હાલમાં સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં મોટા મોટા ટાવર જોઈ શકાય છે અને પહોડા રસ્તા પણ જોવા મલે છે. આ ફોટોને સોશિયલ મિડિયામાં શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો ગુજરાતના સુરત શહેરનો ફોટો છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો સુરત શહેરનો નહિં પરંતુ દુબઈ શહેરનો છે. સુરત શહેરનો હોવાની વાત તદ્દન ખોટી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

ગુજરાત નો વિકાસ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 02 ફેબ્રુઆરી 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો ગુજરાતના સુરત શહેરનો ફોટો છે.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવાલ ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપોરોક્ત પરિણામો પરથી અમને skyscrapercenter નામની વેબસાઈટ પર આ ટાવરનો બીજા એંગલથી લેવામાં આવેલો ફોટો પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, આ ટાવરનું નામ અલ યાકુબ ટાવર છે. જે દુબઈમાં આવેલુ છે.

skyscrapercenter

તેમજ alamy.com વેબસાઈટ પર આ ટાવરના અન્ય પણ તમે જોઈ શકો છો.

તેમજ આ ટાવરનો વિડિયો જે એક રાહદારી દ્વારા વર્ષ 2012માં લેવામાં આવ્યો હતો તે પણ તમે નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો સુરત શહેરનો નહિં પરંતુ દુબઈ શહેરનો છે. સુરત શહેરનો હોવાની વાત તદ્દન ખોટી છે.

Avatar

Title:દુબઈના ટાવરના ફોટોને સુરતના નામે ફેલાવવામાં આવી રહ્યો...

Fact Check By: Yogesh Karia

Result: False