શું ખરેખર જય શાહ દ્વારા પાકિસ્તાન સામેની ભારતની હારની ખુશી મનાવવામાં આવી...? જાણો શું છે સત્ય....
વર્ષ 2021ના ક્રિકેટ વર્લ્ડ કપમાં સૌથી મોટો મુકાબલો 24 ઓક્ટોબરના દુબઈમાં રમાયો હતો. ભારત-પાકિસ્તાન વચ્ચેના હાઈવોલટેજ મેચમાં દુનિયાભરમાંથી લોકો મેચ જોવા આવ્યા હતા. આ મેચમાં અભિનેતા અક્ષય કુમાર, પ્રિતિ ઝિંટા તેમજ બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ પણ મેચ જોવા પહોચયા હતા. જો કે, આ મેચમાં ભારતની કારમી હાર થઈ હતી અને ભારતના દર્શકો નિરાશ થયા હતા.
આ વચ્ચે બીસીસીઆઈના સેક્રેટરી જય શાહનો ઉજવણીનો ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ હતો. જય શાહનો આ ફોટો શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જય શાહ દ્વારા ભારતની હારની ઉજવણી કરવામાં આવી રહી છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, જય શાહ દ્વારા ભારતની હારની નહિં પરંતુ 18.5 ઓવર પર શાહિન આફ્રિદી દ્વારા કરવામાં આવેલા ઓવર થ્રોમાં મળેલા ચાર રનની ઉજવણી કરતા જોઈ શકાય છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Bhavik Amin નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 25 ઓક્ટોબર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “જય શાહ દ્વારા ભારતની હારની ઉજવણી કરવામાં આવી રહી છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે આ અંગે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
આ મેચમાં પાકિસ્તાને ટોસ જીતી અને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેથી ભારતે પહેલા બેટિંગ કરી હતી. ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, “પાકિસ્તાનના બોલર શાહિન આફ્રિદી દ્વારા 19મી ઓવરના અંતિમ બોલ પર ઓવરથ્રોના ચાર રન આપતા ભારતના દર્શકો સહિત જય શાહ, અક્ષય કુમાર ઉજવણી કરતા જોવા મળ્યા હતા.” ક્રિકેટકંન્ટ્રી નામની વેબસાઈટ દ્વારા આ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ જય શાહ દ્વારા ઉજવણીનો આ વિડિયો તમે એક ટ્વિટર યુઝર દ્વારા શેર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. તેમજ તેને પણ તે જ માહિતી આપી હતી.
તેમજ ભારત-પાકિસ્તાન વચ્ચેના ટી20 મેચમાં તમે 18.5 ઓવર પર શાહિન આફ્રિદી દ્વારા કરવામાં આવેલા ઓવર થ્રો ને જોઈ શકાય છે.
તેમજ હોટસ્ટાર દ્વારા પ્રસારિત હાઈલાઈટના વિડિયોમાં પણ તમે 6.19 મિનિટ બાદ જય શાહ દ્વારા ઓવર થ્રો પર ઉજવણી કરતા જોઈ શકાય છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, જય શાહ દ્વારા ભારતની હારની નહિં પરંતુ 18.5 ઓવર પર શાહિન આફ્રિદી દ્વારા કરવામાં આવેલા ઓવર થ્રોમાં મળેલા ચાર રનની ઉજવણી કરતા જોઈ શકાય છે.
Title:શું ખરેખર જય શાહ દ્વારા પાકિસ્તાન સામેની ભારતની હારની ખુશી મનાવવામાં આવી...?
Fact Check By: Yogesh KariaResult: False