
24મી જુલાઈ 2021ના મીરાબાઈ ચાનુએ ટોક્યો ઓલમ્પિક્સમાં ભારતનો પહેલો સિલ્વર મેડલ જીત્યો હતો. તેમણે ક્લિન એન્ડ જર્કમાં સફળતાપૂર્વક 115 કિલો વજન ઉંચકીને સિલ્વર મેડલ મેળવ્યો. ટોક્યો ઓલમ્પિક્સમાં મીરાબાઈ ચાનુની સિદ્ધિની ઉજવણી આખો દેશ કરી રહ્યો છે, ત્યારે એક પોસ્ટ સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મિડિયા પર વાયરલ થયેલી પોસ્ટ દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભારતે કુસ્તીમાં ટોક્યો ઓલિમ્પિકમાં પ્રથમ ગોલ્ડ જીત્યો. પ્રિયા મલિકે આજે ટોક્યો ઓલમ્પિક્સમાં ગોલ્ડ જીત્યો.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પ્રિયા મલિકે હંગરીમાં વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેમણે ટોક્યો ઓલિમ્પિક 2020માં ભાગ લીધો નથી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Anjali Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 25 જૂલાઈ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ભારતે કુસ્તીમાં ટોક્યો ઓલિમ્પિકમાં પ્રથમ ગોલ્ડ જીત્યો. પ્રિયા મલિકે આજે ટોક્યો ઓલમ્પિક્સમાં ગોલ્ડ જીત્યો.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર શોધ કરતા અમને 25 જુલાઈ 2021ના રોજ પ્રકાશિત સમાચાર અહેવાલો પ્રાપ્ત થયો હતો. જે અહેવાલમાં જણાવ્યું હતુ કે “પ્રિયા મલિકે હંગરીમાં વર્લ્ડ કેડેટ રેસલિંગ ચેમ્પિયનશીપમાં ભારત માટે ગોલ્ડ મેળવ્યુ.” પ્રિયા મલિકે વર્લ્ડ કેડેટ રેસલિંગ ચેમ્પિયનશીપમાં મહિલાઓની 73 કિલો વજનની કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
પ્રિયા મલિકની વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપનો વિજય વેટલિફ્ટર મીરાબાઈ ચાનુએ ટોક્યો ઓલમ્પિક્સ 2020માં સિલ્વર જીત્યાના એક દિવસ પછી થયો છે.
ત્યારબાદ અમને જાણવા મળ્યું હતુ કે, My Gov Indiaના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી પ્રિયા મલિકને જીત વિશે ટ્વિટ કરીને અભિનંદન પાઠવ્યા હતા. 25 મી જુલાઈ 2021ના રોજ કરવામાં આવેલ ટ્વિટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે “દેશ માટે બીજો મહિમા! હંગરીના બુડાપેસ્ટમાં વર્લ્ડ કેડેટ રેસલિંગ ચેમ્પિયનશીપની 73 કિલો કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતવા માટે રેસલર પ્રિયમાલિકને અભિનંદન. આપણી તમામ નારીશક્તિને શુભેચ્છાઓ!”
પ્રસાર ભારતી ન્યૂઝ સર્વિસ દ્વારા પણ હંગરીના બુડાપેસ્ટમાં વર્લ્ડ કેડેટ રેસલિંગ ચેમ્પિયનશીપમાં કુસ્તીમાં પ્રિયા મલિકને ગોલ્ડ મેડલ જીતવાના સમાચાર પોસ્ટ કર્યા છે. તેઓએ ટ્વિટ કર્યું હતું કે “આજે હંગરીના બુડાપેસ્ટમાં વર્લ્ડ કેડેટ રેસલિંગ ચેમ્પિયનશીપની 73 કિલો કેટેગરીમાં પ્રિયા મલિકે ગોલ્ડ જીત્યો.”
આગળ અમેએ પણ શોધી કાઢયું કે, “ટોક્યો ઓલિમ્પિક્સ 2020માં ભારતે એક સિલ્વર પદક જીત્યો છે. ઓલમ્પિક્સ 2020માં ભારત 18મી રેન્કિંગમાં છે અને તેણીનું કુલ રેન્કિંગ 13માં છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉફરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પ્રિયા મલિકે હંગરીમાં વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેમણે ટોક્યો ઓલિમ્પિક 2020માં ભાગ લીધો નથી.

Title:શું ખરેખર ટોક્યો ઓલમ્પિકમાં પ્રિયા મલિકાએ ગોલ્ડ મેડલ જીત્યો છે…?
Fact Check By: Yogesh KariaResult: False
