શું ખરેખર પીરાણા ગામમાં મુસ્લિમો પર RSSના કાર્યકર્તાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

રાજકીય I Political રાષ્ટ્રીય I National

અમદાવાદ પાસેના પીરાણા ગામમાં મંદિર અને મસ્જિદ મામલે વાતાવરણ તંગ બન્યુ હતું. પીરાણા ગામમાં હઝરત પીર દરગાહ અને તેની બાજુમાં એક મંદિર આવેલું છે, અહીંયા મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર અને દરગાહ વચ્ચે દિવાલ બનવવા મુદ્દે મુસ્લિમ સમુદાયના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. જો કે મંદિર ટ્રસ્ટ દ્વારા કલેકટર મંજૂરી સાથે આ દિવાલ ચણવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. 

આ પૃષ્ઠભૂમિ વચ્ચે એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ વિડિયોને જોઈ માહિતી આપતો જણાવવામાં આવી રહ્યો છે કે, પીરાણા ગામમાં મુસ્લિમો પર આરએસએસના કાર્યકર્તાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો જેને લઈ ગામ લોકો હિજરત કરી રહ્યા છે. 

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. લોકોમાં ભ્રામક્તા ફેલાવવા માટે આ વિડિયો શેર કરવામાં આવી રહ્યો છે. પીરાણા ગામ માંથી કોઈપણ લોકો દ્વારા હિજરત કરવામાં આવી નથી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

V. K. Bharwad નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 જાન્યુઆરી 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પીરાણા ગામમાં મુસ્લિમો પર આરએસએસના કાર્યકર્તાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો જેને લઈ ગામ લોકો હિજરત કરી રહ્યા છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઈન્ડિયન એક્સપ્રેસનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. 

જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના પીરાણા ગામના લોકો ઈમામશાહ બાવા સંસ્થાના પરિસરમાં દિવાલ બનાવવાના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. અસલાલી પોલીસે આ ઘટનામાં 133 વિરોધીઓની અટકાયત કરી હતી. તેમજ દસ્ક્રોઇ એડિસનલ ડિસ્ટ્રિક મેજિસ્ટ્રેટ કે.બી. પટેલના જણાવ્યા અનુસાર જિલ્લા કલેક્ટરની પરવાનગીથી દિવાલ સાથે વાયરવાળી વાડ બદલવાનું એક સરળ કામ ચાલી રહ્યું હતું, જ્યાં ત્રણ ટ્રસ્ટીઓએ દિવાલ બનાવવાનો વિરોધ કર્યો હતો.” 

Indian Express 

તેમજ વધુ સર્ચ કરતા અમને ઈન્ડિયાટીવાન્યુઝના પત્રકાર નિર્ણય કુમાર દ્વારા તેમના ઓફિશિયલ ટ્વિટર પરથી ટ્વિટ કરી એક વિડિયો શેર કરવામાં આવ્યો હતો. જેમાં વાયરલ વિડિયોમાં જે વ્યક્તિ જોવા મળે છે તે વ્યક્તિ દેખાય છે. આ ટ્વિટ સાથે માહિતી આપવામાં આવી હતી કે, “વિડિયોમાં નાસિર શૈખ નામનો યુવક પીરાણા ગામના લોકો હિઝરત કરી રહ્યા અંગે ખોટી અફવા ફેલાઈ હોવાની સ્પષ્ટતા કરતો જોવા મળે છે, તેમજ તેમના દ્વારા આગાઉ હિઝરત અંગે કરવામાં આવેલ વાત પર માફી માંગવામાં આવી હતી.” 

મસ્જિદની દિવાલના વિવાદ અંગે સત્ય માહિતી જાણવા માટે અમે પીરાણા દરગાહનો સંપર્ક સાધ્યો હતો. તેમણે જણાવ્યુ હતુ કે, “સોશિયલ મિડિયામાં વાયરલ થયેલા વિડિયોમાં કહેવામાં આવેલી હિઝરતની વાત તદ્દન ભ્રામક છે. ગામ લોકો કલેકટર ઓફિસ સુધી આવેદન આપવા નિકળ્યા હતા, પરંતુ આ મામલે પોલીસ વિભાગ દ્વારા રસ્તા માંથી કુલ 133થી વધુ લોકોની અટકાય કરી હતી.

તેમજ પીરાણા દરગાહના સોશિયલ મિડિયા એકાઉન્ટ પર એક પ્રેસ રિલિઝ જાહેર કરવામાં આવી હતી. જેમાં પીરાણા ગામમાં બનેલા ઘટના પાછળ RSSનો કોઈપણ હાથ નથી. તેમજ હિઝરત કરવાની ઘટના એક આંદોલનનો ભાગ હતી, ખરેખર કોઈપણ ગામ છોડી ચાલ્યા ગયા નથી. 

તેમજ અમે અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે પીરાણા પોલીસનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “પીરાણા ગામમાં કોઈ પણ લોકો દ્વારા હિજરત કરવામાં આવી નથી. લોકોમાં ભ્રામક્તા ફેલાવવા માટે હિજરતની વાત ફેલાવવામાં આવી હતી. લોકોએ આ પ્રકારની ભ્રામક વાતોથી દૂર રહેવા વિંનતી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. લોકોમાં ભ્રામક્તા ફેલાવવા માટે આ વિડિયો શેર કરવામાં આવી રહ્યો છે. પીરાણા ગામ માંથી કોઈપણ લોકો દ્વારા હિજરત કરવામાં આવી નથી.

Avatar

Title:શું ખરેખર પીરાણા ગામમાં મુસ્લિમો પર RSSના કાર્યકર્તાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો…?

Fact Check By: Yogesh Karia 

Result: False