થાઈલેન્ડમાં તૂટેલા રસ્તાની તસવીર ભારતની બોલીને વાયરલ થઈ રહી છે. જાણો શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International રાજકીય I Political

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો તૂટેલો રસ્તો ભારતનો નહીં પણ થાઈલેન્ડનો જૂનો ફોટો છે.

સમગ્ર દેશભરમાં જૂલાઈ મહિનામાં ભારે વરસાદ પડયો હતો. જેના કારણે ઘણી જગ્યાએ રસ્તાઓ તૂટી ગયા છે, પૂલ તૂટી ગયા છે અને તેની તસવીર ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. આ દરમિયાન સોશિયલ મિડિયા પર તૂટેલા રસ્તાની તસવીર ખૂબ જ ઝડપથી શેર થઈ રહી છે. જે ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ તસવીર ભારતમાં સ્થિત એક રોડની છે. અને આ માટે સરકારને જવાબદાર ઠેરવવામાં આવી રહી છે અને મજાક ઉડાવવામાં આવી રહી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

सुत्रों के हवाले से નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 25 જૂલાઈ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ તસવીર ભારતમાં સ્થિત એક રોડની છે. અને આ માટે સરકારને જવાબદાર ઠેરવવામાં આવી રહી છે અને મજાક ઉડાવવામાં આવી રહી છે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને 1 સપ્ટેમ્બર 2019ના રોજ suara.com ની વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવેલો આ જ ફોટો પ્રાપ્ત થયો હતો. તેની સાથે આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે, આ તસવીર થાઈલેન્ડની છે.

Archive

તેમાં કહેવામાં આવ્યું છે કે આ તસવીર મોટર થાઈલેન્ડ નામના યુઝરે તેના ફેસબુક પેજ પર 31 ઓગસ્ટ 2019ના રોજ અપલોડ કરી હતી. લોકોએ આ તસવીરને એક તરફ મજાક તરીકે શેર કરી છે અને બીજી તરફ ચિંતા વ્યક્ત કરી છે.

તપાસ સાથે આગળ વધતા, અમને 1લી સપ્ટેમ્બર 2019 ના રોજ થાઈ PBS ન્યૂઝની વેબસાઈટ પર આ ચિત્ર વિશે માહિતી મળી. તે જણાવે છે કે આ રોડ થાઈલેન્ડના અમનત ચારોન પ્રાંતમાં સ્થિત ચાનુમાન જિલ્લાના પા કો ઉપ-જિલ્લામાં સ્થિત છે. આ રોડનું નામ બાન હુઆ થોમ-ના નોંગ ડાએંગ રોડ છે.

એવું કહેવામાં આવ્યું છે કે પ્રિન્સ ઓફ ધ રિવર નામના યુઝરે 31 ઓગસ્ટ 2019 ના રોજ તેના ફેસબુક પેજ પર તેની સાથે કેટલીક વધુ તસવીરો પોસ્ટ કરી હતી. તેની સાથે તેણે લખ્યું છે કે આ તેના ઘર પાસેનો રસ્તો છે.

આ પૃષ્ઠ પર ગયા પછી અમને 1 સપ્ટેમ્બર 2019ના રોજ ઉપરોક્ત રસ્તાના ચિત્રને લગતી બીજી પોસ્ટ મળી. તેમાં આ પેજનો ઓપરેટર કહી રહ્યો છે કે તેણે પોતે તે રોડનું નિરીક્ષણ કર્યું છે. તપાસ દરમિયાન તેમને જાણવા મળ્યું કે આ રસ્તો ભારે વરસાદ અને મોટી ટ્રકોને સંભાળવા માટે સક્ષમ નથી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો ભારતનો નહિં પરંતુ થાઈલેન્ડનો વર્ષ 2019નો ફોટો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:થાઈલેન્ડમાં તૂટેલા રસ્તાની તસવીર ભારતની બોલીને વાયરલ થઈ રહી છે. જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False

Leave a Reply