
તાજેતરમાં સોશિયલ મીડિયા પર માતા અને બાળકનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઉત્તરાખંડના કર્ણપ્રયાગમાં ઝિપલાઈન દરમિયાન ભયાનક અકસ્માત સર્જાયો તેનો આ વીડિયો છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ કોઈ વાસ્તવિક ઘટનાનો નહીં પરંતુ AI દ્વારા બનાવવામાં આવેલો ફેક વીડિયો છે. ઉત્તરાખંડ પોલીસ દ્વારા આ વીડિયો ખોટો હોવાનું જણાવવામાં આવ્યું છે. આ વીડિયોને વાસ્તવિક પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજથી સર્ત કરતાં અમને ચમોલી પોલીસ, ઉત્તરાખંડના સત્તાવાર એક્સ હેન્ડલ પર 8 જૂન, 2026ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં ચમોલી પોલીસે ટ્વિટમાં વાયરલ દાવાને રદિયો આપ્યો હતો. તેઓએ જણાવ્યું છે કે, વાયરલ વીડિયો એઆઈનો ઉપયોગ કરીને જનરેટ કરવામાં આવ્યો છે.

વધુમાં અમે AI ડિટેક્શન ટૂલ્સ દ્વારા પણ આ વીડિયોની સત્યતા જાણવાની કોશિષ કરી તો તેમાં પણ વાયરલ વીડિયો AI-જનરેટેડ હોવાનું જાણવા મળ્યું હતું.


પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ કોઈ વાસ્તવિક ઘટનાનો નહીં પરંતુ AI દ્વારા બનાવવામાં આવેલો ફેક વીડિયો છે. ઉત્તરાખંડ પોલીસ દ્વારા આ વીડિયો ખોટો હોવાનું જણાવવામાં આવ્યું છે. આ વીડિયોને વાસ્તવિક પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)


