શું ખરેખર પંજાબ પોલીસ દ્વારા ભાજપાના કાર્યકરોને મારમારવામાં આવ્યો તેનો વિડિયો છે…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં એક વ્યક્તિને પોલીસ અધિકારીઓ માર મારી રહ્યા હોવાનું જોઈ શકાય છે. પંજાબની પીએમ મુલાકાત લઈને આ વિડિયો શેર કરવામાં આવી રહ્યો છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પંજાબ પોલીસ દ્વારા ભાજપા કાર્યકરની પિટાઈ કરવામાં આવી તેનો વિડિયો છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં ભાજપાના નેતા નહિં પરંતુ પૂર્વ મંત્રી અને સપા નેતા રાજા ચતુર્વેદી છે. જૂની ઘટનાના વિડિયોને હાલની પંજાબની ઘટના સાથે જોડી ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Ak Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 07 જાન્યુઆરી 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પંજાબ પોલીસ દ્વારા ભાજપા કાર્યકરની પિટાઈ કરવામાં આવી તેનો વિડિયો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને પંજાબ કેસરી ટીવી દ્વારા 13મી નવેમ્બર 2016ના રોજ પ્રસારિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. આ વિડિયો સાથે આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “વિડિયોમાં જે વ્યક્તિની સાથે મારપીટ થઈ રહી છે તે સમાજવાદી પાર્ટીના નેતા છે અને પોલીસ તેને લાકડીઓ વડે માર મારી રહી છે.” 

આ વિડિયોમાં આપવામાં આવેલી માહિતી પરથી અમને ખબર પડી કે આ ઘટના હાલની નથી પરંતુ જૂની છે.

આ પછી અમે ફેસબુક પર કીવર્ડ સર્ચ કરતા અમને અભય ગૌરવ વાજપેયી નામના યુઝર દ્વારા આવો જ વિડિયો શેર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતુ. તેમાં આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે, “સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહેલો આ વિડિયો ખોટા દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયો પૂર્વ મંત્રી અને સપા નેતા રાજા ચતુર્વેદીનો છે. જૂની ઘટના હાલની હોવાનું જણાવી વાયરલ કરવામાં રહ્યો છે.” 

Archive

આ માહિતીને ધ્યાનમાં રાખીને ફેક્ટ ક્રેસેન્ડો દ્વારા સપાના નેતા રાજા ચતુર્વેદીના નાના ભાઈ ભોલા ચતુર્વેદીનો સંપર્ક કર્યો હતો અને આ વિડિયો વિશે જાણવાનો પ્રયાસ કર્યો. તેણે અમને કહ્યું કે, “વાઈરલ વિડિયોમાં જે વ્યક્તિને માર મારવામાં આવી રહ્યો છે તે મારા મોટા ભાઈ રાજા ચતુર્વેદીજી છે. આ ઘટના 21 ફેબ્રુઆરી 2011ના રોજ રાત્રે 12 વાગ્યાની આસપાસ બની હતી. તે દિવસે ઉત્તર પ્રદેશ વિધાનસભામાં બજેટ સત્રનો છેલ્લો દિવસ હતો. ત્યારે બસપાની સરકાર હતી અને મંત્રી વિધાનસભાની સામે બિલનો વિરોધ કરી રહ્યા હતા. આ વિડિયો સાથે જે દાવો વાઈરલ થઈ રહ્યો છે તે તદ્દન ખોટો છે.

આ સાથે, તેમણે અમને આ વિડિયોના વિસ્તૃત સંસ્કરણની લિંક પણ પ્રદાન કરી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં ભાજપાના નેતા નહિં પરંતુ પૂર્વ મંત્રી અને સપા નેતા રાજા ચતુર્વેદી છે. જૂની ઘટનાના વિડિયોને હાલની પંજાબની ઘટના સાથે જોડી ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યી છે.

Avatar

Title:શું ખરેખર પંજાબ પોલીસ દ્વારા ભાજપાના કાર્યકરોને મારમારવામાં આવ્યો તેનો વિડિયો છે…?

Fact Check By: Yogesh Karia 

Result: False