એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને હરાવતાં પાકિસ્તાનમાં ટીવી ફોડવામાં આવ્યા… જાણો શુ છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પાકિસ્તાનમાં લોકો દ્વારા ટીવી ફોડ્યા હોવાના બે ફોટો વાયરલ થઈ રહ્યા છે. જેની સાથે લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હાલમાં ચાલી રહેલા એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને હરાવતાં પાકિસ્તાનમાં લોકો દ્વારા ટીવી ફોડવામાં આવ્યા તેના આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત […]

Continue Reading

દુબઈના શેખની ઉજવણીનો જુનો વિડિયો ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય…

ભારતની પાકિસ્તાન સામેની જીત બાદ દુબઈના શેખ દ્વારા ઉજવણી કરવામાં આવી હોવાની વાત તદ્દન ખોટી છે. આ ઉજવણીનો વિડિયો જુનો છે. વર્ષ 2020માં અમીર કપનો ફાઇનલ મેચ રમાયો હતો ત્યારનો છે. ભારત ટીમની એશિયા કપ 2022માં પાકિસ્તાન સામ ખૂબ સાનદાર વિજય થયો હતો. આ મેચમાં છેલ્લા બોલ પર હાર્દિક પંડયા દ્વારા છક્કો મારવામાં આવ્યો  હતો. […]

Continue Reading

થાઈલેન્ડમાં તૂટેલા રસ્તાની તસવીર ભારતની બોલીને વાયરલ થઈ રહી છે. જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો તૂટેલો રસ્તો ભારતનો નહીં પણ થાઈલેન્ડનો જૂનો ફોટો છે. સમગ્ર દેશભરમાં જૂલાઈ મહિનામાં ભારે વરસાદ પડયો હતો. જેના કારણે ઘણી જગ્યાએ રસ્તાઓ તૂટી ગયા છે, પૂલ તૂટી ગયા છે અને તેની તસવીર ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. આ દરમિયાન સોશિયલ મિડિયા પર તૂટેલા રસ્તાની તસવીર ખૂબ જ ઝડપથી શેર […]

Continue Reading

રેણુકા ઠાકુર ગુજરાતની નહિં પરંતુ હિમાચલની રહેવાસી છે અને તેણે એક ઓવરમાં ચાર વિકેટ નથી લીધી…

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી રેણુકાનું નામ રેણુકા ઠાકુર છે. રેણુકા ઠાકોર નહિં. તેમજ ઓસ્ટ્રેલિયા સામેની ટી20 મેચમાં એક જ ઓવરમાં ચાર વિકેટ ન હતી લીધી. પરંતુ ચાર ઓવરમાં 4 વિકેટ લીધી હતી. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ દ્વારા કોમનવેલ્થ ગેમના પહેલા મેચની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જેમાં ભારતીય બોલર રેણુકા ઠાકુરનુ […]

Continue Reading

સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘના વિડિયોને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયામાં એક વિડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ અને સોનિયા ગાંધીને જોઈ શકાય છે. જેમાં કોઈ વ્યક્તિની મુલાકાતનો વિડિયો છે. જેમાં મુખ્ય ખુરશી બેસતા બેસતા સોનિયા ગાંધી પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘને સાઈડ ચેર પર બેસવાનું કહી રહ્યા છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading

Fact Check: દાંડિયારાસ રમતાનો આ વિડિયો મોરારજી દેસાઈનો છે…? જાણો શું છે સત્ય….

બ્લેક એન્ડ વ્હાઈટમાં દાંડિયા રાસ રમતા વૃધ્ધોનો એક વિડિયો સોશિયલ મિડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભારતના પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ ઈ.સ.1962માં ગરબા રમતા હતા ત્યારનો વિડિયો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, ગરબા રમવાનો આ વિડિયો મોરારજી […]

Continue Reading

શું ખરેખર આ દિવાળી પર ભારત-પાકિસ્તાન સરહદ પર બંને દેશો વચ્ચે મિઠાઈની આપ-લે કરવામાં આવી તેનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારત અને પાકિસ્તાનના સૈનિકો વચ્ચે મિઠાઈની આપ-લે થતી હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં દિવાળી પર્વ પર ભારત-પાકિસ્તાન સરહદ પર સૈનિકો દ્વારા બંને દેશો વચ્ચે મિઠાઈની આપ-લે કરવામાં આવી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

શું ખરેખર ભારત 100 કરોડ વેક્સીન આપનારો દુનિયાનો સૌપ્રથમ દેશ બન્યો…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોરોના વેક્સીનને લગતી એક માહિતી વાયરલ થઈ રહી છે. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દુનિયામાં 100 કરોડ કોરોના વેક્સીન આપનારો ભારત સૌપ્રથમ દેશ બની ગયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, ભારત પહેલાં ચીન દ્વારા 100 […]

Continue Reading

શું ખરેખર ભારતીય મહિલા ટીમ દ્વારા પાકિસ્તાન ટીમને હાલમાં ફૂટબોલ મેચમાં 18-0થી હરાવવામાં આવી…? જાણો શું છે સત્ય….

ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચમાં ભારતની હારથી કરોડો લોકો નિરાશ થયા હતા. ત્યારે આ વચ્ચે એક મેસેજ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં બે મહિલા ફૂટબોલ ખેલાડીઓ જોવા મળી રહી છે. આ ફોટો શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભારતીય મહિલા ફૂટબોલ ટીમ દ્વારા હાલમાં પાકિસ્તાનની ટીમને 18-0થી હરાવવામાં આવી.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

શું ખરેખર જય શાહ દ્વારા પાકિસ્તાન સામેની ભારતની હારની ખુશી મનાવવામાં આવી…? જાણો શું છે સત્ય….

વર્ષ 2021ના ક્રિકેટ વર્લ્ડ કપમાં સૌથી મોટો મુકાબલો 24 ઓક્ટોબરના દુબઈમાં રમાયો હતો. ભારત-પાકિસ્તાન વચ્ચેના હાઈવોલટેજ મેચમાં દુનિયાભરમાંથી લોકો મેચ જોવા આવ્યા હતા. આ મેચમાં અભિનેતા અક્ષય કુમાર, પ્રિતિ ઝિંટા તેમજ બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ પણ મેચ જોવા પહોચયા હતા. જો કે, આ મેચમાં ભારતની કારમી હાર થઈ હતી અને ભારતના દર્શકો નિરાશ થયા હતા. […]

Continue Reading

Fake News! ચીને પાકિસ્તાનના ઈશારે ભારતને ઝેરી ફટાકડા મોકલ્યા તે સંદેશ ખોટો છે….

જેમ જેમ દિવાળી નજીક આવી રહી છે તેમ તેમ ફટાકડા વિશે મેસેજ સોશિયલ મિડિયામાં આવવા લાગ્યા છે. આવા જ વાયરલ સંદેશમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ચીને પાકિસ્તાનના કહેવા પર ભારતમાં ફટાકડા મોકલ્યા હતા. જેમાં ઝેરી વાયુઓ હતા જે અસ્થમા અને આંખના રોગોનું કારણ બની શકે છે.” ફેક્ટ […]

Continue Reading

શું ખરેખર હાલમાં અગ્નિ-5 મિસાઈલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યુ તેનો ફોટો છે…? જાણો શું છે સત્ય…

હાલમાં એક ફોટો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં એક મિસાઈલ જોવા મળે છે. તેમજ એક પુજારી જમીન પર બેસી અને પૂજા કરી રહ્યા છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અગ્નિ-5 મિસાઈલનું હાલમાં ટેસ્ટિંગ કરવામાં આવી તેનો ફોટો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

શું ખરેખર દિલ્હીમાં પાંચ દેશની ખાનગી એજન્સીની મિટિંગનું આયોજન થયુ છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક ફોટો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોમાં વિડિયોમાં જોવામળે છે કે, જૂદા-જૂદા અધિકારીઓની મિટિંગ ચાલી રહી છે. તેમજ અમુક વિદેશી મહેમાનો પણ આ મિટિંગમાં જોવા મળે છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ બેઠકમાં ભારતની ખુફિયા એજન્સી RAW, ઇઝરાયેલની મોસાદ, અમેરિકાની CIA, રશિયાની […]

Continue Reading

શું ખરેખર તાલિબાનોના લીડર દ્વારા ભાજપ અને આરએસએસને તાકાતવાર ગણાવવામાં આવ્યા તેનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દાઢીવાળા એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વીડિયોમાં જે વ્યક્તિ બોલી રહ્યો છે એ તાલિબાનનો લીડર છે અને તે ભાજપ અને આરએસએસ તાકાતવાર હોવાનું જણાવી રહ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

ચીનના ઇલેક્ટ્રીક કારમાં લાગેલી આગના વિડિયોને ભારતનો ગણાવવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય….

ભારતમાં ઇલેક્ટ્રીક વાહનોને લઈ સરકાર દ્વારા પુરતો જોર આપવામાં આવી રહ્યો છે અને વાહનોની ખરિદી પર સબસીડી પણ બહાર પાડવામાં આવી છે. આ વચ્ચે એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઇલેક્ટ્રીક ચાર્જીગ સ્ટેશન પરા ચાર્જ થઈ રહેલી એક કારમાં અચાનક આગ લાગતા આસપાસના અન્ય વાહનોમાં પણ આગ લાગી હોવાના સીસીટીવી જોઈ શકાય […]

Continue Reading

શું પાકિસ્તાનના કહેવાથી ભારતે મોહમ્મદ રફીના ગીત પર પ્રતિબંધ મૂક્યો હતો…? જાણો શું છે સત્ય….

પ્રખ્યાત ગાયક મોહમ્મદ રફી દ્વારા ગવાયેલું એક ગીત સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યું છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, “પાકિસ્તાનના કહેવા પર કાશ્મીર વિશેના ગીત પર ભારત દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, મોહમ્મદ રફી દ્વારા ગવાયેલ ‘કાશ્મીર ના દેંગ’ ગીત પર ભારત […]

Continue Reading

શું ખરેખર ટોક્યો ઓલમ્પિકમાં પ્રિયા મલિકાએ ગોલ્ડ મેડલ જીત્યો છે…? જાણો શું છે સત્ય….

24મી જુલાઈ 2021ના મીરાબાઈ ચાનુએ ટોક્યો ઓલમ્પિક્સમાં ભારતનો પહેલો સિલ્વર મેડલ જીત્યો હતો. તેમણે ક્લિન એન્ડ જર્કમાં સફળતાપૂર્વક 115 કિલો વજન ઉંચકીને સિલ્વર મેડલ મેળવ્યો. ટોક્યો ઓલમ્પિક્સમાં મીરાબાઈ ચાનુની સિદ્ધિની ઉજવણી આખો દેશ કરી રહ્યો છે, ત્યારે એક પોસ્ટ સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મિડિયા પર વાયરલ થયેલી પોસ્ટ દાવો કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર સોનિયા ગાંધીની પાછળ દેખાતા પુસ્તક પર એવું લખેલું છે કે, ‘ભારતને કઈ રીતે ખ્રિસ્તી દેશમાં પરિવર્તન કરવો’?…. જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ સોનિયા ગાંધીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ સોનિયા ગાંધીના એક ફોટામાં તેમની પાછળ રહેલી લાઈબ્રેરીના પુસ્તકોમાં એક પુસ્તક પર એવું લખેલું છે કે, “How to Convert India into Christian nation”. જેનો ગુજરાતી અર્થ એવો થાય […]

Continue Reading

શું ખરેખર સિંગાપુર યુનિવર્સિટિ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ભારત 18 જૂન પહેલા કોરોના મુક્ત થઈ જશે…? જાણો શું છે સત્ય….

ભારતમાં કોરોનાની બીજી લહેર થોડી ધીમી પડી છે અને સોશિયલ મિડિયામાં સાચા-ખોટા મેસેજ પણ વાયરલ થઈ રહ્યા છે. આ વચ્ચે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે, “સિંગાપુરની યુનિવર્સિટિ દ્વારા દાવો કરવામાં આવ્યો કે, 18 મી જૂન સુધીમાં ભારત સંપૂર્ણ કોરોના મુક્ત થઈ જશે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં […]

Continue Reading

શું ખરેખર સાઉથ આફ્રિકા સીરમ ઈન્સ્ટ્યુટને 10 લાખ વેક્સિનનો ડોઝ પરત આપશે….? જાણો શું છે સત્ય….

ઘણા સમયથી સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેને જૂદી-જૂદી સમાચાર એજનસીઓ દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સાઉથ આફ્રિકા દ્વારા સીરમ ઈન્સ્ટ્યુટને 10 લાખ વેક્સિનનો ડોઝ પરત મોકલી આપવામાં આવશે.”  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, સાઉથ આફ્રિકાના આરોગ્ય […]

Continue Reading

ચીન દ્વારા ભારતમાં અસ્થમા રોગ ફેલાવવા માટે ફટાકડામાં કાર્બન મોનોક્સાઈડ ગેસ ભરવામાં આવ્યો હોવાની ભ્રામક માહિતી વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગૃહ મંત્રાલયના વરિષ્ટ ઈન્વેષ્ટિગેશન ઓફિસર વિશ્વજીત મુખર્જીના નામે એવી માહિતી વાયરલ થઈ રહી છે કે, ચીન દ્વારા ભારતમાં અસ્થમા રોગ ફેલાવવા માટે ફટાકડામાં કાર્બન મોનોક્સાઈડ ગેસ ભરવામાં આવ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની માહિતીને સરકાર દ્વારા ખોટી ઠેરવવામાં આવી […]

Continue Reading