જૂના કાગળપત્રોનો સંગ્રહ

ઝારખંડના વિડિયોને યુપી ચૂંટણી સાથે જોડી ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આગામી 3 દિવસમાં ઉત્તરપ્રદેશમાં આગામી સરકાર માટે મતદાન શરૂ થવાનું છે. છેલ્લા કેટલાક દિવસોમાં અમે જાહેર આક્રોશના કથિત વિડિયો અને ચિત્રો શેર કરીને સત્તાધારી ભાજપને નિશાન બનાવતી ઘણી પોસ્ટ જોઈ હતી.  દરમિયાન આવો જ દાવો કરતો એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 26 સેકન્ડના આ વિડિયોમાં ગુસ્સે ભરેલું ટોળું એક વાહનનો પીછો […]

Continue Reading

વર્ષ 2022-23 ના બજેટમાં કોર્પોરેટ ટેક્સ 18 ટકાથી ઘટાડીને 15 ટકા કરવામાં આવ્યો હોવાની ભ્રામક માહિતી વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા વર્ષ 2022-23 ના બજેટમાં કોર્પોરેટ ટેક્સને લગતી માહિતી વાયરલ થઈ રહી છે. આ પોસ્ટ સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા વર્ષ 2022-23 ના બજેટમાં કોર્પોરેટ ટેક્સ 18 ટકાથી ઘટાડીને 15 ટકા કરવામાં આવ્યો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

એક ભારતીય યુવકે ગૂગલ હેક કરીને 3.6 કરોડ નોકરી મેળવી હોવાના સમાચાર ખોટા છે…જાણો શું છે સત્ય…

હાલમાં એક બિહારનો એક યુવક ખુબ ચર્ચામાં છે, આ યુવાનેનું નામ ગૂગલ સાથે જોડવામાં આવી રહ્યુ છે. આ મેસેજ ને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઋતુરાજ નામના યુવકને 51 સેકન્ડ માટે ગૂગલ હેક કરીને 3.66 કરોડ રૂપિયાના પેકેજની નોકરી મેળવી.”  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, માહિતીની […]

Continue Reading

શું ખરેખર ઉદ્ધવ ઠાકરે દ્વારા વર્ષ 2022ના બજેટ પર નિવેદન આપવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

હાલમાં નાણામંત્રી નિર્મલા સિતારમણ દ્વારા દેશની સંસદમાં વર્ષ 2022નું બજેટ રજૂ કર્યુ હતુ. જેને લઈ તમામ રાજકીય નેતાઓ દ્વારા ટિપ્પણી કરવામાં આવતી હોય છે. આ પૃષ્ઠભૂમિ પર સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે.  જે વિડિયોમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને નાણામંત્રી નિર્મલા સિતારમણ સીએનબીસી ટીવી 18ના એક કાર્યક્રમમાં જોવા મળે છે અને ઉદ્વવ […]

Continue Reading

એક સ્ત્રી 11 વર્ષે માતા બની હોવાની માહિતી સાથેના ફોટાની ભ્રામક કહાની વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક નાના બાળક સાથેની એક સ્ત્રી તેમજ બાજુમાં દવાખાનના ડ્રેસમાં બેસીને રડી રહેલા એક વ્યકિતેનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક સ્ત્રી 11 વર્ષે માતા બની તો તેણે બાળકને જીવતું રાખવા પોતાના પ્રાણ ત્યજી દીધા ત્યારે બાજુમાં બેઠેલા ડૉક્ટર પણ […]

Continue Reading

RAPID FACT CHECK: અફવા છે કે આ વર્ષનો શુક્રવાર ખાસ છે…! જાણો શું છે સત્ય…

આ વર્ષે સોશિયલ મિડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ છે જેમાં કહેવામાં આવ્યું છે કે 1લી જાન્યુઆરી શુક્રવારના દિવસે આવે છે, તેમજ 2જી ફેબ્રુઆરી શુક્રવારે આવે છે, 3જી માર્ચ શુક્રવારે આવે છે, 12મી ડિસેમ્બર શુક્રવારે આવે છે.  આ વાયરલ મેસેજમાં બે દાવા કરવામાં આવી રહ્યા છે.  પહેલો દાવો, “વર્ષ 2022ના દર મહિનો ચમત્કારિક છે અને […]

Continue Reading

શું ખરેખર ભાજપના નેતા રાઘવેન્દ્ર મિશ્રા દ્વારા ભાજપને વોટ આપવા મુદ્દે વૃદ્ધને ધમકી આપવામાં આવી…? જાણો શું છે સત્ય….

ઉત્તરપ્રદેશમાં ચૂંટણી ચાલી રહી છે ત્યારે સોશિયલ મીડિયા પર ઘણા બધા ખોટા સમાચારો અને માહિતી વાયરલ થઈ રહી છે. જે અંતર્ગત તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના નેતાનો એક વૃદ્ધનો ધમકી આપતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કાનપુર ખાતે ભાજપના નેતા રાઘવેન્દ્ર મિશ્રા દ્વારા […]

Continue Reading

શું ખરેખર પીરાણા ગામમાં મુસ્લિમો પર RSSના કાર્યકર્તાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

અમદાવાદ પાસેના પીરાણા ગામમાં મંદિર અને મસ્જિદ મામલે વાતાવરણ તંગ બન્યુ હતું. પીરાણા ગામમાં હઝરત પીર દરગાહ અને તેની બાજુમાં એક મંદિર આવેલું છે, અહીંયા મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર અને દરગાહ વચ્ચે દિવાલ બનવવા મુદ્દે મુસ્લિમ સમુદાયના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. જો કે મંદિર ટ્રસ્ટ દ્વારા કલેકટર મંજૂરી સાથે આ દિવાલ ચણવાની કામગીરી શરૂ કરવામાં […]

Continue Reading

Explainer: શું NeoCovએ Omicron જેવું કોરોના વાયરસનું નવું સ્વરૂપ છે…? જાણો શું છે સત્ય….

ચીનના સંશોધકોએ કહ્યું છે કે તેમને એક પ્રકારનો કોરોના વાયરસ મળ્યો છે જે દક્ષિણ આફ્રિકામાં ચામાચીડિયામાં ફેલાય છે. તેને NeoCov કહેવામાં આવે છે. તેમના તારણોના ઉદભવ સાથે, સમાચાર લેખોએ NeoCovનો ઉલ્લેખ કોરોના વાયરસના નવા ઘાતક પ્રકાર તરીકે કર્યો છે જે કોવિડ-19 રોગનું કારણ બને છે. યુઝર્સ દ્વારા દાવો કરવામાં આવે છે કે ઓમિક્રોનએ વિનાશ વેર્યા […]

Continue Reading

શું ખરેખર રાહુલ ગાંધી દ્વારા માસ્ક પહેરીને જમવા બેઠા હતા…? જાણો શું છે સત્ય….

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને માસ્ક પહેરીને અને મહિલાઓ સાથે જમવાના ટેબલ પર બેઠેલા દર્શાવતી એક તસ્વીર સોશિયલ મિડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાહુલ ગાંધી દ્વારા જમવાનું નાટક કરવામાં આવ્યુ અને જમતી વખતે તેમણે માસ્ક પહેરીને રાખ્યુ.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]

Continue Reading

શું ખરેખર ઉત્તરપ્રદેશ ભાજપાની મિટિંગ દરમિયાન હાલમાં આ ઘટના બની છે…? જાણો શું છે સત્ય….

દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશની ચૂંટણી આ મહિને યોજાવા જઈ રહી છે. ત્યારે સોશિયલ મિડિયામાં અનેક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાંથી ખોટી પોસ્ટનું ફેક્ટ ચેકિંગ ફેક્ટક્રેસન્ડોની ગુજરાતી ટીમ દ્વારા કરવામાં આવ્યુ હતુ.  આ પૃષ્ટભુમિ વચ્ચે સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં એક મિટિંગ ચાલી રહી છે. જેમાં એક વ્યક્તિ અન્ય […]

Continue Reading

CAA વિરોધી આંદોલનમાં લાઠીચાર્જનો જૂનો વીડિયોને તાજેતરના શિક્ષક ભરતી પ્રદર્શન સાથે જોડીને વાયરલ કરવામાં આવી રહ્યો….

તાજેતરમાં, શિક્ષકની ભરતી માટેના ઉમેદવારો લખનઉંમાં વિરોધ કરી રહ્યા હતા અને પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જનો આશરો લીધો હતો. આ પૃષ્ઠભૂમિ પરનો એક વિડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં પોલીસ ભીડ પર લાઠીચાર્જ કરતી જોઈ શકે છે. આ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં આ શિક્ષક ભરતી ઉમેદવારો પર થયેલા […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો ભાજપની નેતા સ્મૃતિ ઈરાનીના કાફલાને રોકવામાં આવ્યો હોવાનો વીડિયો તાજેતરનો છે…? જાણો શું છે સત્ય….

ઉત્તરપ્રદેશમાં ચૂંટણી ચાલી રહી છે ત્યારે સોશિયલ મીડિયા પર ગણા બધા ખોટા સમાચારો અને માહિતી વાયરલ થઈ રહી છે. જે અંતર્ગત તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપની નેતા સ્મૃતિ ઈરાનીના કાફલાને લોકો દ્વારા રોકવામાં આવ્યો હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભાજપની નેતા […]

Continue Reading

શું ખરેખર ભાજપા નેતા દ્વારા દિવ્યાંગ વ્યક્તિને હાલમાં મારમારવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

યુપી વિધાનસભાની ચૂંટણી આવતા મહિને યોજવા જઈ રહી છે. ત્યારે હાલમાં સોશિયલ મિડિયામાં અનેક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જે માંથી ઘણી ખોટી પોસ્ટનું ગુજરાતી ફેક્ટક્રેસન્ડો દ્વારા ફેક્ટચેક કરવામાં આવ્યુ હતુ. હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ લાકડી લઈને એક વ્યક્તિને મારમારવા જઈ રહ્યો છે. આ વિડિયોને શેર કરીને […]

Continue Reading

શું ખરેખર IAS ઓફિસરનો આ વિડિયો ગુજરાતનો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં એક મહિલા કરિયાણાના દુકાન સંચાલક જોડે ચર્ચાઓ કરી રહી છે. તેમજ વિડિયોના અંતમાં તેઓ ઇન્ટરવ્યુ આપતા જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ IAS મહિલા ગુજરાતના છે અને આ ઘટના ગુજરાતમાં બનવા પામી છે.” […]

Continue Reading

ઉત્તરપ્રદેશમાં ભાજપના નેતાઓની હાલતનો વીડિયો વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના કેટલાક નેતાઓ સાથે થયેલી મારામારીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઉત્તરપ્રદેશમાં ભાજપના નેતાઓ પર હુમલો કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

શું ખરેખર ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ચેતવણી જાહેર કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

સમગ્ર ગુજરાતમાં શિયાળાની ઠંડીએ ખુબ જોર પક્ડ્યુ છે અને તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે હાલમાં સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યો છે. આ મેસેજ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે, “ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા ચેતવણી જાહેર કરવામાં આવી છે અને લોકોને રાત્રીના બહાર ન જવા સુચના આપવામાં આવી.” […]

Continue Reading

શિવરાજ સિંહ ચૌહાણનું દારૂ અંગેનું નિવેદન એડિટેડ અને નકલી છે…. જાણો શું છે સત્ય….

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનો એક વિડિયો સોશિયલ મિડિયા પર શેર કરી કરવામાં આવી રહ્યો છે આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મુખ્યમંત્રીએ એક્સાઇઝ સ્ટાફને ઉશ્કેર્યા અને કહ્યું કે લોકો એટલો દારૂ પીવળાવો કે તેઓ પીવે અને સૂઈ જાય.” આ વિડિયો પરથી લાગે છે કે, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ રાજ્યમાં […]

Continue Reading

પહાડી વિસ્તારમાં યુ-ટર્ન લઈ રહેલા કારચાલકનો વીડિયો વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ખીણવાળા એક પહાડી વિસ્તારમાં ગાડીનો યુ-ટર્ન લઈ રહેલો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ખીણવાળા પહાડી વિસ્તારમાં એક ડ્રાઈવરે કઈ રીતે સાહસ કરીને યુ-ટર્ન લીધો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

અમિત શાહના જુના નિવેદનને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આગામી મહિનામાં યોજાવા જઈ રહેલી યુપી ઈલેક્શનની ચૂંટણીને લઈ સોશિયલ મિડિયામાં ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. ત્યારે હાલમાં એક ન્યુઝ પેપરનું ક્ટિંગ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યુ છે. જેમાં અમિત શાહ એક રેલીમાં પ્રવચન આપતા જોઈ શકાય છે. અને લખવામાં આવ્યુ છે કે, “अमित शाह बोले सरकार बनी तो दूध की नदिंया बहेंगी” આ […]

Continue Reading

શું ખરેખર સાવરકુંડલા પાસેના પિળેશ્વર મહાદેવ મંદિરના દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં જોવામળે છે કે, એક વ્યક્તિ રાત્રીના સમયે સુતો છે અને તેની આસપાસ ત્રણ ચિતાઓ આવી ને સુવે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વિડિયોમાં જોવા મળતો વ્યક્તિ સાવરકુંડલાના પિપળેશ્વર મહાદેવ મંદિરના પુજારી છે અને ત્યાની […]

Continue Reading

શું ખરેખર ભારત સરકાર દ્વારા નવી શિક્ષણ નિતિ લાગુ કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

શિક્ષણ વિભાગને લઈ અને એક મેસેજ સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ધોરણ 10માં બોર્ડની પરીક્ષા બંધ કરવામાં આવી અને હવેથી માત્ર ધોરણ 12માં બોર્ડ પરીક્ષા લેવાશે. ધોરણ 5 સુધી ફરજિયાત માતૃ ભાષા એક વિષય તરીકે ભણાવવામાં આવશે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તાજેતરમાં ગોવા ખાતે આપવામાં આવેલા ભાષણનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગોવા ખાતે આપેલા ભાષણનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વડાપ્રધાન […]

Continue Reading

શું ખરેખર સ્વામી પ્રસાદ મૌર્ય ટિકિટ માટે માયાવતીને પગે પડ્યા હતા…? જાણો શું છે સત્ય….

આવતા મહિને ઉત્તર પ્રદેશની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે સોશિયલ મિડિયા પર તેને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. લોકો તેમના સપોર્ટ ગ્રુપ વિશે સોશિયલ મિડિયા પર ઘણી બધી પોસ્ટ કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા બીજેપી નેતા સ્વામી પ્રસાદ મૌર્ય પાર્ટી છોડીને સમાજવાદી પાર્ટીમાં જોડાયા હતા. ભાજપના સમર્થકોએ તેમની નિંદા કરી છે. સોશિયલ મિડિયા […]

Continue Reading

શું ખરેખર ભાજપના સાંસદ રવિ કિશને એવું કહ્યું કે, “દલિતોનો પરસેવો ગંધાય છે”… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના સાંસદ રવિ કિશનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભાજપના સાંસદ રવિ કિશને એવું કહ્યું કે, “દલિતોનો પરસેવો ગંધાય છે”. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં […]

Continue Reading

શું ખરેખર સુનિલ શાસ્ત્રીને યુપીમાં યોગી આદિત્યનાથ સામે કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

દેશના સૌથી મોટા રાજ્ય યુપીમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. અને તમામ પાર્ટીના ઉમેદવારની યાદીઓ જાહેર થઈ રહી છે. ત્યારે હાલમાં કોંગ્રેસ મહા સચિવ પ્રિયંકા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના પુત્ર સુનિલ શાસ્ત્રીનો ફોટો શેર કરવામાં આવી રહ્યો છે અને  દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કોંગ્રેસ દ્વારા યુપી વિધાનસભાની ચૂંટણીમાં યોગી […]

Continue Reading

શું ખરેખર સિંગાપુર દ્વારા કોરોના બોડીનું ઓટોપ્સી કરવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

ભારતમાં કોરોનાની ત્રીજી ચાલી રહી છે. તે વચ્ચે સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સિંગાપુર દ્વારા કોવિડ-19 બોડીનું ઓટોપ્સી કરવામાં આવ્યું અને કોરોના એક વાયરસ નહીં પરંતુ બેકટેરિયા હોવાની જાહેરાત કરી.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, સિંગાપુર […]

Continue Reading

શું ખરેખર અરવિંદ કેજરીવાલ દ્વારા આપની ગુજરાત ઓફિસને તાળુ મારવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી રાજકારણમાં ઘણી ઉથલપાથલ જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટીના બે કદાવર નેતા દ્વારા પાર્ટી માંથી રાજીનામું આપવામાં આવ્યુ છે. ત્યારબાદ એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં અરવિંદ કેજરીવાલ એક દરવાજાને તાળુ મારતા જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અરવિંદ કેજરીવાલ […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો લારી પર બેસીને ભણી રહેલા બાળકનો ફોટો ગુજરાતનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર લારી પર બેસીને ભણી રહેલા બાળકનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, લારી પર બેસીને ભણી રહેલા બાળકનો આ ફોટો ગુજરાતનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ […]

Continue Reading

શું ખરેખર ભગવંત માન અને અરવિંદ કેજરીવાલ દારૂની દુકાન બહાર બેઠેલા છે…? જાણો શું છે સત્ય….

પંજાબ વિધાનસભાની ચૂંટણી આગામી મહિનામાં યોજવા જઈ રહી છે. ત્યારે સોશિયલ મિડિયામાં આમ આદમી પાર્ટીના સંયોજક અને પંજાબ આમ આદમી પાર્ટીના સીએમ ફેસ ભગવંત માનનો ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેની પાછળ દારૂની દુકાન નું બોર્ડ જોવા મળે છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભગવંત માન અને અરવિંદ […]

Continue Reading

શું ખરેખર RSS ચીફ મોહનભાગવત સાથે AIMIMના ચીફે મિટિંગ કરી…? જાણો શું છે સત્ય….

AIMIM પાર્ટીના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી એક કાર્યક્રમમાં RSSના વડા મોહન ભાગવત સાથેની મુલાકાતની એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “RSS ચીફ અને AIMIM પ્રમુખ વચ્ચે મિટિંગ થઈ હતી તેની ફોટો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ […]

Continue Reading

વર્ષ 2022નો ફેબ્રુઆરી મહિનો ચમત્કારીક છે, જે 823 વર્ષમાં એકવાર આવે છે તે એક અફવા છે… જાણો શું છે સત્ય….

ફેબ્રુઆરી મહિનો નજીક આવી રહ્યો છે. આ વચ્ચે એક મેસેજ સોશિયલ મિડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજ વાયરલ કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે,  “ફેબ્રુઆરી 2022એ ચમત્કારોનો મહિનો છે અને 823 વર્ષમાં એકવાર આવનારો શ્રેષ્ઠ મહિનો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં […]

Continue Reading

ફિલ્મ અભિનેતા સોનુ સૂદ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા…. જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પંજાબના મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્ની અને કોંગ્રેસના નેતા નવજોતસિંહ સિદ્ધુ સાથે અભિનેતા સોનુ સૂદ અને તેમની બહેન માલવિકાનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અભિનેતા સોનુ સૂદ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા તે સમયનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]

Continue Reading

શું ખરેખર વાયરલ થઈ રહેલા બંને ફોટો CRPF જવાનના છે…? જાણો શું છે સત્ય….

સોશિયલ મિડિયામાં બે ફોટો વાયરલ થઈ રહ્યા છે. બંને ફોટોમાં સુરક્ષા કર્મચારીઓ જોવા મળે છે અને બંને કોઈ ખાસ ટુકડીના હોવાનું જણાઈ રહ્યુ છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ફોટોમાં જોવા મળતા બંને સુરક્ષા કર્મીઓ CRPFના જવાન છે અને એક વર્ષ 2012નો ગણવેશ છે જ્યારે બીજો હાલનો 2021નો છે.” ફેક્ટ […]

Continue Reading

જુઓ વિમાન દુર્ઘટનાના લાઈવ વીડિયો પાછળનું સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વિમાન દુર્ઘટનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો એક વિમાન દુર્ઘટનાનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વીડિયો કોઈ વાસ્તવિક વિમાન […]

Continue Reading

શું ખરેખર PM મોદીની પંજાબની ઘટના બાદની આ ઘટના છે…? જાણો શું છે સત્ય….

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પંજાબના પ્રવાસને લઈ સમગ્ર દેશમાં ચર્ચા છે. ત્યારબાદ સમગ્ર દેશમાં પ્રધાનમંત્રીની દિર્ઘ આયુને લઈ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. આ વચ્ચે એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમા એક મહિલા અને પુરૂષ સ્ટેજ પર ડાન્સ કરતા જોવા મળે છે. જેમાં પાછળ કમલનું નિશાન અને ભાજપા પ્રમુખ જે.પી.નડ્ડા અને પીએમ નરેન્દ્ર […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટર પર પેશાબ કરી રહેલા યુવકનો એડિટ કરેલો ફોટો વાયરલ…. જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક પોસ્ટરનો ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક યુવક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટર પર પેશાબ કરી રહ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટર સાથેનો યુવકનો જે ફોટો […]

Continue Reading

શું ખરેખર પંજાબ પોલીસ દ્વારા ભાજપાના કાર્યકરોને મારમારવામાં આવ્યો તેનો વિડિયો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં એક વ્યક્તિને પોલીસ અધિકારીઓ માર મારી રહ્યા હોવાનું જોઈ શકાય છે. પંજાબની પીએમ મુલાકાત લઈને આ વિડિયો શેર કરવામાં આવી રહ્યો છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પંજાબ પોલીસ દ્વારા ભાજપા કાર્યકરની પિટાઈ કરવામાં આવી તેનો […]

Continue Reading

પાકિસ્તાની સાંસદ આમીર લિયાકત હુસૈને ‘ટીપ ટીપ બરસા પાની” ગીત પર ડાન્સ કર્યો… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ‘ટીપ ટીપ બરસા પાની’ ગીત પર ડાન્સ કરી રહેલા એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાકિસ્તાની સાંસદ આમીર લિયાકત હુસૈને  ‘ટીપ ટીપ બરસા પાની’ ગીત પર ડાન્સ કર્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

અભિનેતા ફિરોઝ ખાનના ફેક ટ્વિટર એકાઉન્ટ પરથી અભિનેત્રી જયા બચ્ચન વિશે કરવામાં આવેલી ટ્વિટ થઈ વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અભિનેતા ફિરોઝ ખાનના નામે અભિનેતા અમિતાભ બચ્ચનની પત્ની જયા બચ્ચન વિશે કરવામાં આવેલી એક ટ્વિટ વાયરલ થઈ રહી છે જેમાં એવું લખવામાં આવ્યું છે કે, અમિતાભ બચ્ચને છેલ્લા 50 વર્ષમાં જે સમ્માન બનાવ્યું હતું તેની નટગુલ્લી પત્નીએ તે સન્માન બગાડ્યું છે. આ લખાણ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, […]

Continue Reading

શું ખરેખર ઈટલી થી પંજાબ આવેલા કોરોના પોઝિટિવ મુસાફરોએ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી કરી હતી…? જાણો શું છે સત્ય….

ભારતમાં કોવિડ-19ના વધતા જતા કેસ અને દેશમાં આગામી ત્રીજી લહેર વચ્ચે, એક બ્રેકિંગ ન્યૂઝ જોયા જેમાં કહેવામાં આવ્યું છે કે અમૃતસરમાં એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ઈટાલીથી પરત ફરેલા 125 યાત્રીઓ પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે, જેના કારણે એરપોર્ટ પર હંગામો થયો હતો. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઈટાલી થી પંજાબના અમૃતસર […]

Continue Reading

એક પરિવાર એક નોકરી યોજનાના નામે ફેક મેસેજ વાયરલ થઈ રહ્યો…જાણો શું છે સત્ય…

હાલમાં લોકો સરકારી નોકરી મેળવવા માટે ઘણી મહેનત કરતા હોય છે. અને તેના માટે આયોજીત સ્પર્ધાતમક કસોટીની પણ તૈયારી કરતા હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલથઈ રહ્યો છે. જે મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સરકાર દ્વારા એક પરિવાર એક નોકરી યોજના શરૂ કરવામાં આવી છે જે 1 જાન્યુઆરી […]

Continue Reading

મોબાઈલ ચાર્જીમાં રાખીને વાત કરવાથી કરંટ લાગ્યો હોવાનો સ્ક્રીપ્ટેડ વીડિયો વાસ્તવિક ઘટનાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વ્યક્તિને મોબાઈલ ચાર્જીંગમાં રાખીને વાત કરતાં કરંટ લાગ્યો હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક વ્યક્તિને મોબાઈલ ચાર્જીંગમાં રાખીને વાત કરતાં કરંટ લાગતાં તેને હેમરેજ થઈ જાય છે તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

શું ખરેખર વિડિયોમાં જોવા મળતી વ્યક્તિ ડુપ્લિકેટ અમિતાભ બચ્ચન કનુભાઈ ઠક્કર છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડિયોમાં અમિતાભ બચ્ચન જેવા વ્યક્તિ જોવા મળે છે. જે વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વિડિયોમાં જોવા મળતી વ્યક્તિ ડુપ્લિકેટ અમિતાભ બચ્ચન અને કચ્છના રહેવાસી કનુભાઈ ઠક્કર છે. જેનું હાલમાં અવસાન થયુ છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

શું ખરેખર ક્રિકેટર હરભજન સિંઘ આમ આદમી પાર્ટીમાં જોડાયા…? જાણો શું છે સત્ય….

થોડા સમય પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટર હરભજન સિંઘે ક્રિકેટના તમામ ફોર્મેટ માંથી રિટાયર્મેન્ટ જાહેર કર્યુ હતુ. ત્યારબાદથી તેઓના રાજકારણમાં જોડાવાની અટકળો થઈ રહી છે. આ વચ્ચે એક મેસેજ સોશિયલ મિડિયામાં શેર કરવામાં આવી રહ્યો છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ક્રિકેટર હરભજન સિંઘ દ્વારા આમ આદમી પાર્ટી જોઈન કરવામાં આવી.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

આ વિડિયોમાં ગાયિકા અનુપમ્મા છે. મોહમ્મદ રફીની પૌત્રી નથી.. જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોવામળે છે કે, એક મહિલા ગીત ગાય રહ્યા છે અને એક પેન્ટિંગ આર્ટીસ દ્વારા પેંન્ટિગ બનાવવામાં આવી રહ્યુ છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ ગીત ગાય રહી મહિલા સંગીતકાર મોહમ્મદ રફીની પૌત્રી પરવેઝ મુસ્તફા છે.” ફેક્ટ […]

Continue Reading

શું ખરેખર કોરોનાની નવી ગાઈડલાઈન રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવી…? જાણો શું છે સત્ય….

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. પ્રતિદિવસ 800 થી 1000 કેસનો વધારો થતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ત્યારે સોશિયલ મિડિયામાં પણ અફવાઓનું બજાર ગરમ થયુ છે. હાલમાં એક રાજ્ય સરકારના સચિવના નામથી એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગુજરાત સરકાર દ્વારા કોરોનાને […]

Continue Reading

બાળકના અપહરણનો સ્ક્રીપ્ટેડ વીડિયો વાસ્તવિક ઘટનાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એખ યુવક દ્વારા બાળકનું અપહરણ કરવામાં આવ્યું હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક યુવક દ્વારા બેગમાં ભરીને બાળકનું અપહરણ કરવામાં આવ્યું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

શું ખરેખર થર્મોકોલમાંથી ડુપ્લીકેટ ખાંડ બનાવવાનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, થર્મોકોલમાંથી ડુપ્લીકેટ ખાંડ બનાવવાનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ થર્મોકોલના રિસાયક્લિંગનો છે. આ વીડિયોને […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વર્ષ 2019 નો જૂનો ફોટો ભ્રામક માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓમિક્રોન વાયરસના સંક્રમણ સામે લડવા માટે જાગૃતિ રેલી નીકાળી તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ […]

Continue Reading