શું ખરેખર અરવિંદ કેજરીવાલ દ્વારા આપની ગુજરાત ઓફિસને તાળુ મારવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી રાજકારણમાં ઘણી ઉથલપાથલ જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટીના બે કદાવર નેતા દ્વારા પાર્ટી માંથી રાજીનામું આપવામાં આવ્યુ છે. ત્યારબાદ એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં અરવિંદ કેજરીવાલ એક દરવાજાને તાળુ મારતા જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અરવિંદ કેજરીવાલ દ્વારા ગુજરાત આમ આદમી પાર્ટીની ઓફિસને તાળુ મારવામાં આવ્યુ.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો ગુજરાત આમ આદમી પાર્ટીની ઓફિસનો નહિં પરંતુ દિલ્હીની આરટીઓ ઓફિસને અવિંદ કેજરીવાલ દ્વારા તાળુ મારવામાં આવ્યુ તેનો ફોટો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Rohit R Rupapara નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 જાન્યુઆરી 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અરવિંદ કેજરીવાલ દ્વારા ગુજરાત આમ આદમી પાર્ટીની ઓફિસને તાળુ મારવામાં આવ્યુ.”

Facebook | Fb post Archive | Facebook | Facebook | Facebook

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને અરવિંદ કેજરીવાલના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર આ ફોટો પ્રાપ્ત થયો હતો. જે 11 ઓગસ્ટ 2021ના અપલોડ કરવામાં આવ્યો હતો અને માહિતી આપવામાં આવી હતી કે, “વાહનવ્યવહાર વિભાગની આ ઓફિસને તાળું મારીને તેની ફેસલેસ સેવાઓ શરૂ કરી છે. હવે તમારે RTO ઓફિસમાં જવાની અને ત્યાં લાઈનોમાં ઉભા રહેવાની જરૂર નથી. લર્નિંગ લાયસન્સથી લઈને વાહન રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ બનાવવા સુધી, હવે તમે ઘરે બેઠા જ ટ્રાન્સપોર્ટ વિભાગના તમામ કામ ઓનલાઈન કરી શકશો.

આ સમાચારને જૂદા-જૂદા મિડિયા હાઉસ (ઈન્ડિયન એક્પ્રેસ, ટાઈમ્સ ઓફ ઈન્ડિયા)  દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો ગુજરાત આમ આદમી પાર્ટીની ઓફિસનો નહિં પરંતુ દિલ્હીની આરટીઓ ઓફિસને અવિંદ કેજરીવાલ દ્વારા તાળુ મારવામાં આવ્યુ તેનો ફોટો છે.

Avatar

Title:શું ખરેખર અરવિંદ કેજરીવાલ દ્વારા આપની ગુજરાત ઓફિસને તાળુ મારવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: False