શું ખરેખર કંગના રનૌત દ્વારા રામ રહિમ જોડે ફોટો પડવવામાં આવ્યો..? જાણો શું છે સત્ય….

Altered રાજકીય I Political રાષ્ટ્રીય I National

કંગના રનૌતનો ફોટો એડિટ કરી ખોટા દાવા સાથે વાયરલ કરવમાં આવી રહ્યો છે. ઓરિજનલ ફોટોમાં તે સદગુરૂ સાથે જોવા મળે છે.

ખુબ જ ચર્ચામાં તેમજ પોતાના નિવદેનથી હમેશા મીડિયામાં ચર્ચાનો વિષય બનતી એક્ટ્રેસ કંગના રનૌતને ભાજપા દ્વારા હિમાચલ પ્રદેશથી ટિકિટ આપવામાં આવી છે. ત્યારે હાલમાં તેમને એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ બાબા રામ રહિમ જોડે જોવા મળે છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કંગના રનૌત દ્વારા બાબા રામ રહિમની મુલાકત કરી તેમની જોડે ફોટો પડાવવામાં આવ્યો.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 27 માર્ચ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કંગના રનૌત દ્વારા બાબા રામ રહિમની મુલાકત કરી તેમની જોડે ફોટો પડાવવામાં આવ્યો.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી વાયરલ ફોટોને સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને ડેઈલી ન્યુઝ પોસ્ટનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં કંગના રનૌતનો આ જ ફોટો જોવા મળે છે. જેમાં તે સદગુરૂ સાથે જોવા મળે છે. જેના પરથી પ્રતિત થાય છે કે, તેમનો વાયરલ ફોટો એડિટ કરવામાં આવ્યો હતો. 

DNP | ARCHIVE

તેમજ વધુ સર્ચ કરતા અમને કંગના રનૌતના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર ઓરિજનલ ફોટો પ્રાપ્ત થયો હતો. જેમા તેઓ સદગુરૂ સાથે જોવા મળે છે તેમણે ફોટો શેર કરીને લખ્યુ હતુ કે, “આજ સવારે પરમ પુજનય શ્રી સદગુરૂ જી સાથે મુલાકાત થઈ, તેમની દયા અને કૃપા સદા અમારા પર બની રહે. ઓમ નમ: શિવાય.”  

ARCHIVE

તેમજ વાયરલ ઈમેજ અને ઓરિજનલ ઈમેજ વચ્ચેનો તફાવત તમે નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો ડિજીટલી એડિટ કરવામાં આવ્યો છે. ઓરિજનલ ફોટમાં કંગના બાબા રામ રહિમ જોડે નહિં પરંતુ સદગુરૂ સાથે છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર કંગના રનૌત દ્વારા રામ રહિમ જોડે ફોટો પડવવામાં આવ્યો..? જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: ALTERED

Leave a Reply