શું ખરેખર વાયરલ થઈ રહેલા બંને ફોટો CRPF જવાનના છે…? જાણો શું છે સત્ય….

ગેરમાર્ગે દોરનાર I Misleading રાજકીય I Political રાષ્ટ્રીય I National

સોશિયલ મિડિયામાં બે ફોટો વાયરલ થઈ રહ્યા છે. બંને ફોટોમાં સુરક્ષા કર્મચારીઓ જોવા મળે છે અને બંને કોઈ ખાસ ટુકડીના હોવાનું જણાઈ રહ્યુ છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ફોટોમાં જોવા મળતા બંને સુરક્ષા કર્મીઓ CRPFના જવાન છે અને એક વર્ષ 2012નો ગણવેશ છે જ્યારે બીજો હાલનો 2021નો છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટો બે અલગ-અલગ ટુક્ડીઓના સુરક્ષા કર્મીઓના ફોટો છે. બંને ફોટો એક જ ટુકડીના જવાનોના હોવાની વાત ખોટી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Bharat Vikas – ભારત વિકાસ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 02 જાન્યુઆરી 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ફોટોમાં જોવા મળતા બંને સુરક્ષા કર્મીઓ CRPFના જવાન છે અને એક વર્ષ 2012નો ગણવેશ છે જ્યારે બીજો હાલનો 2021નો છે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

ઈમેજ-1

સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા પહેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને alamy.com વેબસાઈટ પર આ ફોટો પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “સીઆરપીએફના જવાન દ્વારા 27 જૂન 2012ના શ્રીનગરમાં મુસ્લિમ મહિલાને કર્ફ્યુ દરમિયાન પ્રશ્ન પુછવામાં આવી રહ્યો છે.” 

Alamy.com

ઈમેજ-2

બીજી તસ્વીરને પણ ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને જાણવા મળ્યુ કે, આ ફોટો QAT (ક્વિક એક્શન ટીમ)નો સભ્ય છે. 26 જાન્યુઆરી 2021માં નેશનલ થિયેટર કેમ્પમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન પોતાની ફરજ બજાવતા આ તસ્વીર લેવામાં આવી હતી. આ ફોટોને ગેટ્ટીઈમેજ પર અપલોડ કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

ગેટ્ટીઈમેજ

CRPF વેલી QAT (ક્વિક એક્શન ટીમ) શું છે?

QAT (ક્વિક એક્શન ટીમ) જમ્મુ અને કાશ્મીરમાં કાર્યરત છે. આ આર્મી ફોર્સનું કામ આતંકવાદીઓને મારવાનું છે. તે પ્રશિક્ષિત કમાન્ડોની એક ટીમ છે, જે ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસ સાથે કામ કરે છે. આ ટુકડીને 50 વીરતા પુરસ્કારો મેળવેલા છે.

સીઆરપીએફ યુનિફોર્મમાં હાલમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ અંગે સત્તાવાર વેબસાઈટ પર કોઈ માહિતી આપવામાં આવી નથી.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ મિશ્રિત સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટો બે અલગ-અલગ ટુક્ડીઓના સુરક્ષા કર્મીઓના ફોટો છે. બંને ફોટો એક જ ટુકડીના જવાનોના હોવાની વાત ખોટી છે.

Avatar

Title:શું ખરેખર વાયરલ થઈ રહેલા બંને ફોટો CRPF જવાનના છે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: Misleading