શું ખરેખર આ દિવાળી પર ભારત-પાકિસ્તાન સરહદ પર બંને દેશો વચ્ચે મિઠાઈની આપ-લે કરવામાં આવી તેનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

Missing Context સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારત અને પાકિસ્તાનના સૈનિકો વચ્ચે મિઠાઈની આપ-લે થતી હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં દિવાળી પર્વ પર ભારત-પાકિસ્તાન સરહદ પર સૈનિકો દ્વારા બંને દેશો વચ્ચે મિઠાઈની આપ-લે કરવામાં આવી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભારત અને પાકિસ્તાનના સૈનિકો દ્વારા મિઠાઈની આપ-લેનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2015 માં ગણતંત્ર દિવસ પર બંને દેશો વચ્ચે મિઠાઈ અને ભેટ-સોગાદની આપ-લે કરવામાં આવી હતી તેનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Abtak Media નામના ફેસબુક પેજ દ્વારા 5 નવેમ્બર, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ભારત-પાક બોર્ડર પર દિવાળીની ઉજવણી, બંને દેશના જવાનોએ આપી એકબીજાને મીઠાઈ …. પોસ્ટમાં મૂકવામાં આવેલા લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં દિવાળી પર્વ પર ભારત-પાકિસ્તાન સરહદ પર સૈનિકો દ્વારા બંને દેશો વચ્ચે મિઠાઈની આપ-લે કરવામાં આવી તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર Headlines Today દ્વારા 26 જાન્યુઆરી, 2015 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ગણતંત્ર દિવસના અવસર પર ભારતીય સૈનિકોને એલઓસી અને આંતરરાષ્ટ્રીય સરહદ પર તેમના પાકિસ્તાની સમકક્ષોનું અભિવાદન કરવાનો મોકો મળ્યો. અમન સેતુ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો.

આજ વીડિયોને ANI દ્વારા પણ 26 જાન્યુઆરી, 2015 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટમાં મૂકવામાં આવ્યો હતો. 

પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં દેખાતા આજ દ્રશ્યો સાથેની વધુ એક ટ્વિટ પણ ANI દ્વારા કરવામાં આવી હતી.

Archive

અમારી વધુ તપાસમાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયોમાં દેખાતા સૈનિકોના ફોટો સાથેના સમાચાર news.rediff.com દ્વારા પણ 26 જાન્યુઆરી, 2015 ના રોજ આજ માહિતી સાથેના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા.

screenshot-news.rediff.com-2021.11.06-21_24_41.png

હવે એ પણ જાણવું જરુરી હતું કે, શું તાજેતરમાં દિવાળી પર્વ પર ભારત-પાકિસ્તાન વચ્ચે મિઠાઈની આપ-લે કરવામાં આવી છે કે કેમ?

અમારી વધુ તપાસમાં અમને ANI દ્વારા 4 નવેમ્બર, 2021 ના રોજ કરવામાં આવેલી એખ ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ભારતીય સેના અને પાકિસ્તાની સેના દિવાળીના અવસર પર નિયંત્રણ રેખા (એલઓસી) પર તિથવાલ ક્રોસિંગ બ્રિજ પર મીઠાઈની આપ-લે કરે છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભારત અને પાકિસ્તાનના સૈનિકો દ્વારા મિઠાઈની આપ-લેનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2015 માં ગણતંત્ર દિવસ પર બંને દેશો વચ્ચે મિઠાઈ અને ભેટ-સોગાદની આપ-લે કરવામાં આવી હતી તેનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી.

Avatar

Title:શું ખરેખર આ દિવાળી પર ભારત-પાકિસ્તાન સરહદ પર બંને દેશો વચ્ચે મિઠાઈની આપ-લે કરવામાં આવી તેનો આ વીડિયો છે…?

Fact Check By: Vikas Vyas 

Result: Missing Context

Leave a Reply