શું ખરેખર સોનિયા ગાંધીની પાછળ દેખાતા પુસ્તક પર એવું લખેલું છે કે, ‘ભારતને કઈ રીતે ખ્રિસ્તી દેશમાં પરિવર્તન કરવો’?.... જાણો શું છે સત્ય....
તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ સોનિયા ગાંધીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ સોનિયા ગાંધીના એક ફોટામાં તેમની પાછળ રહેલી લાઈબ્રેરીના પુસ્તકોમાં એક પુસ્તક પર એવું લખેલું છે કે, “How to Convert India into Christian nation”. જેનો ગુજરાતી અર્થ એવો થાય છે કે, “ભારતને કઈ રીતે ખ્રિસ્તી દેશમાં પરિવર્તન કરવો.” પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધીનો જે ફોટો મૂકવામાં આવ્યો છે તેને એડિટીંગ કરીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Vimal Shukla નામના ફેસબુક યુઝર દ્વારા 1 જૂન, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં એવું લખવામાં આવ્યું છે કે, Zoom and see right side. One book titled “How to convert India into Christian nation”. Any further proof required? જ્યારે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ સોનિયા ગાંધીના એક ફોટામાં તેમની પાછળ રહેલી લાઈબ્રેરીના પુસ્તકોમાં એક પુસ્તક પર એવું લખેલું છે કે, “How to Convert India into Christian nation”. જેનો ગુજરાતી અર્થ એવો થાય છે કે, “ભારતને કઈ રીતે ખ્રિસ્તી દેશમાં પરિવર્તન કરવો.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને hindustantimes.com પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથેના સમાચાર 10 એપ્રિલ, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. પરંતુ આ ફોટોમાં અમને કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના ફોટોની પાછળ રહેલી લાઈબ્રેરીના કોઈ પણ પુસ્તક પર “How to Convert India into Christian nation” એવું લખાણ જોવા મળ્યું નહતું. જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે તે એડિટ કરેલો છે.
આજ ફોટો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. telegraphindia.com | livemint.com
અમારી વધુ તપાસમાં અમને આજ ફોટો સાથેનો વીડિયો Rahul Gandhi દ્વારા તેમના ટ્વિટર પર 27 ઓક્ટોબર, 2020 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. જેમાં સોનિયા ગાંધી બિહારની જનતાને એકસાથે મળીને મહાગઠબંધનને જીતાડવા અંગેનો સંદેશ આપી રહ્યા છે.
નીચે તમે પોસ્ટમાં મૂકવામાં આવેલા એડિટેડ ફોટો અને ઓરિજનલ ફોટો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધીનો જે ફોટો મૂકવામાં આવ્યો છે તેને એડિટીંગ કરીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
Title:શું ખરેખર સોનિયા ગાંધીની પાછળ દેખાતા પુસ્તક પર એવું લખેલું છે કે, ‘ભારતને કઈ રીતે ખ્રિસ્તી દેશમાં પરિવર્તન કરવો’?
Fact Check By: Vikas VyasResult: False