દુબઈના શેખની ઉજવણીનો જુનો વિડિયો ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International

ભારતની પાકિસ્તાન સામેની જીત બાદ દુબઈના શેખ દ્વારા ઉજવણી કરવામાં આવી હોવાની વાત તદ્દન ખોટી છે. આ ઉજવણીનો વિડિયો જુનો છે. વર્ષ 2020માં અમીર કપનો ફાઇનલ મેચ રમાયો હતો ત્યારનો છે.

ભારત ટીમની એશિયા કપ 2022માં પાકિસ્તાન સામ ખૂબ સાનદાર વિજય થયો હતો. આ મેચમાં છેલ્લા બોલ પર હાર્દિક પંડયા દ્વારા છક્કો મારવામાં આવ્યો  હતો. ત્યારબાદ લોકો દ્વારા તેની ઉજવણી કરવામાં આવે છે. હાલમાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં દુબઈના શેખ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વિડિયો દુબઈમાં ભારત-પાકિસ્તાન મેચમાં ભારતની ઉજવણી બાદ શેખ દ્વારા કરવામાં આવેલી ઉજવણીનો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Dharmendra Nyalchandbhai Sanghvi  નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 ઓગસ્ટ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વિડિયો દુબઈમાં ભારત-પાકિસ્તાન મેચમાં ભારતની ઉજવણી બાદ શેખ દ્વારા કરવામાં આવેલી ઉજવણીનો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે શેખની ઉજવણીના આ વિડિયોને ધ્યાનથી જોતા શેખ સિવાય સમગ્ર ગ્રાઉન્ડ ખાલી હતુ. પરંતુ ભારત પાકિસ્તાનના મેચ દરમિયાન સમગ્ર ગ્રાઉન્ડ ચિક્કાર લોકોથી ભરાયેલુ હતુ. ખાલી ગ્રાઉન્ડની તસ્વીર તમે નીચે જોઈ શકો છો.

તેમજ વધુ પડતાલને આગળ વધારી હતી અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. અને અમને ઓરિજનલ વિડિયો ટ્વિટર પર પ્રાપ્ત થયો હતો. જે 22 સપ્ટેમ્બર 2020ના અપલોડ કરવામાં આવ્યો હતો. 

જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “મેં છેલ્લી ઘડીએ ફોન ચાલુ કર્યો અને આરબ ક્લબના પ્રેસિડેન્ટ અઝીઝ અશોર તરફ કેમેરાનો નિર્દેશ કર્યો. બોર્ડ ઓફ ડિરેક્ટર્સ આરબના સભ્યોને અભિનંદન, અને કુવૈત માટે હાર્ડ લક.” 

Archive

તેમજ ઇનસ્ટાગ્રામ પર પણ આ વિડિયો શેર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

Archive

તેમજ ત્યાના સ્થાનિક મિડિયા રિપોર્ટસ અનુસાર 2019 – 2020 સિઝન માટે અમીર કપનો ફાઇનલ મેચ 21 સપ્ટેમ્બર 2020ના કુવૈતમાં રમાયો હતો. તેમાં કુવૈતના કેટલાક મંત્રીઓ અને કુવૈતના ક્રાઉન પ્રિન્સ શેખ નવાફ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહ હાજરી આપી હતી. 

કુવૈતટાઈમ્સ | સંગ્રહ

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલમાં યોજાયેલા ભારત-પાકિસ્તાન મેચ દરમિયાનનો નહિં પરંતુ વર્ષ 2020માં અમીર કપનો ફાઇનલ મેચ રમાયો હતો ત્યારનો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:દુબઈના શેખની ઉજવણીનો જુનો વિડિયો ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય…

Fact Check By: Frany Karia 

Result: False