શું ખરેખર RSS ચીફ મોહનભાગવત સાથે AIMIMના ચીફે મિટિંગ કરી…? જાણો શું છે સત્ય….

Altered રાષ્ટ્રીય I National

AIMIM પાર્ટીના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી એક કાર્યક્રમમાં RSSના વડા મોહન ભાગવત સાથેની મુલાકાતની એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “RSS ચીફ અને AIMIM પ્રમુખ વચ્ચે મિટિંગ થઈ હતી તેની ફોટો છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, મૂળ તસવીર મોહન ભાગવત અને સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમ સિંહ યાદવ છે જે ન્યુ દિલ્હીમાં લગ્નના રિસેપ્શનમાં મળ્યા હતા. મુલાયમ સિંહ યાદવની જગ્યાએ અસદુદ્દીન ઓવૈસીનો ચહેરો ડિજિટલી ઉમેરવામાં આવ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Raju Diyora નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 જાન્યુઆરી 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “RSS ચીફ અને AIMIM પ્રમુખ વચ્ચે મિટિંગ થઈ હતી તેની ફોટો છે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ગૂગલ રિવર્સ ઈમેજ સર્ચ કરતા અમને 22 ડિસેમ્બરે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા દ્વારા પ્રકાશિત એક સમાચાર અહેવાલ પ્રાપ્ત થયો હતો. આ રિપોર્ટની સાથે શેર કરવામાં આવેલી તસવીરમાં અસદુદ્દીન ઓવૈસી મોહન ભાગવતની બાજુમાં બેઠેલા દેખાતા નથી.

તેના બદલે, આપણે જોઈ શકીએ છીએ કે સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમ સિંહ યાદવ આરએસએસના વડા સાથે બેઠલા જોઈ શકાય છે.

ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુની પૌત્રીના લગ્ન સમારંભમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલે આરએસએસના વડા અને સાંસદ મુલાયમ સિંહ યાદવને શુભેચ્છા પાઠવી ત્યારે આ તસવીર કેપ્ચર કરવામાં આવી હતી.

ઇમેજના કેપ્શનમાં જણાવાયું છે કે, “સંસદીય બાબતોના કેન્દ્રીય રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલ નવી દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુની પૌત્રીના સત્કાર સમારંભ દરમિયાન, સાંસદ મુલાયમ સિંહ યાદવ જોઈ રહ્યા હોય તેમ RSS વડા મોહન ભાગવતનું અભિવાદન કરે છે.”

TOI 

આનાથી સ્પષ્ટ થાય છે કે વાયરલ ઇમેજ ડિજિટલી એડિટ કરવામાં આવી છે.

આ તસવીરને અન્ય મિડિયા સંસ્થાઓ દ્વારા પણ શેર કરવામાં આવી હતી.

કેન્દ્રીય રાજ્ય મંત્રી, અર્જુન રામ મેઘવાલે પણ 20 ડિસેમ્બરે તેમના ટ્વિટર એકાઉન્ટ પર અસલ તસવીર પોસ્ટ કરી હતી.

નીચે તમે ઓરિજનલ ઈમેજ ને વાયરલ ઈમેજ વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, મૂળ તસવીર મોહન ભાગવત અને સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમ સિંહ યાદવ છે જે ન્યુ દિલ્હીમાં લગ્નના રિસેપ્શનમાં મળ્યા હતા. મુલાયમ સિંહ યાદવની જગ્યાએ અસદુદ્દીન ઓવૈસીનો ચહેરો ડિજિટલી ઉમેરવામાં આવ્યો છે.

Avatar

Title:શું ખરેખર RSS ચીફ મોહનભાગવત સાથે AIMIMના ચીફે મિટિંગ કરી…?

Fact Check By: Yogesh Karia 

Result: Altered