તાજેતરમાં સોશિયલ મીડિયા પર ‘ટીપ ટીપ બરસા પાની’ ગીત પર ડાન્સ કરી રહેલા એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાકિસ્તાની સાંસદ આમીર લિયાકત હુસૈને ‘ટીપ ટીપ બરસા પાની’ ગીત પર ડાન્સ કર્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ડાન્સ કરતી બાળકીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ પાકિસ્તાની સાંસદ આમીર લિયાકત હુસૈનનો નહીં પરંતુ પાકિસ્તાની કોરિયોગ્રાફર શોએબ શકૂરનો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Weu Network નામના ફેસબુક પેજ દ્વારા 6 જાન્યુઆરી, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, VIDEO : 'ટીપ ટીપ બરસા પાની' ગીત પર પાકિસ્તાની સાંસદે કર્યો અદભૂત ડાન્સ, રવિના ટંડન પણ ઝાંખી પડી જાય. પોસ્ટમાં મૂકવામાં આવેલા અહેવાલના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાકિસ્તાની સાંસદ આમીર લિયાકત હુસૈને ‘ટીપ ટીપ બરસા પાની’ ગીત પર ડાન્સ કર્યો તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને ફેસબુક પર પણ અન્ય કેટલાક યુઝર્સ દ્વારા પણ આજ માહિતી સાથે વીડિયો અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. Facebook Post 1 | Facebook Post 2

ત્યાર બાદ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો Shoaib Shakoor નામના યુવકે તેના ઈન્સ્ટાગ્રામ પર 4 જાન્યુઆરી, 2022 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ પેજ પરના અન્ય વીડિયો અને માહિતી પરથી અમને એ જાણવા મળ્યું હતું કે, આ વીડિયો શોએબ શકૂરનો જ છે જે એક પાકિસ્તાની કોરિયોગ્રાફર છે. તેના કેટલાક અન્ય વીડિયો પણ તમે ઈન્સ્ટાગ્રામ પર જોઈ શકો છો.

ત્યાર બાદ અમે જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને આજ વીડિયો HS Studio by Bilal Saeed નામના એક ફેસબુક પેજ પર પણ 3 જાન્યુઆરી, 2022 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. આ વીડિયો વિશેની માહિતી પરથી પણ અમને એજ જાણવા મળ્યું હતું કે, વીડિયોમાં જે યુવક ડાન્સ કરી રહ્યો છે એ શોએબ શકૂર છે.

આ પેજ પર કેટલાક અન્ય વીડિયોમાં પણ તમે શોએબ શકૂરને જોઈ શકો છો.

અમારી વધુ તપાસમાં અમને Scoopwhoop નામના ઈન્સ્ટાગ્રામ પેજ પર પણ આ વીડિયો 6 જાન્યુઆરી, 2022 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં પણ ડાન્સ કરી રહેલો યુવક પાકિસ્તાની કોરિયોગ્રાફર શોએબ શકૂર હોવાનું જણાવવામાં આવ્યું છે.

નીચે તમે પાકિસ્તાની કોરિયોગ્રાફર શોએબ શકૂર અને પાકિસ્તાની સાંસદ આમીર લિયાકત હુસૈનના ફોટો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ડાન્સ કરતી બાળકીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ પાકિસ્તાની સાંસદ આમીર લિયાકત હુસૈનનો નહીં પરંતુ પાકિસ્તાની કોરિયોગ્રાફર શોએબ શકૂરનો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:પાકિસ્તાની સાંસદ આમીર લિયાકત હુસૈને ‘ટીપ ટીપ બરસા પાની” ગીત પર ડાન્સ કર્યો...

Fact Check By: Vikas Vyas

Result: False