શું ખરેખર ઉદ્ધવ ઠાકરે દ્વારા વર્ષ 2022ના બજેટ પર નિવેદન આપવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

હાલમાં નાણામંત્રી નિર્મલા સિતારમણ દ્વારા દેશની સંસદમાં વર્ષ 2022નું બજેટ રજૂ કર્યુ હતુ. જેને લઈ તમામ રાજકીય નેતાઓ દ્વારા ટિપ્પણી કરવામાં આવતી હોય છે. આ પૃષ્ઠભૂમિ પર સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. 

જે વિડિયોમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને નાણામંત્રી નિર્મલા સિતારમણ સીએનબીસી ટીવી 18ના એક કાર્યક્રમમાં જોવા મળે છે અને ઉદ્વવ ઠાકરે બજેટ પર નિવેદન આપી રહ્યા છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઉદ્વવ ઠાકરે દ્વારા વર્ષ 2022ના બજેટ પર તેમનું આ નિવેદન આપવામાં આવ્યુ.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ મહિલાની માસ્ક ન પહેરવા બદલ નહિં પરંતુ અજાણી વ્યક્તિ પર સૂપ નાખવા અને તેના પર થૂંકવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Anand Parmar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 02 ફેબ્રુઆરી 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ઉદ્વવ ઠાકરે દ્વારા વર્ષ 2022ના બજેટ પર તેમનું આ નિવેદન આપવામાં આવ્યુ.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને લલ્નટોપની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આ વિડિયો પ્રાપ્ત થયો હતો. આ વિડિયો 29 ફેબ્રુઆરી 2020ના પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ એક એવોર્ડ ફંક્શનમાં સ્ટેજ શેર કરી રહ્યા હતા. મહારાષ્ટ્રને વર્ષનું રાજ્ય જાહેર કરવામાં આવ્યુ હતુ. ઠાકરે એવોર્ડ લેવા અને સીતારામણ એવોર્ડ આપવા માટે ત્યા હતા. ઠાકરે પહેલાં ક્યારેય ન જોયેલા રમુજી મુડમાં હતા અને તેઓ ખાસ કરીને બજેટ અને તેના વિશેના તેમના જ્ઞાનના અભાવ પર મજાકની ભાષામાં વાત કરી હતી. સામે શ્રોતાગણમાં મુકેશ અંબાણી, કરણ જોહર, પ્રસૂન જોશી હતા. તેમના મનોરંજક ભાષણને સમાપ્ત કરીને ઠાકરેએ સ્પષ્ટ કર્યું કે આ બધું હળવા નોંધ પર હતુ અને ઇરાદાપૂર્વક લેવામાં આવતુ નથી.

ત્યારબાદ અમે ગૂગલ પર વધુ સર્ચ કરતા સીએનએન ન્યુઝ18 દ્વારા પણ આ એવોર્ડ ફંક્શનનું પ્રસારણ તેમની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પ્રસારિત કરવામાં આવ્યુ હતુ. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “ઈન્ડિયા બિઝનેસ લીડર એવોર્ડમાં ‘સ્ટેટ ઓફ ધ યર’ એવોર્ડ મહારાષ્ટ્ર રાજ્યને આપવામાં આવે છે. રાજ્યના ઉદ્યોગ મંત્રી સુભાષ દેસાઈ એવોર્ડ લેવા માટે સ્ટેજ પર આવે છે. મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે એવોર્ડ આપ્યા બાદ ભાષણ આપી રહ્યા છે.

વર્ષ 2022ના બજેટ પર ઉદ્ધવ ઠાકરે દ્વારા શું નિવેદન આપવામાં આવ્યુ….? 

ગૂગલ પર સર્ચ કરતા અમને ફ્રી પ્રેસ જર્નલ દ્વારા ઉદ્વવ ઠાકરેનું નિવેદન પ્રસારિત કરવામાં આવ્યુ હતુ. જેમાં ઠાકરે દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, “નાણા પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલ વાર્ષિક બજેટ તદ્દન નિરાશાજનક હતું. તે કર્મચારીઓ અને સામાન્ય લોકો માટે નિરાશાજનક છે. દેશમાં વધતી બેરોજગારીનો કોઈ નક્કર જવાબ નથી. આમાંથી કેટલા સપના સાચા થયા છે તેનો ખ્યાલ રાખ્યા વિના 2022-23ના બજેટમાં લોકોને નવા સપનાઓ રજૂ કરવામાં આવ્યા છે. પરંતુ બજેટ ભૂતકાળ અને વર્તમાનના સપનાઓને પૂર્ણ કરવાની કોઈ દિશા બતાવતું નથી.

Freepressjournal | Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. ઉદ્વવ ઠાકરે દ્વારા આ નિવેદન ફેબ્રુઆરી 2020માં આપવામાં આવ્યુ હતુ. તેમણે હાલમાં આ નિવેદન આપ્યુ નથી.

Avatar

Title:શું ખરેખર ઉદ્ધવ ઠાકરે દ્વારા વર્ષ 2022ના બજેટ પર નિવેદન આપવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: False