જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની મહિલાઓને સોનુ વેચીને બેંકમાં પૈસા જમા કરાવવાની અપીલ કરી હોવાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય… 

False રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની મહિલાઓને સોનુ વેચીને બેંકમાં પૈસા જમા કરાવવાની અપીલ કરી પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે ફોટો સાથે માહિતી મૂકવામાં આવી છે એ તદ્દન ખોટી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવી કોઈ જ અપીલ દેશની મહિલાઓને કરી નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં રહેલી માહિતીને ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને ક્યાંય પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ પ્રકારની અપીલ દેશની મહિલાઓને કરવામાં આવી હોય એવી કોઈ જ સત્તાવાર માહિતી કે સમાચાર અમને પ્રાપ્ત થયા ન હતા.

અમારી વધુ તપાસમાં અમને નવભારત ટાઈમ્સ દ્વારા આ જ માહિતી હિન્દી લખાણની સાથે તેમના લોગો સાથે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હોવાથી 8 જૂન, 2026ના રોજ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, આ ફોટોને ખોટી રીતે અને ખોટી માહિતી સાથે નવભારત ટાઈમ્સના લોગોનો દુરુપયોગ કરીને વાયરલ કરવામાં આવી રહ્યો છે.

ઉપરોક્ત આ જ વાયરલ માહિતી ખોટી હોવા અંગેની ટ્વિટ PIB Fact Check દ્વારા પણ તેના સત્તાવાર ટ્વિટર પર 8 જૂન, 2026ના રોજ કરવામાં આવી હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે ફોટો સાથે માહિતી મૂકવામાં આવી છે એ તદ્દન ખોટી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવી કોઈ જ અપીલ દેશની મહિલાઓને કરી નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Result Stamp

Title: જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની મહિલાઓને સોનુ વેચીને બેંકમાં પૈસા જમા કરાવવાની અપીલ કરી હોવાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય… 

Written By: Vikas Vyas

Result: False

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *