Fake News: કર્ણાટકમાં ઈવીએમ મશીન તોડતા લોકોના વાયરલ વીડિયોનું જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોમાં કરવામાં આવેલો દાવો ખોટો છે. લોકોએ ચૂંટણી અધિકારીની કારમાં રાખેલા રિઝર્વ ઈવીએમ તોડી નાખ્યા હતા. કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઈને સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક લોકો ઈવીએમ મશીન તોડતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બીજેપી […]

Continue Reading

શું ખરેખર કર્ણાટકમાં લોકોએ સીએમ બસવરાજ બોમ્મઈને માર માર્યો…? જાણો શું છે સત્ય….

આ વીડિયો 2018નો છે જ્યારે કર્ણાટકના હાવેરી જિલ્લામાં એક પ્રદર્શન દરમિયાનનો છે. જેમાં બસવરાજ બોમ્મઈ ઘાયલ થયા હતા. કર્ણાટકમાં 10 મેના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. પરિણામ 13 મેના રોજ આવશે. દરમિયાન, કર્ણાટકના સીએમ બસવરાજ બોમ્મઈનો હોવાનો દાવો કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

શું ખરેખર કર્ણાટકમાં અમિત શાહના ભાષણ દરમિયાન અનુવાદકે ભૂલ કરી, જેના પર શાહ ગુસ્સે થઈ ગયા…? જાણો શું છે સત્ય….

આ વીડિયોમાં બે અલગ-અલગ વીડિયો છે. આ બંને વીડિયો તાજેતરના નથી પરંતુ જૂના છે. કર્ણાટકમાં આગામી ચૂંટણીને લઈને ગૃહમંત્રી અમિત શાહનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે જોઈ શકો છો કે અમિત શાહ ભાષણ આપી રહ્યા છે. અને એક અનુવાદક પણ છે જે તેમના ભાષણનો અનુવાદ કરી રહ્યો છે. વીડિયોમાં તમે […]

Continue Reading

Fake News: શું ખરેખર ધાર્મિક માલવિયા ચૂંટણી હારી જતા રડી પડ્યા હતા…? જાણો શું છે સત્ય….

આ વિડિયો હાલનો નહિં પરંતુ આજ થી 4 વર્ષ પહેલાનો છે. હાલની વિધાનસભાની ચૂંટણી સાથે તેને કોઈ લેવા-દેવા નથી. હાલમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ છે જેમાં આમ આદમી પાર્ટીને ખૂબ જ ઓછી સીટ મળી છે અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓએ પણ હારનો સામનો કરવો પડ્યો છે. ત્યારે હાલમાં આમ આદમી પાર્ટીના સુરતની ઓલપાડ […]

Continue Reading

ભરતસિંહ સોલંકી દ્વારા નથી કહેવામાં આવ્યુ કે ભાજપાના શાસનમાં ગુજરાતનો વિકાસ થયો છે…? જાણો શું છે સત્ય….

ભરતસિંહ સોલંકીનું આ અધુરૂ નિવેદન છે. તેમણે કહ્યુ હતુ કે, 1960 થી 1990 દરમિયાન કોંગ્રેસના શાસન દરમિયાન કોંગ્રેસનો વિકાસ થયો હતો. ગુજરાત વિધાનસભાની પૃષ્ટભૂમિ પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ પત્રકારને જણાવી રહ્યા છે. કે, ગુજરાતનો વિકાસ થયો છે. આ વિડીયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કોંગ્રેસના નેતા ભરતસિંહ […]

Continue Reading

બીજેપીની ટોપી પહેરી દારૂ વહેચવામાં આવતો હોવાનો આ વિડીયો ગુજરાતનો નથી…. જાણો શું છે સત્ય….

આ વિડિયો વર્ષ 2021થી સોશિયલ મિડિયામાં ઉપલબ્ધ છે. જે હરિદ્વારમાં જેપી નડ્ડાની રેલી બહારનો હોવાનો કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં બીજેપીનો ખેસ પહેરી અને ટોપી પહેરીને લોકોને દારૂના ગ્લાસ ભરતા લોકોનો વિડિયો જોઈ શકાય છે. આ […]

Continue Reading

શું ગુજરાત ચૂંટણીમાં આમ આદમી પાર્ટી 125 સીટો જીતશે…? જાણો આ તસવીરનું સત્ય…

આ ફોટોને ડિજિટલી એડિટ કરવામાં આવ્યો છે. એબીપી ન્યૂઝ દ્વારા એવો કોઈ સર્વે કરાયો નથી જેમાં આમ આદમી પાર્ટીને 125 સીટો મળી હોય. આવતા મહિને 1 ડિસેમ્બરથી ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેના કારણે તમામ ન્યૂઝ ચેનલો આ દરમિયાન અલગ-અલગ સર્વે કરી રહી છે, જેના પરથી અંદાજ લગાવવામાં આવી રહ્યો […]

Continue Reading

એબીપી અસ્મિતાના એડિટેડ પોસ્ટરને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યા… જાણો શું છે સત્ય….

ABP અસ્મિતાનો આ સ્ક્રિનશોટ એડિટેડ છે. એબીપી અસ્મિતા દ્વારા આ પ્રકારે કોઈ ઓપિનિયન પોલ જાહેર કરવામાં આવ્યો નથી.  ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે હાલમાં એક એબીપી અસ્મિતાનો સ્ક્રિનશોટ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એબીપી અસ્મિતા દ્વારા લોકોમાં જઈ રહ્યા સર્વે કરવામાં આવ્યો હતો અને તેનો રિપોર્ટ પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ સ્ક્રિનશોટને […]

Continue Reading

કોરોના સમયે ત્તત્કાલિન મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવેલા નિવેદનને હાલનું ગણાવી શેર કરવામાં આવી રહ્યુ… જાણો શું છે સત્ય….

શેર કરવામાં આવેલો વિડિયો હાલનો નહિં પરંતુ એક વર્ષ પહેલાનો છે. જેમાં તેઓ રેમડેસિવર ઇન્જેકશન અંગે પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આપવામાં આવ્યો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે હાલમાં સોશિયલ મિડિયામાં ઘણા જૂના વિડિયો અને ફોટો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે હાલમાં એક વિડિયો […]

Continue Reading

શું ખરેખર મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા દ્વારા પાણીમાં કુદી લોકોને બચાવ્યાનો વિડિયો છે…? જાણો શું છે સત્ય….

વિડિયોમાં જોવા મળતી વ્યક્તિ બ્રિજેશ મેરજા નહિં પરંતુ પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા છે. તેમજ બ્રિજેશ મેરજા ભાજપા સાથે જોડાયેલા છે. કોંગ્રેસ સાથે નહિં. ગુજરાતના મોરબી થયેલા અકસ્માતને લઈ સમગ્ર દેશમાં શોક છે અને જેને લઈ સોશિયલ મિડિયામાં અનેક વિડિયો વાયરલ થઈ રહ્યા છે. જે પૃષ્ટભૂમિ પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ […]

Continue Reading

ભાજપના મંત્રીનો ફોટો મોરબીના ઝૂલતા પુલના કોન્ટ્રાક્ટરના નામે ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પીએમ નરેન્દ્ર મોદી સાથે ફોટોમાં જોવા મળતા વ્યક્તિ ઓધવજી પટેલ નહિં પરંતુ ભાજપાના મંત્રી રાઘવજી પટેલ છે. મોરબીનો બ્રિજ તુટ્યો તે માટે સમારકામ કરનાર કંપનીને જવાબદાર ઠેરવવામાં આવી છે અને તેના માલિક સહિત કુલ 9 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. અને આ જ […]

Continue Reading

શું ખરેખર વરૂણ પટેલ દ્વારા ભાજપાના નેતા રહેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ કરાયા…? જાણો શું છે સત્ય….

ગુજરાતમાં જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે. તેમ-તેમ નેતાઓના જૂના વિડિયોથી સોશિયલ મિડિયા ભરાય ગયુ છે. ત્યારે હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભાજપા નેતા વરૂણ પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બાળપણને લઈ તેમજ તેમના ભાષણને લઈ અનેક આરોપો લગાવી રહ્યા છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વરૂણ […]

Continue Reading

હાર્દિક પટેલને લોકો દ્વારા પ્રશ્ન પુછવામાં આવતા જૂના વિડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આ વિડિયો હાલનો નહિં પરંતુ 3 વર્ષ જૂનો છે. તે સમયે હાર્દિક પટેલ ભાજપામાં નહિં પરંતુ કોંગ્રેસમાં હતા. ગુજરાતની આગામી ચૂંટણીને લઈને રાજકારણીઓ વિશે અનેક ખોટા સમાચાર ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. દરમિયાન હાલમાં જ ભાજપ સાથે જોડાયેલા હાર્દિક પટેલનો એક વિડિયો ખૂબ જ ઝડપથી શેર થઈ રહ્યો છે. તેમાં તમે કેટલાક લોકો તેમની […]

Continue Reading

પીએમ નરેન્દ્ર મોદીના જૂના ભાષણના સ્ક્રિન શોટને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે… જાણો શું છે સત્ય….

પીએમ નરેન્દ્ર મોદીના ભાષણના સ્ક્રિનશોટ હાલનો નહિં પરંતુ વર્ષ 8 ડિસેમ્બર 2017ના પીએમ નરેન્દ્ર મોદી દ્વારા બનાસકાંઠાના ભાભરમાં જાહેર જનતાને સંબોધિત કરી હતી તે સમયનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 અને 30 સપ્ટેમ્બર બે દિવસના ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેમણે કાપડ નગરી સુરતમાં કરોડોના 59 વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યુ હતુ. આ વચ્ચે સંદેશ ન્યુઝ ચેનલનો સ્ક્રિનશોટ […]

Continue Reading

Fake News: આજતકની ન્યુઝ પ્લેટને એડિટ કરીને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહી… જાણો શું છે સત્ય….

આ ફોટોને એડિટ કરીને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. આજતકની ન્યુઝ પ્લેટને ડિજિટલ રીતે એડિટ કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા લોકો સુધી પહોંચવાનું શરૂ કરી દેવામાં આવ્યુ છે. કેન્દ્રના પણ તમામ નેતાઓ પણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે સોશિયલ મિડિયામાં ખૂબ […]

Continue Reading

ગણેશ ચતુર્થી સાથે ભાજપાના કાર્યકરો પર થયેલા હુમલાને કોઈ લેવા-દેવા નથી… જાણો શું છે સત્ય…

આ વિડિયો તેલગંણાના જનગાંવનો છે પ્રદર્શન દરમિયાન ટીઆરએસના લોકોએ પીએમ મોદીનું પૂતળું બાળવાનો પ્રયાસ પણ કર્યો હતો. જેના જવાબમાં બીજેપી કાર્યકર્તાઓ વિરોધ સ્થળ પર પહોંચ્યા અને વડાપ્રધાનના પૂતળા દહનનો વિરોધ કરવા લાગ્યા. જેના કારણે બે જૂથો વચ્ચે મારામારી શરૂ થઈ હતી. અથડામણમાં ટીઆરએસના લોકોએ ભાજપના કાર્યકરોનો પીછો કર્યો હતો, હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયામાં શેર […]

Continue Reading

સરકાર દ્વારા અંતિમવિધિ પર કોઈ GST લગાવવામાં આવ્યો નથી..જાણો શું છે સત્ય….

સ્મશાન પરનો GST વધારીને 18% કરવાનો વાયરલ દાવો ભ્રામક છે. GST સ્મશાન, દફન અને અંતિમ સંસ્કાર માટે લાગુ પડતું નથી. 18% GST માત્ર બાંધકામ, ઉત્થાન, કમિશનિંગ અને ઇન્સ્ટોલેશન, પૂર્ણ, ફિટિંગ, સમારકામ, જાળવણી, નવીનીકરણ અથવા મૃતકના અંતિમ સંસ્કાર, દફન અથવા અગ્નિસંસ્કાર માટેના માળખામાં ફેરફાર જેવા વર્ક કોન્ટ્રાક્ટ માટે લાગુ પડે છે. સરકાર દ્વારા ખાદ્ય સામગ્રી પર […]

Continue Reading

શું ખરેખર PM નરેન્દ્ર મોદી દ્વારા બેલેટ પેપરના સમર્થનમાં નિવેદન આપવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં જોવામળે છે કે, નરેન્દ્ર મોદી બેલેટ પેપરથી મતદાન કરવાની પ્રક્રિયા અંગે વાત કરી રહ્યા છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પીએમ નરેન્દ્ર મોદી દ્વારા બેલેટ પેપરથી મતદાનને સમર્થન કરવામાં આવ્યુ.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

શું ખરેખર આમ આદમી પાર્ટી દ્વારા દારૂબંધી દૂર કરો આંદોલન શરૂ કરવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીનું આયોજન થવા જઈ રહ્યુ છે. ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા પ્રેસ કોન્ફરન્સ તેમજ અન્ય વિવિધ માધ્યમોથી લોકો સુધી પોતાના વિચારો પહોંચાડવામાં આવી રહ્યા છે. ત્યારે હાલમાં આમ આદમી પાર્ટીના ત્રણ નેતાનો હાથમાં બેનર પકડલો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જે બેનરમાં લખેલુ છે કે, “દારૂબંધી દૂર કરો આંદોલન આમ આદમી […]

Continue Reading

શું ખરેખર નિતિન પટેલ દ્વારા હાર્દિકના ભાજપામાં જોડાયા બાદ કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સ છે…? જાણો શું છે સત્ય….

પાટીદાર અનામત આંદોલનથી ઉભરી આવેલા યુવા નેતા હાર્દિક પટેલ દ્વારા થોડા સમય પહેલા કોંગ્રેસનો હાથ છોડી અને ભાજપા જોઈન કરવામાં આવ્યુ છે. ત્યારે સોશિયલ મિડિયા પર તેમને ભારે ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.  આ પૃષ્ટભૂમિ પર એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભાજપાના નેતા અને પૂર્વ ડેપ્યુટી સીએમ નિતિન પટેલ પ્રેસ કોન્ફરન્સ […]

Continue Reading

શું ખરેખર મેરઠમાં પોલીસ દ્વારા ભાજપાના કાર્યકરોએ પ્રવેશ ન કરવાના બોર્ડ લગાવ્યા….? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં મેરઠ પોલીસ સ્ટેશનની બહાર એક બોર્ડ લાગેલુ જોઈ શકાય છે. જેમાં લખેલુ છે કે, “ભાજપાના કાર્યકર્તાઓને સ્ટેશનમાં આવવાની મનાઈ છે. થાણા પ્રબારી શંતશરણ સિંહ.” આ પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મેરઠ પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન બહાર ભાજપાના કાર્યકરોને […]

Continue Reading

શું ખરેખર મનીષ સિસોદિયાએ ભાજપને શ્રેષ્ઠ અને AAPને સૌથી ખરાબ પાર્ટી કહી..?જાણો શું છે સત્ય….

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની પ્રેસ કોન્ફરન્સનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે તેને એમ કહેતા સાંભળી શકો છો કે બે અઠવાડિયા પહેલા તેણે એક સર્વે કર્યો હતો. જેમાં તેમણે જનતાને ત્રણ પ્રશ્નો પૂછ્યા હતા. પહેલો સવાલ એ હતો કે દેશભરમાં ગુંડાગીરી અને રમખાણો કયો પક્ષ કરે છે? તો 91% લોકોએ કહ્યું કે આમ […]

Continue Reading

શું ખરેખર ગૌવંશના 5 ટ્રકો સાથે ભાજપાના નેતા ઝડપાયા…? જાણો શું છે સત્ય….

ગુજરાતમાં આવતા થોડા સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે સોશિયલ મિડિયામાં રાજકિય પાર્ટીઓ દ્વારા એકબીજાને ટાર્ગેટ કરીને મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યા છે. ત્યારે હાલમાં એખ ન્યુઝ પેપરનું કટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જે કટિંગ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જામનગરમાં ભાજપાના નેતા 5 ટ્રકોમાં ગૌવંશ ભરી લઈ જતા પકડાયા.” […]

Continue Reading

શું ખરેખર આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહ દ્વારા તેમના કાર્યકર્તાને મારમારવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

ગુજરાતમાં આગામી થોડા સમયમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે તમામ પાર્ટી દ્વારા પોતાનો પક્ષ જનતા સુધી પહોંચાડવાનુ કામ કરવામાં આવી રહ્યુ છે. તેમજ આ વચ્ચે સોશિયલ મિડિયામાં ઘણી સાચી-ખોટી પોસ્ટ વાયરલ થઈ રહી છે.  દરમિયાન એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં એક મિટિંગ ચાલુ છે અને ચાલુ મિટિંગમાં એક નેતા અન્ય નેતાને […]

Continue Reading

સ્મૃતિ ઈરાનીએ એવું નથી કહ્યું કે પીએમ મોદીએ પેટ્રોલના ભાવ વધારીને ગરીબોની મદદ કરી… જાણો શું છે સત્ય….

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનો એક વિડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં તે કહી રહી છે કે આપણા વડાપ્રધાને પેટ્રોલના ભાવ વધારીને ગરીબોને ટેકો આપ્યો છે અને અમીરો સામે માસ્ટર સ્ટ્રોક બનાવ્યો છે. સમૃદ્ધ ડ્રાઇવ કાર અમે હજુ પણ ગરીબ લોકોના પગ સુરક્ષિત રાખ્યા છે, જેથી તેઓ તેમની ગાડી અને તેમની રિક્ષા ચલાવી શકે. […]

Continue Reading

નરેન્દ્ર મોદી અને આમ આદમી પાર્ટીનું બેનર ખોટા દાવા સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા ગુજરાતના મદાવાદમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેનો સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. આ વચ્ચે સોશિયલ મિડિયામાં પ્રધાનમંત્રીનો એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેમની કાર માંથી બહારના ભાગે એક આમ આદમી પાર્ટીનું હોર્ડિગ વાંચી શકાય છે. આ ફોટોને શેર કરીને […]

Continue Reading

ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણી કાશ્મીર ફાઈલ જોઈને ભાવુક થયા ન હતા… જાણો શું છે સત્ય….

વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત ફિલ્મ “ધ કાશ્મીર ફાઇલ્સ” સોશિયલ મિડિયા પર ટોચના વલણોમાં અને મુખ્ય મિડિયા પર ચર્ચા અને ચર્ચાના વિષયોમાંની એક છે. આ ફિલ્મ કાશ્મીર વિદ્રોહ દરમિયાન કાશ્મીરી હિંદુઓના હિજરત પર આધારિત છે. દરમિયાન, સોશિયલ મિડિયા યુઝર્સે “ભાજપના નેતા લાલ કૃષ્ણ અડવાણીનો ભાવુક થતો વિડિયો શેર કરતા દાવો કર્યો હતો કે લાલ કૃષ્ણ અડવાણી […]

Continue Reading

ઝારખંડના વિડિયોને યુપી ચૂંટણી સાથે જોડી ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આગામી 3 દિવસમાં ઉત્તરપ્રદેશમાં આગામી સરકાર માટે મતદાન શરૂ થવાનું છે. છેલ્લા કેટલાક દિવસોમાં અમે જાહેર આક્રોશના કથિત વિડિયો અને ચિત્રો શેર કરીને સત્તાધારી ભાજપને નિશાન બનાવતી ઘણી પોસ્ટ જોઈ હતી.  દરમિયાન આવો જ દાવો કરતો એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 26 સેકન્ડના આ વિડિયોમાં ગુસ્સે ભરેલું ટોળું એક વાહનનો પીછો […]

Continue Reading

શું ખરેખર પંજાબ પોલીસ દ્વારા ભાજપાના કાર્યકરોને મારમારવામાં આવ્યો તેનો વિડિયો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં એક વ્યક્તિને પોલીસ અધિકારીઓ માર મારી રહ્યા હોવાનું જોઈ શકાય છે. પંજાબની પીએમ મુલાકાત લઈને આ વિડિયો શેર કરવામાં આવી રહ્યો છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પંજાબ પોલીસ દ્વારા ભાજપા કાર્યકરની પિટાઈ કરવામાં આવી તેનો […]

Continue Reading

ભાજપાના નેતા અને સમર્થકો વચ્ચે થયેલી બબાલના વિડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો…

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના ગરમાગરમ વાતાવરણ છે. ત્યારે એક વિડિયો સોશિયલ મિડિયામાં એક વિડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં લોકો દ્વારા જૂદી-જૂદી કારના કાચને તોડતા જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઉત્તર પ્રદેશમાં લોકો ભાજપના નેતાઓના વાહનો ફોડીને પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.” ફેક્ટ ક્રેસન્ડોની […]

Continue Reading

શું ખરેખર આમ આદમી પાર્ટીના નેતા મહેશ સવાણી ભાજપામાં જોડાયા…? જાણો શું છે સત્ય….

સોશિયલ મિડિયામાં એક ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોમાં આમ આદમી પાર્ટીના નેતા મહેશ સવાણી અને ભાજપા ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ જોવા મળે છે. જેમાં મહેશ સવાણી દ્વારા સીઆર પાટીલને એક બુક આપતા જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આમ આદમી પાર્ટીના નેતા મહેશ […]

Continue Reading

શું ખરેખર ભાજપાના પૂર્વ સાંસદ નંદ કુમાર દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

મધ્ય પ્રદેશના ખંડવાના ભાજપાના પૂર્વ સાંસદ નંદ કુમાર સિંહનો 6 સેકેન્ડનો એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ બોલી રહ્યા છે કે, “यूपी में ऐसी भी महिलाएं हैं जो हर हफ़्ते बच्चा देती है, साल भर में 52 बच्चे देती है.”. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભાજપા […]

Continue Reading

ધારાસભ્ય રામેશ્વર શર્માના નિવેદનના વિડિયોને હેમંત બિસ્વા શર્માના નામે વાયરલ કરવામાં આવી રહ્યો છે…જાણો શું છે સત્ય….

હાલમાં સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં તાજેતરમાં મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મહોરમ પ્રસંગે કથિત રીતે ઉઠાવવામાં આવેલા પાકિસ્તાન ઝિંદાબાદના નારા વિશે બોલતા વ્યક્તિને સાંભળી શકાય છે. આ વિડિયો શેરને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં જોવા મળતી વ્યક્તિ આસામ રાજ્યના મુખ્યમંત્રી છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

શું ખરેખર વિડિયોમાં થપ્પડ ખાઈ રહેલો વ્યક્તિ ભાજપાનો ઉમેદવાર છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં એક માણસે ફૂલનો હાર પહેરેલો જોવા મળે છે અને બીજા માણસ હાથમાં માઇક પકડીને જોઇ શકાય છે. જે બાદમાં ફૂલ પહેરેલા વ્યક્તિને મકાન પાછળ લઈ જઈ અને ફડાકા મારે છે બાદમાં તેને ફરી લોકો સામે લઈ આવે છે. આ વિડિયોને શેર કરીને […]

Continue Reading

શું ખરેખર આમ આદમી પાર્ટીના ગુજરાતના તમામ કાર્યકરો ભાજપામાં જોડાયા…? જાણો શું છે સત્ય….

ગુજરાતમાં વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીને લઈ ધમાસણ ચાલી રહ્યુ છે. તમામ રાજીકીય પક્ષો દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે પક્ષપલટાના સમાચાર પણ સામે આવતા હોય છે. આ વચ્ચે એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં ભાજપાનો કેસ ધારણ કરી અને લોકો જોવા મળે છે, આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર ભાજપા દ્વારા ગાંધી પરિવારની માફી માંગવામાં આવી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પ્રખ્યાત સમાચાર ચેનલ આજ તકની એક ટ્વિટનો ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં એવું લખવામાં આવ્યું છે કે, “ગાંધી પરિવાર કે ખિલાફ સીબીઆઇ નહીં ઢૂંઢ પાઈ એક ભી ભ્રષ્ટાચાર કા સબૂત, કોર્ટ મેં ગાંધી પરિવાર સે ભાજપાને માંગી માફી”. આ લખાણ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગાંધી પરિવારના […]

Continue Reading

શું ખરેખર ફોટોમાં જોવા મળતી વ્યક્તિ ફાધર સ્ટેન સ્વામી છે…? જાણો શું છે સત્ય….

ભીમા કોરેગાંવ કેસમાં ન્યાયિક કસ્ટડીમાં રખાયેલા ફાધર સ્ટેન સ્વામીના અવસાન પછી એક તરફ રાજકારણ ગરમાયું છે અને સરકારને સોશિયલ મિડિયા પર અનેક સવાલો પુછવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ઘણાં લોકોએ એક ફોટો શેર કરી રહ્યા છે. જેમાં એક વૃદ્ધ વ્યક્તિને હોસ્પિટલના પલંગ પર સાંકળથી બાંધવામાં આવ્યો છે. આ પોસ્ટ કરી અને દાવો કરી રહ્યા […]

Continue Reading

શું ખરેખર મારપીટની આ ઘટના આમ આદમી પાર્ટીની મિટિંગ દરમિયાન બની હતી…? જાણો શું છે સત્ય….

ગુજરાતમાં તેમજ અન્ય રાજ્યોમાં આમ આદમી પાર્ટી સક્રિય થતા સોશિયલ મિડિયામાં આમ આદમી પાર્ટીને લઈ ઘણી સાચી-ખોટી પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ વચ્ચે એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં એક મિટિંગ ચાલુ છે અને ચાલુ મિટિંગમાં એક નેતા અન્ય નેતાને ચપ્પલ વડે માર મારી રહ્યા છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર ભાજપના સિનિયર નેતા મુરલી મનોહર જોશી દ્વારા પ્રધાનમંત્રીને લઈ નિવેદન આપવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

ભાજપાના સિનિયર નેતા મુરલી મનોહર જોશીના ફોટો સાથે એક નિવેદન સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યુ છે. આ નિવેદન પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી ને લઈ કરવામાં આવ્યુ છે. જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે મુરલી મનોહર જોશી દ્વારા નિવેદન આપવામાં આવ્યુ કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રીતે જ અભિમાનમાં રહ્યા તો 2024માં ખરાબ રીતે હારશે […]

Continue Reading

શું ખરેખર અમરોહામાં ભાજપાના ધારાસભ્યને મહિલા દ્વારા માર મારવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયામાં એક મેસેજ અને ત્રણ ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. જેમાં આ યુવાનના કપડા ફાટી ગયેલા જોવા મળે છે અને આ વ્યક્તિની હાલત પણ ખરાબ જોવા મળી રહી છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વ્યક્તિ ભાજપાનો ધારાસભ્ય છે અને મહિલા દ્વારા તેને મારમારવામાં […]

Continue Reading

શું ખરેખર BJP સાંસદ સી.આર.પાટીલ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યુ.? જાણો શું છે સત્ય…

થોડાક સમય પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા એક એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે ગુજરાતમાં એક પણ દર્દીનું મૃત્યુ ઓક્સિજન ના અભાવે થયું નથી. જો કે મુખ્યમંત્રીના આ નિવેદનને લઈને સોશિયલ મિડિયામાં ભારે કટાક્ષ કરવામાં આવી રહ્યો છે. તે વચ્ચે સોશિયલ મિડિયા પર આ સંદર્ભે ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સીઆર પાટીલ અને વડાપ્રધાન નરેન્દ્ર […]

Continue Reading

શું ખરેખર ઓક્સિજન સિલિન્ડર સાથે પકડાયેલ આ શખ્સ ભાજપાનો કાર્યકર છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ચાર પોલીસ અધિકારી સાથે એક શખ્સ પકડાયેલો દેખાય છે. તેમજ તેની પાછળ ઓક્સિજનના સિલિન્ડર ભરેલી ટ્રક પણ જોવા મળે છે. આ ફોટો વાયરલ કરતાની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઓક્સિજન સિલિન્ડરને બ્લેકમાં વહેચતો આ શખ્સ ભાજપાનો કાર્યકર છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો હાલમાં બંગાળમાં થયેલી હિંસાનો છે…? જાણો શું છે સત્ય….

વર્ષ 2021ના શરૂઆતથી જ સતત ચર્ચામાં રહેલી પશ્ચિમ બંગાળની ચૂંટણીનું પરિણામ તારીખ 2 મેના આવ્યા બાદ સતત હુમલાની અને હિંસાની ખબરોએ સોશિયલ મિડિયામાં સતત વાતાવરણ ગરમ રાખ્યુ છે. ત્યારે આ બધા વચ્ચે એક ઈજાગ્રસ્ત મહિલાનો ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો શેર કરતાની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે […]

Continue Reading

શું ખરેખર ઓક્સિજન ન મળતા બીજેપી કાર્યકરો દ્વારા ઓફિસમાં તોડફોડ કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભાજપાનો ધ્વજ હાથમાં લઈ કેટલાક લોકો જોવા મળે છે. બાદમાં તેઓ દ્વારા ભાજપાની ઓફિસની અંદર ઘુસી અને તોડફોડ કરવામાં આવી રહી છે. જેમાં તેઓ ટેબલ, ખુરશી, પાણીના જગ, બેનર તમામ વસ્તુને નુકશાન પહોચાડતા જોવા મળે છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, […]

Continue Reading

શું ખરેખર ચૂંટણી પ્રચાર માટે ગયેલા દિલિપ ઘોષ પર હાલમાં બંગાળમાં હુમલો થયો…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં અમુક સ્થાનિક લોકો દ્વારા ભાજપાના કાર્યકરો પર હુમલો કરી રહ્યા છે અને ભાજપાના કાર્યકરો આગળ વધવાની બદલે પાછા જઈ રહ્યા છે. આ વિડિયો શેર કરતાની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પશ્ચિમ બંગાળમાં રોહિંગ્યા લોકોના વિસ્તારમાં ચૂંટણી પ્રચાર માટે ગયેલા દિલિપ ઘોષ પર હુમલો […]

Continue Reading

શું ખરેખર ગુજરાત ચૂંટણી દરમિયાનનો આ વિડિયો છે….? જાણો શું છે સત્ય….

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે સોશિયલ મિડિયામાં પણ અફવાઓનું બજાર ખૂબજ ગરમ છે અને જૂદા-જૂદા દાવાઓ સાથે અનેક વિડિયો અને ફોટાઓ વાયરલ થઈ રહ્યા છે. ત્યારે હાલ એક આઠ સેકેન્ડનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક બીજેપીના ઝંડા તેમજ પોસ્ટર સાથે એક વ્યક્તિ જોવા મળી રહ્યો છે તે જણાવી […]

Continue Reading

શું ખરેખર ભાજપાના કાર્યકર્તા દ્વારા મહિલાઓને ટ્રેક્ટર નીચે કચડવામાં આવી…? જાણો શું છે સત્ય….

દિલ્હીમાં પ્રજાસત્તાક દિન પર આંદોલનકારી ખેડુતો અને દિલ્હી પોલીસ વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ સોશિયલ મિડિયા પર એક વિડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જે વિડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે, “કિસાન આંદોલનમાં ભાગ લેવા આવી રહેલી વૃધ્ધ મહિલાઓ પર ભાજપના કાર્યકર દ્વારા ટ્રેક્ટર ચડાવી દેવામાં આવ્યુ.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

શું ખરેખર અન્ના હજારે દ્વારા ભાજપાની સદસ્યા ગ્રહણ કરવામાં આવી છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ટ્વિટનો સ્ક્રિન શોટ વાયરલ થઈ રહ્યો છે. જે સ્ક્રિન શોટમાં ભાજપા અધ્યક્ષ જે.પી.નડ્ડા અન્ના હજારેને ફૂલનો બુકે આપતા જોવા મળી રહ્યા છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અન્ના હજારે દ્વારા ભાજપાની સદસ્યતા ગ્રહણ કરવામાં આવી છે અને અન્ના હજારે ભાજપામાં જોડાયા છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

શું ખરેખર ભાજપાના કાર્યકરો રસી મુકાવવાનું નાટક કરી રહ્યા છે….? જાણો શું છે સત્ય….

દેશભરમાં કોરોના રસીની મુકવાની શરૂઆત થઈ ત્યારથી આ રસીની ઉપયોગિતા પર ભારે ચર્ચા કરવામાં આવી છે. તે જ રીતે, રસીકરણનો એક વિડિયો સોશિયલ મડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, “ભાજપના સભ્યો વિડિયો લેવા માટે કોરોના ઇન્જેકશન મુકવવાના નાટક કરી રહ્યા છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. […]

Continue Reading

શું ખરેખર ભાજપા સાંસદ દ્વાર કિસાનો વિરૂધ્ધમાં અભદ્ર ટિપ્પણી કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

હાલમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને કારણે ઘણાં વિડિયો અને તસવીરો સોશિયલ પ્લેટફોર્મ પર ખોટા અને ગેરમાર્ગે દોરતા દાવા સાથે વાઇરલ થઈ રહ્યા છે. હાલના દિવસોમાં એક વિડિયો ખૂબ જ ઝડપથી ઇન્ટરનેટ પર શેર કરવામાં આવી રહ્યો છે, તે વિડિયોમાં રાજકારણીને ભાષણ આપતા જોઈ શકાય છે, વિડિયોમાં તમે ભાજપનો ધ્વજ પણ જોશો. વિડિયો સાથે વાયરલ થઈ […]

Continue Reading