તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોરોના વેક્સીનને લગતી એક માહિતી વાયરલ થઈ રહી છે. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દુનિયામાં 100 કરોડ કોરોના વેક્સીન આપનારો ભારત સૌપ્રથમ દેશ બની ગયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, ભારત પહેલાં ચીન દ્વારા 100 કરોડ લોકોને વેક્સીન અપાઈ ગઈ છે ભારત એ પછીનો બીજા નંબરનો દેશ છે. આ માહિતીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી રીતે વાયરલ કરવામાં આવી રહી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Krunal Patel નામના ફેસબુક યુઝર દ્વારા 21 ઓક્ટોમ્બર, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દુનિયામાં 100 કરોડ કોરોના વેક્સીન આપનારો ભારત સૌપ્રથમ દેશ બની ગયો છે.

download.png

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને timesofindia.indiatimes.com દ્વારા 16 સપ્ટેમ્બર, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ચીનમાં 15 સપ્ટેમ્બર, 2021 સુધીમાં પ્રથમ અને બીજો ડોઝ એમ કુલ મળીને 216 કરોડ કોરોના રસીના ડોઝ આપી દેવામાં આવ્યા છે.

download 1.png

અમારી વધુ તપાસમાં અમને ચીન સરકારની એક વેબસાઈટ en.nhc.gov.cn પર પણ 19 ઓક્ટોમ્બર, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક અહેવાલ પરથી જાણવા મળ્યું હતું કે, ચીનમાં 223.4 કરોડ લોકોને વેક્સીનનો પ્રથમ અને બીજો ડોઝ અપાઈ ગયો છે.

આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા જે તમે અહીં જોઈ શકો છો. fortune.com | The Hindu | tradingeconomics.com

હવે એ પણ જાણવું ખૂબ જ જરૂરી હતું કે, ભારતે 100 કરોડ કોરોના વેક્સીનનો લક્ષ્યાંક ક્યારે પ્રાપ્ત કર્યો ?

ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા 21 ઓક્ટોમ્બર, 2021 ના રોજ પ્રાસરિત કરવામાં આવેલા સમાચારમાં પણ એવી માહિતી આપવામાં આવી હતી કે, ભારતે 21 ઓક્ટેમ્બર, 2021 ના દિવસે કોરોના વેક્સીનના 100 કરોડ ડોઝના લક્ષ્યાંકને આંબી લીધો છે. જેના કારણે ભારત સમગ્ર વિશ્વમાં આ સિદ્ધિ હાંસલ કરનાર વિશ્વનો બીજા નંબરનો દેશ બની ગયો છે.

આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. gujarati.abplive.com | thehindu.com

PMO India દ્વારા પણ આ સિદ્ધિ હાંસલ કરવા બદલ એક ટ્વિટ કરવામાં આવી હતી.

ઉપરોક્ત તમામ માહિતી પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, સમગ્ર વિશ્વમાં 100 કરોડ કોરોના વેક્સીનના ડોઝ આપનારા દેશમાં ચીન પ્રથમ સ્થાને છે અને ભારત આ યાદીમાં બીજા સ્થાન પર છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, સમગ્ર વિશ્વમાં 100 કરોડ કોરોના વેક્સીનના ડોઝ આપનારા દેશમાં ચીન પ્રથમ સ્થાને છે અને ભારત આ યાદીમાં બીજા સ્થાન પર છે.

Avatar

Title:શું ખરેખર ભારત 100 કરોડ વેક્સીન આપનારો દુનિયાનો સૌપ્રથમ દેશ બન્યો...?

Fact Check By: Vikas Vyas

Result: Misleading