આ ફોટોને એડિટ કરીને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. આજતકની ન્યુઝ પ્લેટને ડિજિટલ રીતે એડિટ કરવામાં આવી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા લોકો સુધી પહોંચવાનું શરૂ કરી દેવામાં આવ્યુ છે. કેન્દ્રના પણ તમામ નેતાઓ પણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે સોશિયલ મિડિયામાં ખૂબ સાચી-ખોટી પોસ્ટ પણ વાયરલ થઈ રહ્યુ છે.

હાલમાં આજતક ન્યુઝ ચેનલનો એક સ્ક્રિન શોટ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીના એક્ઝિટ પોલ બતાવવામાં આવી રહ્યો છે. જેમાં ભાજપને 37 આમ આદમી પાર્ટીને 116 અને કોંગ્રેસને 15 બેઠક મળતી હોવાનું બતાવવામાં આવી રહ્યુ છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આજતક દ્વારા ગુજરાત વિધાનસભાને લઈ એક્ઝિટ પોલ આપવામાં આવ્યો જેમાં આમ આદમી પાર્ટીને બહુમતી મળી હોવાનું જણાવવામાં આવ્યુ છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

આમ આદમી પાર્ટી વાઘોડિયા નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 September 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આજતક દ્વારા ગુજરાત વિધાનસભાને લઈ એક્ઝિટ પોલ આપવામાં આવ્યો જેમાં આમ આદમી પાર્ટીને બહુમતી મળી હોવાનું જણાવવામાં આવ્યુ છે.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કર્યુ પરંતુ અમને કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી જેમાં આજતક દ્વારા કોઈ એક્ઝિટ પોલ બહાર આપવામાં આવ્યો હોય.

પરંતુ જનસત્તા દ્વારા 30 ઓગસ્ટ 2022ના પ્રસારિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “ઈટીજી અને ટાઈમ્સ નાઉ નવભારતના સર્વે અનુસાર જો આજે ચૂંટણી થાય તો ભાજપને 115-125 સીટો મળી શકે છે. કોંગ્રેસને 39-44 બેઠકો મળવાની ધારણા છે, જ્યારે અરવિંદ કેજરીવાલની પાર્ટીને 13-18 બેઠકો મળી શકે છે, જ્યારે અન્યને 2-4 બેઠકો મળી શકે છે.

Jansatta | Archive

તેમજ અમે ગૂગલ પર વધુ સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, વાયરલ ન્યુઝપ્લેટ એડિટેડ છે. ઓરિજનલ ન્યુઝ પ્લેટ અમને પ્રાપ્ત થઈ હતી. જે ન્યુઝ પ્લેટ આજતકની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પ્રાપ્ત થઈ હતી. જે અહેવાલમાં વર્ષ 2024માં પ્રધાનમંત્રી કોણ તે અંગે સીવોટર દ્વારા કરવામાં આવેલા સર્વે અંગેની માહિતી પ્રસારિત કરવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

Aajtak Youtube link

વાયરલ ફોટો અને ઓરિજનલ ફોટો વચ્ચેનો તફાવત તમે નીચે જોઈ શકો છો.

તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે આજતકના ગુજરાત એડિટર ગોપી ધાંધરનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “હાલમાં ગુજરાતની ચૂંટણી ને લઈ કોઈ એક્ઝિટ પોલ આજતક દ્વારા આપવામાં આવ્યો નછી. આ ન્યુઝ પ્લેટને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહી છે.”

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. આ પ્રકારે કોઈ એક્ઝિટ પોલ આમ આદમી પાર્ટીની તરફેણમાં આજતક દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો નથી. આ ન્યુઝ પ્લેટને ડિજિટલી એડિટ કરવામાં આવી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:Fake News: આજતકની ન્યુઝ પ્લેટને એડિટ કરીને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહી... જાણો શું છે સત્ય....

Fact Check By: Frany Karia

Result: False