CAA વિરોધી આંદોલનમાં લાઠીચાર્જનો જૂનો વીડિયોને તાજેતરના શિક્ષક ભરતી પ્રદર્શન સાથે જોડીને વાયરલ કરવામાં આવી રહ્યો….

Missing Context રાજકીય I Political રાષ્ટ્રીય I National

તાજેતરમાં, શિક્ષકની ભરતી માટેના ઉમેદવારો લખનઉંમાં વિરોધ કરી રહ્યા હતા અને પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જનો આશરો લીધો હતો. આ પૃષ્ઠભૂમિ પરનો એક વિડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં પોલીસ ભીડ પર લાઠીચાર્જ કરતી જોઈ શકે છે. આ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં આ શિક્ષક ભરતી ઉમેદવારો પર થયેલા લાઠીચાર્જનો વિડિયો છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, વાયરલ થઈ રહેલો વિડિયો સાથે કરવામાં આવેલો દાવો ખોટો છે. આ વિડિયો વર્ષ 2019નો છે. લખનઉમાં, પ્રદર્શનકારીઓ CAA વિરૂદ્ધ આંદોલન કરી રહ્યા હતા અને પછી પોલીસે તેમના પર લાઠીચાર્જ કર્યો હતો.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Bhavik Amin નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 જાન્યુઆરી 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “હાલમાં આ શિક્ષક ભરતી ઉમેદવારો પર થયેલા લાઠીચાર્જનો વિડિયો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે યુટ્યુબ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને આ વિડિયો જેવો જ એક વિડિયો મળ્યો જે 19 ડિસેમ્બર 2019ના રોજ ઈન્ડિયા ટીવીની યુટ્યુબ ચેનલ પર પ્રસારિત કરવામાં આવ્યો હતો. તેની સાથે આપવામાં આવેલી માહિતીમાં લખવામાં આવ્યું હતુ કે, લખનઉંમાં CAAનો વિરોધ કરી રહેલી ભીડને હટાવવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.

તેમજ અમે વધુ સર્ચ કરતા 19મી ડિસેમ્બર 2019ના રોજ પ્રકાશિત થયેલ જનસત્તાના સમાચાર મળ્યા. જેમા લખવામાં આવ્યુ હતુ કે, લખનઉંમાં નાગરિકતા કાયદા (CAA)નો વિરોધ કરી રહેલા ટોળાએ હસનગંજ વિસ્તારમાં પોલીસ ચોકી અને અનેક વાહનોને આગ ચાંપી દીધી હતી.

આને નિયંત્રણમાં લાવવા પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા અને લાઠીચાર્જ પણ કર્યો. આ કેસમાં પોલીસે 20 લોકોને કસ્ટડીમાં લીધા હતા. પછી અમને જાણવા મળ્યું કે તાજેતરમાં લખનઉંમાં શિક્ષકની ભરતી માટે થયેલા વિરોધ પ્રદર્શનની સ્થિતિ શું છે.

નવભારત ટાઈમ્સ દ્વારા 5 ડિસેમ્બરે એક વિડિયો પ્રસારિત કરવામાં આવ્યો હતો. તેમાં તમે પોલીસને ભીડ પર લાઠીચાર્જ કરતા જોઈ શકો છો. જણાવવામાં આવી રહ્યું છે કે લખનઉમાં 69,000 શિક્ષક ભરતી મામલે વિરોધ કરી રહેલી ભીડ પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. 

તેઓ પોતાની માંગણીઓ માટે મુખ્યમંત્રીના નિવાસસ્થાને કેન્ડલ માર્ચ કાઢી રહ્યા હતા. આ દરમિયાન પોલીસે દોડીને તેને માર માર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટનામાં 50 થી વધુ લોકો ઘાયલ થયા છે.

શું છે 69,000 શિક્ષકોની ભરતીનો મુદ્દો?

વર્ષ 2018માં ઉત્તર પ્રદેશ સરકારે 69,000 સહાયક શિક્ષકોની પોસ્ટ માટે પસંદગીની સૂચના બહાર પાડી હતી. આ ભરતી માટે 2019માં પરીક્ષા લેવામાં આવી હતી. આ મામલે વિદ્યાર્થીઓ લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે.

તેમનો આરોપ છે કે આ બેઠકોમાંથી 22 થી 23 હજાર બેઠકોમાં અનામતના નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી. આંદોલનકારી ઓનું કહેવું છે કે આ ભરતી પ્રક્રિયામાં OBC કેટેગરીના ઉમેદવારોની કુલ બેઠકો 18,598 હતી, જેમાંથી તેમને માત્ર 2637 બેઠકો જ આપવામાં આવી છે. એટલે કે ઓબીસી વર્ગ માટે 27 ટકા અનામતને બદલે 3.86 ટકા અનામત આપવામાં આવ્યું છે.

આ સાથે આંદોલનકારીઓએ એવો પણ દાવો કર્યો છે કે એસસી કેટેગરીને 21 ટકા અનામતની જગ્યાએ માત્ર 16.6 ટકા અનામત આપવામાં આવી છે. આ મામલામાં નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસે પણ યુપી સરકાર પાસેથી અનામતના નિયમોનું પાલન ન કરવા બદલ જવાબ માંગ્યો હતો. તેમણે પાયાના શિક્ષક અધિકારીઓ સામે પગલાં લેવા પણ જણાવ્યું હતું.

પરિણામ

આમ, તથ્યો તપાસ્યા પછી, અમને જાણવા મળ્યું કે વાયરલ થઈ રહેલો વિડિયો સાથે કરવામાં આવેલો દાવો ખોટો છે. આ વિડિયો વર્ષ 2019નો છે. લખનઉમાં, પ્રદર્શનકારીઓ CAA વિરૂદ્ધ આંદોલન કરી રહ્યા હતા અને પછી પોલીસે તેમના પર લાઠીચાર્જ કર્યો હતો.

Avatar

Title:CAA વિરોધી આંદોલનમાં લાઠીચાર્જનો જૂનો વીડિયોને તાજેતરના શિક્ષક ભરતી પ્રદર્શન સાથે જોડીને વાયરલ કરવામાં આવી રહ્યો….

Fact Check By: Yogesh Karia 

Result: Missing Context