શું ખરેખર સાઉથ આફ્રિકા સીરમ ઈન્સ્ટ્યુટને 10 લાખ વેક્સિનનો ડોઝ પરત આપશે….? જાણો શું છે સત્ય….

રાજકીય I Political

ઘણા સમયથી સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેને જૂદી-જૂદી સમાચાર એજનસીઓ દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સાઉથ આફ્રિકા દ્વારા સીરમ ઈન્સ્ટ્યુટને 10 લાખ વેક્સિનનો ડોઝ પરત મોકલી આપવામાં આવશે.” 

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, સાઉથ આફ્રિકાના આરોગ્ય પ્રધાન દ્વારા તેમની સંસદમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, સાઉથ આફ્રિકા ભારતને વેક્સિનનો ડોઝ પરત મોકલી આપશે. તે માત્ર અફવા જ છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Muskan News નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 ફેબ્રુઆરી 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સાઉથ આફ્રિકા દ્વારા સીરમ ઈન્સ્ટ્યુટને 10 લાખ વેક્સિનનો ડોઝ પરત મોકલી આપવામાં આવશે.”

FACEBOOK | FB POST ARCHIVE | FB ARTICLE ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર આ અંગે શોધ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, સૌપ્રથમ આ માહિતી રોઈટર્સ નામની ન્યુઝ એજન્સી દ્વારા આપવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, “સાઉથ આફ્રિકાની હેલ્થ મિનિસ્ટ્રીએ જણાવ્યું હતું કે દેશમાં હાલના સમયે કોરોનાના જે વેરિઅન્ટના કેસ સામે આવ્યા છે એની પર વેક્સિન અસરકારક નથી. એટલા માટે દેશમાં વેક્સિનના રોલઆઉટ પર પ્રતિબંધ લગાવી દેવાયો હતો. હવે સરકાર એસ્ટ્રાજેનેકાની વેક્સિન વેચવા અંગે વિચારી રહી છે.

રોઈટર્સ | સંગ્રહ

તેમજ ગુજરાતી મિડિયામાં પણ દિવ્યભાસ્કર, એબીપીન્યુઝ, સંદેશન્યુઝ સહિતના તમામ મિડિયા હાઉસ દ્વારા પણ આ જ દાવા સાથેનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ અમારી પડતાલને અમે આગળ વધારી હતી. દરમિયાન અમને wionews દ્વારા પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “સાઉથ આફ્રિકાના આરોગ્ય પ્રધાન દ્વારા તેમની સંસદમાં માહિતી આપી હતી કે ‘હું કેટલાક મિડિયા અહેવાલોને સ્પષ્ટ કરવા માંગુ છું જેમાં કહેવામાં આવ્યું છે કે અમે રસીઓને ભારત પરત કરી રહ્યા છીએ અથવા કરવામાં આવી છે. અમે એસ્ટ્રાઝેનેકા રસીઓને ભારતને પરત આપી નથી, ” અમે ખરીદેલા એસ્ટ્રાઝેનેકા ડોઝને આફ્રિકન યુનિયન પ્લેટફોર્મ પર ઓફર કરવામાં આવી છે, જેમાંથી અમે ભાગ છીએ, અને એયુ તે દેશોમાં વહેંચણી કરશે, જેમણે સ્ટોક હસ્તગત કરવામાં રસ દાખવ્યો છે.’”

Wionews | Archive

ત્યારબાદ અમે ગૂગલ પર આ અંગે અમારી પડતાલને આગળ વધારી હતી. તે પછી અમે સંસદમાં Dr Mkhizeનું ભાષણ સાંભળ્યું. 16 ફેબ્રુઆરીએ સંસદમાં તેમના ભાષણના નવમી મિનિટમાં સ્પષ્ટ કર્યું હતું કે, “હું કોરોના રસી ભારત પરત આવશે તેવા સમાચારને નકારવા માંગુ છું. અમે આવો કોઈ નિર્ણય લીધો નથી.

તેમજ આફ્રિકામાં એક એવો દાવો પણ કરવામાં આવી રહ્યો હતો કે ભારત તરફથી જે એસ્ટ્રાઝેનેકા રસી પ્રાપ્ત થઈ છે તે એક્સપ્રાયર થઈ ગઈ છે. આ દાવાને નકારી કાઢતા આરોગ્યમંત્રીએ કહ્યું કે, “અમારા નિષ્ણાત બોર્ડે એસ્ટ્રાઝેનેકા રસીની સમાપ્તિની તારીખ 30 એપ્રિલ નક્કી કરી છે. તેથી રસી સમાપ્ત થઈ ગઈ છે તે માહિતી ખોટી છે.

આરોગ્ય પ્રધાન Dr Mkhizeના ખુલાસા પછી, ઇકોનોમિક ટાઇમ્સે તેનો અહેવાલ સુધાર્યો.

તો પછી ઇકોનોમિક ટાઇમ્સે ખોટા સમાચાર આપ્યા?

આ અંગેની માહિતી સૌ પ્રથમ દિવ્ય રાજગોપાલ નામના પત્રકારે કરી હતી. જો કે, દક્ષિણ આફ્રિકાના આરોગ્ય પ્રધાને આક્ષેપોને નકારી કાઢયા પછી, તેની સચોટતા અંગે શંકાઓ ઉભી થઈ હતી.

આ પછી, રાજાગોપાલે ટ્વિટર પર ખુલાસો કર્યો, “ખૂબ જ વિશ્વસનીય સ્ત્રોત દ્વારા જાણ કર્યા પછી જ મેં આ સમાચાર આપ્યા હતા. દક્ષિણ આફ્રિકા સીરમ ઇન્સ્ટિટ્યૂટને રસી પાછા આપવાની બાબતે ખરેખર ચર્ચાઓ ચાલી રહી હતી. કારણ કે રસી એપ્રિલમાં સમાપ્ત થઈ જશે, તે તેમને ઉપયોગી થશે નહીં. તેથી તેઓ પરત આપવાની માંગ કરી રહ્યા હતા.

આ થ્રેડને પકડીને અમે વધુ અન્વેષણ કર્યું છે. તે બહાર આવ્યું છે કે, દક્ષિણ આફ્રિકન વહીવટ સીરમ સંસ્થાને રસી પુરવઠાના વિસ્તરણ અથવા વિનિમયની વાટાઘાટો કરી રહ્યો છે કારણ કે એસ્ટ્રાઝેનેકા રસી નવા પ્રકારનાં કોરોના પર અસરકારક નહોતી.

રોઇટર્સે 8 ફેબ્રુઆરીએ દક્ષિણ આફ્રિકાના આરોગ્ય મંત્રાલયના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ઉનબન પિલ્લાઈનું નિવેદન લીધુ હતું. એટલે કે, દક્ષિણ આફ્રિકા અને સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં લગભગ એક મિલિયન ડોઝની ચર્ચા ચાલી રહી છે. જો કે, તેમણે ડોઝ પાછો આપ્યો તે સમાચાર સાચા નથી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, સાઉથ આફ્રિકાના આરોગ્ય પ્રધાન દ્વારા તેમની સંસદમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, સાઉથ આફ્રિકા ભારતને વેક્સિનનો ડોઝ પરત મોકલી આપશે. તે માત્ર અફવા જ છે.

Avatar

Title:શું ખરેખર સાઉથ આફ્રિકા સીરમ ઈન્સ્ટ્યુટને 10 લાખ વેક્સિનનો ડોઝ પરત આપશે….?

Fact Check By: Yogesh Karia 

Result: False