
ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચમાં ભારતની હારથી કરોડો લોકો નિરાશ થયા હતા. ત્યારે આ વચ્ચે એક મેસેજ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં બે મહિલા ફૂટબોલ ખેલાડીઓ જોવા મળી રહી છે. આ ફોટો શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભારતીય મહિલા ફૂટબોલ ટીમ દ્વારા હાલમાં પાકિસ્તાનની ટીમને 18-0થી હરાવવામાં આવી.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી ખોટી છે. વર્ષ 2018માં અંડર-19 AFC મહિલા ચેમ્પિયનશિપમાં ભારતીય ફૂટબોલ ટીમ દ્વારા પાકિસ્તાનને 18-0થી હરાવવામાં આવી હતી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Jiten Davda નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 ઓક્ટોબર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ભારતીય મહિલા ફૂટબોલ ટીમ દ્વારા હાલમાં પાકિસ્તાનની ટીમને 18-0થી હરાવવામાં આવી.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. ઉપરોક્ત પરિણામ પરથી અમને ઈન્ડિયા ટુડેનો 2018નો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે અનુસાર, “AFC U-19 મહિલા ચેમ્પિયનશિપ ક્વોલિફાયર્સમાં ભારતે પાકિસ્તાનને 18-0થી હરાવ્યું.”
તેમજ ભારત-પાકિસ્તાન મહિલા ફૂટબોલ મેચની હાઈલાઈટ તમે નીચે જોઈ શકો છો. જેમાં 18 ગોલ જોઈ શકાય છે.
તેમજ ભારતીય ફૂટબોલ ટીમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી મેચની કેટલીક તસવીરો શેર કરવામાં આવી હતી. ટ્વીટના કેપ્શનમાં લખ્યું છે કે, “અંડર-19 AFC મહિલા ચેમ્પિયનશિપ ક્વોલિફાયરમાં પાકિસ્તાન સામે ભારતની 18-0થી જીતની કેટલીક શ્રેષ્ઠ તસવીરો અહીં છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી ખોટી છે. વર્ષ 2018માં અંડર-19 AFC મહિલા ચેમ્પિયનશિપમાં ભારતીય ફૂટબોલ ટીમ દ્વારા પાકિસ્તાનને 18-0થી હરાવવામાં આવી હતી.

Title:શું ખરેખર ભારતીય મહિલા ટીમ દ્વારા પાકિસ્તાન ટીમને હાલમાં ફૂટબોલ મેચમાં 18-0થી હરાવવામાં આવી…?
Fact Check By: Yogesh KariaResult:Partly False
