વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વર્ષ 2019 નો જૂનો ફોટો ભ્રામક માહિતી સાથે વાયરલ... જાણો શું છે સત્ય....
તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓમિક્રોન વાયરસના સંક્રમણ સામે લડવા માટે જાગૃતિ રેલી નીકાળી તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2019 માં જ્યારે લોકસભા ચૂંટણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં નોમિનેશન પહેલાં 25 એપ્રિલે રોડ શો કર્યો હતો એ સમયનો છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ભ્રામક માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Parag N. Vaja નામના ફેસબુક યુઝર દ્વારા 24 ડિસેમ્બર, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, મોદીજી ઓમિક્રોન સામે લડવા માટે જાગૃતિ રેલી કાઢી રહ્યા છે.. પોસ્ટમાં મૂકવામાં આવેલા લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓમિક્રોન વાયરસના સંક્રમણ સામે લડવા માટે જાગૃતિ રેલી નીકાળી તેનો આ ફોટો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથેના સમાચાર news18.com દ્વારા 26 એપ્રિલ, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ સમાચારમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, “લોકસભા ચૂંટણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વારાણસીમાં નોમિનેશન પહેલાં 25 એપ્રિલે રોડ શો.”
અમારી વધુ તપાસમાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથેના સમાચાર અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે અહીં જોઈ શકો છો. scroll.in | indiatvnews.com
અમારી વધુ તપાસમાં અમને પીઆઈબીના 24 માર્ચ, 2020 ના એક અહેવાલ પરથી એ જાણવા મળ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોરોનાના સંક્રમણને રોકવા માટે આજે મધ્યરાત્રિથી 21 દિવસનું સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ રોડ શોને તમે ભારતીય જનતા પાર્ટીના સત્તાવાર યુટ્યુબ પર પણ જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2019 માં જ્યારે લોકસભા ચૂંટણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં નોમિનેશન પહેલાં 25 એપ્રિલે રોડ શો કર્યો હતો એ સમયનો છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી.
Title:વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વર્ષ 2019 નો જૂનો ફોટો ભ્રામક માહિતી સાથે વાયરલ...
Fact Check By: Vikas VyasResult: False