બુરખા પહેરેલા દારૂના દાણચોરની ધરપકડનો વિડિયો બુરખા તરફી આંદોલનકારીની તાજેતરની ધરપકડ તરીકે શેર કરવામાં આવ્યો….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

સોશિયલ મિડિયા ચાલુ હિજાબ વિવાદથી સંબંધિત ગેરમાર્ગે દોરનારી અને ખોટી ઘણી પોસ્ટ શેર કરવામાં આવી રહી છે. વાયરલ થઈ રહેલી આવી બીજી પોસ્ટમાં એક વિડિયોનો સમાવેશ થાય છે જેમાં એક પોલીસકર્મી બુરખા પહેરેલા વ્યક્તિને તેમનો ચહેરો બતાવવા માટે કહે છે અને તે વ્યક્તિ આદેશનું પાલન કરે છે. અન્ય ત્રણ લોકો પણ જોવા મળે છે. તે વ્યક્તિ પછી બુરખો ઉતારે છે અને જણાવે છે કે તે એક વ્યક્તિ છે જે દારૂની દાણચોરી કરતો હતો. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદ દરમિયાન પોલીસ દ્વારા આ શખ્સની ધરપકડ કરવામાં આવી.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, વાયરલ થઈ રહેલા વિડિયોને હિજાબ તરફી આંદોલનકારીઓ સાથે કોઈ લેવાદેવા નથી. બુરખો પહેરેલો વ્યક્તિ 2020માં આંધ્ર પ્રદેશમાં દારૂની દાણચોરી કરતો પકડાયો હતો. આ વિડિયોનો હિજાબની આસપાસના વર્તમાન વિવાદ સાથે કોઈ સંબંધ નથી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

હિન્દૂ સૂટર નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 ફેબ્રુઆરી 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદ દરમિયાન પોલીસ દ્વારા આ શખ્સની ધરપકડ કરવામાં આવી.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

સૌ પ્રથમ, અમે સંબંધિત કીવર્ડ સાથે સર્ચ કરીને આ વિડિયો સાથે કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસી હતી. દરમિયાન અમને ઘણા સમાચાર અહેવાલ પ્રાપ્ત થયા હાત. જેમાં આ વિડિયો સંબંધિત માહિતી આપવામાં આવી છે. સમાચાર લેખો દ્વારા અમને ખબર પડી કે આ ઘટના આંધ્રપ્રદેશના કુર્નૂલ શહેરની છે. 

ટાઈમ્સ ઓફ ઈન્ડિયા | સંગ્રહ

તે પછી, અમે આ વિડિયો અંગે કુર્નૂલ શહેરના એસપી ફક્કીરપ્પા કાગિનેલ્લીનો સંપર્ક કર્યો. તેમણે અમને કહ્યું કે “તમે વિડિયોમાં જે લોકો જુઓ છો તે દારૂના દાણચોરો છે. અમે આંધ્રપ્રદેશ-તેલંગાણા બોર્ડર પર બે લોકોને પકડ્યા હતા જેમની પાસેથી 72 બોટલ નોન-એક્સાઇઝ દારૂ મળી આવ્યો હતો. તેમાંથી એકે પોલીસને કહ્યું કે નોટિસથી બચવા તેણે બુરખો પહેર્યો હતો, તમે વિડિયોમાં જોઈ શકો છો.

એસપી ફક્કીરપ્પા કાગિનેલીએ પણ પોતાના ટ્વિટર હેન્ડલ પર આ વિડિયો અંગે ખુલાસો કર્યો છે.

તે પછી અમને આ જ ઘટના પર કર્ણાટક ડીજીપી પ્રવીણ સૂદ દ્વારા તાજેતરની ટ્વિટર પોસ્ટ મળી.

ત્યારબાદ, અમે કુર્નૂલ શહેરના આબકારી વિભાગના મુખ્ય નિરીક્ષક લક્ષ્મી દુર્ગેઈનો સંપર્ક કર્યો. તેમણે સ્પષ્ટતા કરી હતી કે “બંને પકડાયેલા વ્યક્તિઓ ટુ વ્હીલર પર સવાર હતા. તેઓ તેલંગાણાથી આંધ્રપ્રદેશ આવી રહ્યા હતા. તેની પાસે દારૂની 78 બોટલ હતી. અમે 7 કે 8 લોકોની ધરપકડ કરી હતી.

ETV આંધ્રપ્રદેશની યુટ્યુબ ચેનલ પર અમને ઘટના અંગેનો એક સમાચાર અહેવાલ પણ મળ્યો.

આ જ વિડિયો ઓગસ્ટ, 2020માં વાઇરલ થયો હતો અને દાવો કરવામાં આવ્યો હતો કે તે પાકિસ્તાનનો ધ્વજ ફરકાવવા બદલ ધરપકડ કરાયેલ બુરખા પહેરેલા વ્યક્તિનો વિડિયો દર્શાવે છે. ફેક્ટ ક્રેસેન્ડો હિન્દીએ તેની પડતાલ કરી અને અહેવાલ પ્રસારિત કર્યો હતો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ થઈ રહેલા વિડિયોને હિજાબ તરફી આંદોલનકારીઓ સાથે કોઈ લેવાદેવા નથી. બુરખો પહેરેલો વ્યક્તિ 2020માં આંધ્ર પ્રદેશમાં દારૂની દાણચોરી કરતો પકડાયો હતો. આ વિડિયોનો હિજાબની આસપાસના વર્તમાન વિવાદ સાથે કોઈ સંબંધ નથી.

Avatar

Title:બુરખા પહેરેલા દારૂના દાણચોરની ધરપકડનો વિડિયો બુરખા તરફી આંદોલનકારીની તાજેતરની ધરપકડ તરીકે શેર કરવામાં આવ્યો….

Fact Check By: Yogesh Karia 

Result: False