જેમ જેમ દિવાળી નજીક આવી રહી છે તેમ તેમ ફટાકડા વિશે મેસેજ સોશિયલ મિડિયામાં આવવા લાગ્યા છે. આવા જ વાયરલ સંદેશમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ચીને પાકિસ્તાનના કહેવા પર ભારતમાં ફટાકડા મોકલ્યા હતા. જેમાં ઝેરી વાયુઓ હતા જે અસ્થમા અને આંખના રોગોનું કારણ બની શકે છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, ગૃહ મંત્રાલય દ્વારા ચીની ફટાકડાનો બહિષ્કાર કરવાનો આહવાન કરતો સંદેશ જારી કરવામાં આવ્યો નથી. આ સંદેશ ખોટો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Ramji Thakkar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 ઓક્ટોબર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ચીને પાકિસ્તાનના કહેવા પર ભારતમાં ફટાકડા મોકલ્યા હતા. જેમાં ઝેરી વાયુઓ હતા જે અસ્થમા અને આંખના રોગોનું કારણ બની શકે છે.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. ગૃહમંત્રાલય દ્વારા આ પ્રકારે કોઈ નિવેદન આપવામાં આવ્યુ છે કે નહિં તે અંગે તપાસ કરતા અમે ગૃહ મંત્રાલયની વેબસાઈટ પર તપાસ કરી હતી. પરંતુ આ પ્રકારે કોઈ નિવેદન અમને ગૃહ મંત્રાલયની વેબસાઈટ પર પ્રાપ્ત થયુ ન હતુ.

ગૃહ મંત્રાલયની વેબસાઈટ તેમજ ટ્વિટર હેન્ડલ પર આવો કોઈ સંદેશ કે પત્ર કે નોટિસ નથી.

વધુ તપાસમાં મેસેજ વિશે PIB તરફથી એક ખુલાસો થયો. તેમાં, આ વાયરલ સંદેશને ખોટો હોવાનું કહેવામાં આવ્યુ છે. “ચીની ફટાકડાનો બહિષ્કાર કરવા માટે ગૃહ મંત્રાલયના નામે બનાવટી સંદેશ વાયરલ થઈ રહ્યો છે. મંત્રાલય દ્વારા આવો કોઈ સંદેશ જારી કરવામાં આવ્યો નથી.

ખાસ વાત એ છે કે આ મેસેજ છેલ્લા ઘણા વર્ષોથી ફરતો હતો. ગયા વર્ષે પણ આ સંદેશ દિવાળીની આસપાસ શેર કરવામાં આવી રહ્યો હતો. ત્યારે પણ પીઆઈબીએ ટ્વીટ કરીને આ વાતનો ખુલાસો કર્યો હતો.

ચાઇનીઝ ફટાકડા પર પ્રતિબંધ?

વર્ષ 2016માં દિલ્હી હાઈકોર્ટે ચીની બનાવટના ફટાકડા વેચવા પર પ્રતિબંધ મૂક્યો હતો. પોટેશિયમ ક્લોરેટ આ ફટાકડામાં વપરાતું કેમિકલ છે. તે અત્યંત જ્વલનશીલ અને હાનિકારક રસાયણ છે. ભારતમાં 1992 થી પોટેશિયમ ક્લોરેટ ફટાકડા પર પ્રતિબંધ છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ગૃહ મંત્રાલય દ્વારા ચીની ફટાકડાનો બહિષ્કાર કરવાનો આહવાન કરતો સંદેશ જારી કરવામાં આવ્યો નથી. આ સંદેશ ખોટો છે.

Avatar

Title:Fake News! ચીને પાકિસ્તાનના ઈશારે ભારતને ઝેરી ફટાકડા મોકલ્યા તે સંદેશ ખોટો છે....

Fact Check By: Yogesh Karia

Result: False