રેણુકા ઠાકુર ગુજરાતની નહિં પરંતુ હિમાચલની રહેવાસી છે અને તેણે એક ઓવરમાં ચાર વિકેટ નથી લીધી…

False Sports રાષ્ટ્રીય I National

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી રેણુકાનું નામ રેણુકા ઠાકુર છે. રેણુકા ઠાકોર નહિં. તેમજ ઓસ્ટ્રેલિયા સામેની ટી20 મેચમાં એક જ ઓવરમાં ચાર વિકેટ ન હતી લીધી. પરંતુ ચાર ઓવરમાં 4 વિકેટ લીધી હતી.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ દ્વારા કોમનવેલ્થ ગેમના પહેલા મેચની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જેમાં ભારતીય બોલર રેણુકા ઠાકુરનુ પ્રદર્શન ખૂબ સારૂ રહ્યુ હતુ અને તેનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રેણુકાનું નામ રેણુકા ઠાકોર છે અને તે ગુજરાતની રહેવાસી છે અને ઓસ્ટ્રેલિયા સામે એક જ ઓવરમાં તેણે ચાર વિકેટ લીધી હતી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Jagdish Chudasama નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 01 ઓગસ્ટ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ મહિલાઓ મફત રાશન લેવા માટે લાઈનમાં બેઠી હતી.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમાર પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે ગૂગલ પર સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, રેણુકા સિંહ ઠાકુર ગુજરાતની નહિં પરંતુ હિમાચલ પ્રદેશની રાજધાની સિમલાની રહેવાસી છે. તેનો જન્મ 1 જાન્યુઆરી 1996માં થયો હતો. 

તેમજ ભારતના ઓસ્ટ્રેલિયા સામેના મેચની રેણુકાની બોલિંગનો આ વિડિયો સોની સ્પોર્ટસ નેટવર્ક દ્વારા તેમની ઓફિશિયલ ચેનલ પર પણ અપલોડ કરવામાં આવ્યો હતો. જે જોયા બાદ અમને જાણવા મળ્યુ હતુ કે, રેણુકાએ તેની પહેલી ઓવરમાં 1, તેમજ બીજી ઓવરમાં 2 અને ત્રીજી ઓવરમાં 1 વિકેટ એમ કુલ 3 અલગ-અલગ ઓવરમાં 4 વિકેટ ઝડપી હતી. આ વિડિયો તમે નીચે જોઈ શકો છો.

ક્રિકેટ જગતને લગતી તમામ સચોટ માહિતી આપતી વેબસાઈટ ક્રિકબઝ દ્વારા પણ તેમની ઓફિશિયલ વેબસાઈટ પર માહિતી આપતા જણાવ્યુ હતુ કે, ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં રેણુકા ઠાકુર દ્વારા 4 ઓવરમાં 18 રન આપી 4 વિકેટ લીધી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

Cricbuzz

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી રેણુકાનું નામ રેણુકા ઠાકુર છે. રેણુકા ઠાકોર નહિં. તેમજ ઓસ્ટ્રેલિયા સામેની ટી20 મેચમાં એક જ ઓવરમાં ચાર વિકેટ ન હતી લીધી. પરંતુ ચાર ઓવરમાં 4 વિકેટ લીધી હતી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:રેણુકા ઠાકુર ગુજરાતની નહિં પરંતુ હિમાચલની રહેવાસી છે અને તેણે એક ઓવરમાં ચાર વિકેટ નથી લીધી…

Fact Check By: Frany Karia 

Result: False

Leave a Reply