સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘના વિડિયોને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો... જાણો શું છે સત્ય....
હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયામાં એક વિડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ અને સોનિયા ગાંધીને જોઈ શકાય છે. જેમાં કોઈ વ્યક્તિની મુલાકાતનો વિડિયો છે. જેમાં મુખ્ય ખુરશી બેસતા બેસતા સોનિયા ગાંધી પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘને સાઈડ ચેર પર બેસવાનું કહી રહ્યા છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વડાપ્રધાન મનમોહન સિંઘ ભારતના વડાપ્રધાન હતા તે સમયની આ મિટિંગનો વિડિયો છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો વર્ષ 2017નો છે. તે સમયે મનમોહન સિંઘ વડાપ્રધાન ન હતા. વડાપ્રધાન મનમોહન સિંઘને સાઈડમાં કરીને સોનિયા ગાંધી મુખ્ય ખુરશી પર બેસ્યા હોવાની વાત તદ્દન ખોટી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Haresh Savaliya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 07 ડિસેમ્બર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વડાપ્રધાન મનમોહન સિંઘ ભારતના વડાપ્રધાન હતા તે સમયની આ મિટિંગનો વિડિયો છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને NNIS નામની યુટ્યુબ ચેનલ પર 26 એપ્રિલ 2017ના અપલોડ કરવામાં આવેલો વિડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “ભારતની ચાર દિવસીય મુલાકાતે શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે વિપક્ષી પાર્ટીના નેતા સોનિયા ગાંધી અને ભૂતપૂર્વ ભારતીય પીએમ ડો.મનમોહન સિંહને મળ્યા હતા.”
ત્યારબાદ આ અંગે વધુ સર્ચ કરતા અમને ANI દ્વારા પણ આ અંગે વિશેષ માહિતી આપતો અહેવાલ પ્રસારિત કર્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
મનમોહન સિંહ મે 2004 થી મે 2014 સુધી વડાપ્રધાન હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને પક્ષના વડા સોનિયા ગાંધી સાથે બેઠક યોજાઈ હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો વર્ષ 2017નો છે. તે સમયે મનમોહન સિંઘ વડાપ્રધાન ન હતા. વડાપ્રધાન મનમોહન સિંઘને સાઈડમાં કરીને સોનિયા ગાંધી મુખ્ય ખુરશી પર બેસ્યા હોવાની વાત તદ્દન ખોટી છે.
Title:સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘના વિડિયોને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો...
Fact Check By: Yogesh KariaResult: False