ઝારખંડના વિડિયોને યુપી ચૂંટણી સાથે જોડી ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

આગામી 3 દિવસમાં ઉત્તરપ્રદેશમાં આગામી સરકાર માટે મતદાન શરૂ થવાનું છે. છેલ્લા કેટલાક દિવસોમાં અમે જાહેર આક્રોશના કથિત વિડિયો અને ચિત્રો શેર કરીને સત્તાધારી ભાજપને નિશાન બનાવતી ઘણી પોસ્ટ જોઈ હતી. 

દરમિયાન આવો જ દાવો કરતો એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 26 સેકન્ડના આ વિડિયોમાં ગુસ્સે ભરેલું ટોળું એક વાહનનો પીછો કરીને હુમલો કરી રહ્યું છે. આ વિડિયો દ્વારા સોશિયલ મિડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે “યુપી ચૂંટણીમાં ભાજપાના નેતા પ્રચાર કરવા ગયા ત્યારે લોકો દ્વારા તેમને દોડાવીને મારમારવામાં આવ્યો.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ વિડિયો બોકારોમાં પ્રદર્શનકારીઓ દ્વારા ઝારખંડ બીજેપીના પૂર્વ અધ્યક્ષ રવિન્દ્ર રાય પર હુમલાનો છે હાલની યુપી ચૂંટણી સાથે આ ઘટના સાથે કોઈ સંબંધ નથી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Anand Parmar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 04 ફેબ્રુઆરી 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “યુપી ચૂંટણીમાં ભાજપાના નેતા પ્રચાર કરવા ગયા ત્યારે લોકો દ્વારા તેમને દોડાવીને મારમારવામાં આવ્યો.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને આ વિડિયો પ્રાપ્ત થયો હતો. જે રાજ્યસભાના સાંસદ અને ઝારખંડ બીજેપી અધ્યક્ષ દિપક પ્રકાશ દ્વારા ફેસબુક પર શેર કર્યો હતો.

પોસ્ટના શીર્ષકમાં લખ્યું છે કે “ધનબાદમાં ભાજપના પૂર્વ ઝારખંડ પ્રદેશ અધ્યક્ષ રવિન્દ્ર રાય પર હુમલોએ લોકશાહી પર હુમલો છે, જેની જેટલી નિંદા કરવામાં આવે તેટલી ઓછી છે. રાજ્યમાં મહાગઠબંધનની સરકાર બની ત્યારથી ગુનેગારો અને અસામાજિક તત્વોનું મનોબળ આસમાને છે. પરિણામે ખૂણે ખૂણે ગુનાહિત ઘટનાઓ બની રહી છે.

આ વિડિયોને 22 Scope નામની યુટ્યુબ ચેનલ દ્વારા પણ અપલોડ કરવામાં આવ્યો છે. આ વિડિયોના કેપ્શનમાં લખ્યું છે કે “ભાજપના પૂર્વ સાંસદ રવિન્દ્ર રાય પર હુમલો કરવામાં આવ્યો, આ દરમિયાન ડ્રાઈવરે વાહનને જોખમમાંથી બહાર કાઢ્યુ.

સમાચાર અહેવાલો અનુસાર, ઝારખંડ સ્ટાફ સિલેકશન કમિશન (JSSC) પરીક્ષાઓમાં ભોજપુરી અને મગહીના સમાવેશને લઈને રાજ્યમાં વિરોધ થઈ રહ્યો છે. ધનબાદ કિસાન મોરચાની કાર્યકારી સમિતિમાં સામેલ થવા બદલ રાજગંજર બીજેપીના પૂર્વ સાંસદ રવિન્દ્ર રાયના વાહન પર હુમલો કરવામાં આવ્યો હતો. રવિન્દ્ર રાય

રવીન્દ્ર રાય ઝારખંડના કોડરમાના ભૂતપૂર્વ સાંસદ છે. થોડા દિવસો પહેલા તેઓએ બોકારોના ચાસમુફસેલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિઓ વિરૂદ્ધ હુમલા બદલ FIR નોંધાવી હતી.

અહેવાલ મુજબ, રાજ્યની નવી બનાવેલી ભરતી નિતિની પ્રાદેશિક ભાષાની સૂચિ માંથી ભોજપુરી અને મગહીને બાકાત રાખવાનો વિરોધ કરી રહેલા વિરોધીઓ દ્વારા ઝારખંડના બોકારોમાં તેલમાચો પુલ નજીક રવિન્દ્ર રાયના વાહન પર હુમલો કરવામાં આવ્યો હતો.

ફેક્ટ ક્રેસેન્ડોએ ચાસ મફસેલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો, જેમણે અમને પુષ્ટિ આપી કે આ ઘટના તાજેતરમાં બની હતી. જ્યાં બોકારોમાં તેલ માચો પુલ પાસે ભાજપના પૂર્વ સાંસદ રવિન્દ્ર રાય પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ તેણે ફરિયાદ નોંધાવી છે.

આ વિડિયો રવિન્દ્ર રાયે પોતાની ફેસબુક પ્રોફાઈલ પરથી અપલોડ કર્યો હતો. જેના કેપ્શનમાં લખ્યું છે કે, “હું આ વિડિયો તેમના માટે શેર કરી રહ્યો છું જેઓ કહી રહ્યા છે કે હું આંદોલનને બદનામ કરી રહ્યો છું, જો આજે ડ્રાઈવરે સમજણ ન બતાવી હોત, તો મને ખબર નથી કે હું તમને બધાને મળી શક્યો હોત કે નહીં.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વિડિયો બોકારોમાં પ્રદર્શનકારીઓ દ્વારા ઝારખંડ બીજેપીના પૂર્વ અધ્યક્ષ રવિન્દ્ર રાય પર હુમલાનો છે હાલની યુપી ચૂંટણી સાથે આ ઘટના સાથે કોઈ સંબંધ નથી.

Avatar

Title:ઝારખંડના વિડિયોને યુપી ચૂંટણી સાથે જોડી ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો…

Fact Check By: Yogesh Karia 

Result: False