેલા ભૂકંપનો છે. આ ફોટોને તાજેતરની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજથી સર્ચ કર્યું. જેનાથી અમને આ જ વાયરલ ફોટો સાથેના સમાચાર indianexpress.com દ્વારા 16 એપ્રિલ, 2016ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ ફોટો જાપાનમાં આવેલા ભૂકંપનો છે જેમાં લગભગ 39 લોકોના મોત થયા હતા જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, વાયરલ ફોટો તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2016નો છે.

ઉપરોક્ત આ જ માહિતી અને ફોટો સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા જે તમે અહીં જોઈ શકો છો. seattletimes.com | hindustantimes.com

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ તાજેતરમાં જાપાનમાં આવેલા ભૂકંપનો નહીં પરંતુ વર્ષ 2016માં જાપાનમાં આવેલા ભૂકંપનો છે. આ ફોટોને તાજેતરની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

 (જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Result Stamp

Title: જાણો તાજેતરમાં જાપાન ખાતે આવેલા ભૂકંપના નામે વાયરલ ફોટોનું શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas

Result: False

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *