વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટર પર પેશાબ કરી રહેલા યુવકનો એડિટ કરેલો ફોટો વાયરલ.... જાણો શું છે સત્ય....
તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક પોસ્ટરનો ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક યુવક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટર પર પેશાબ કરી રહ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટર સાથેનો યુવકનો જે ફોટો મૂકવામાં આવ્યો છે તેને એડિટીંગ કરીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
ગુજરાત ત્રસ્ત ભાજપા મસ્ત નામના ફેસબુક પેજ દ્વારા 9 જાન્યુઆરી, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, હવે ભાજપ મોદી સરકાર 6 રાજ્યમાં જ બચી છે, ભાજપ ભગાઓ રોજગારી પાઓ, મોંઘવારી હટાઓ.. આ લખાણ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક યુવક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટર પર પેશાબ કરી રહ્યો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને scoopwhoop.com દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો 25 મે, 2015 ના રોજ એક અહેવાલમાં પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, જે જગ્યાએ પેશાબ નહીં કરવાનું બોર્ડ લગાવેલું છે એ જગ્યા પર જ યુવક પેશાબ કરી રહ્યો છે.
અમારી વધુ તપાસમાં અમને આજ ફોટો અન્ય કેટલીક વેબસાઈટ પર પણ જોવા મળ્યો હતો. જે તમે અહીં જોઈ શકો છો. indiatimes.com | tamilbrahmins.com | kannada.asianetnews.com
નીચે તમે પોસ્ટમાં મૂકવામાં આવેલા એડિટેડ ફોટો અને ઓરિજનલ ફોટો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટર સાથેનો યુવકનો જે ફોટો મૂકવામાં આવ્યો છે તેને એડિટીંગ કરીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
Title:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટર પર પેશાબ કરી રહેલા યુવકનો એડિટ કરેલો ફોટો વાયરલ....
Fact Check By: Vikas VyasResult: False