એક પરિવાર એક નોકરી યોજનાના નામે ફેક મેસેજ વાયરલ થઈ રહ્યો…જાણો શું છે સત્ય…

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

હાલમાં લોકો સરકારી નોકરી મેળવવા માટે ઘણી મહેનત કરતા હોય છે. અને તેના માટે આયોજીત સ્પર્ધાતમક કસોટીની પણ તૈયારી કરતા હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલથઈ રહ્યો છે. જે મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સરકાર દ્વારા એક પરિવાર એક નોકરી યોજના શરૂ કરવામાં આવી છે જે 1 જાન્યુઆરી થઈ આખા ગુજરાતમાં લાગુ થશે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારે કોઈ યોજના લોંચ કરવામાં જ નથી. નવેમ્બર 2018માં સીક્કિમ રાજ્ય સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી હતી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સરકારી યોજના શેયર કરો. નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 06 જાન્યુઆરી 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સરકાર દ્વારા એક પરિવાર એક નોકરી યોજના શરૂ કરવામાં આવી છે જે 1 જાન્યુઆરી થઈ આખા ગુજરાતમાં લાગુ થશે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને PMMODIYOJANA.IN વેબસાઈટનો એક આર્ટીકલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, આ પ્રકારની યોજના કેન્દ્ર સરકાર કે પ્રધાનમંત્રી દ્વારા લોન્ચ કરવામાં નથી આવી. 

PMMODIYOJANA.IN | ARCHIVE 

ત્યારબાદ ગૂગલ પર સર્ચ કરતા અમને અમર ઉજાલાનો નવેમ્બર 2018નો એક અહેવાલ પ્રા પ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “સિક્કિમ રાજ્ય સરકાર દ્વારા એક પરિવાર એક નોકરી યોજના લોંચ કરવામાં આવી હતી, જે યોજના અંતર્ગત 1 વર્ષમાં 17 યુવાનોને નોકરી મળશે.”

AMARUJALA | ARCHIVE

તેમજ પીઆઈબી દ્વારા પણ તારીખ 6 માર્ચ 2020ના તેમના ઓફિશીયલ એકાઉન્ટ પરથી આ વાતનું ખંડન કરવામાં આવ્યુ હતુ અને જણાવવામાં આવ્યુ હતુ કે, કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રકારે કોઈ યોજના લોંચ કરવામાં નથી આવી. 

ARCHIVE 

તો પણ અમે અમારી પડતાલને વધુ મજબૂત કરવા માટે ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમારનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારે કોઈ યોજના રાજ્ય સરકાર દ્વારા અમલી કરવામાં આવી નથી, લોકોમાં ભ્રામક્તા ફેલાવવા માટે આ મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યો છે. સરકારી નોકરી માટેની એક ચોક્કસ પ્રક્રિયા હોય છે. જે મુજબ જ ભરતી કરવામાં આવતી હોય છે.”

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારે કોઈ યોજના લોંચ કરવામાં જ નથી. નવેમ્બર 2018માં સીક્કિમ રાજ્ય સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી હતી.

Avatar

Title:એક પરિવાર એક નોકરી યોજનાના નામે ફેક મેસેજ વાયરલ થઈ રહ્યો…

Fact Check By: Yogesh Karia 

Result: False

Leave a Reply