ભીડ દ્વારા પુતળાને આગ લગાડતા થયેલી અફડાતફડીના વીડિયોનું જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

આ આગમાં દાઝેલા લોકોમાં ન હતો ભાજપાના કોઈ કાર્યકર્તા હતા, તેમજ કોંગ્રેસના પણ કાર્યકર્તા ન હતા. આ વીડિયો 12 વર્ષ પહેલાનો છે. જેને હાલની ચૂંટણી સાથે કોઈ લેવા-દેવા નથી.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક લોકો પૂતળાને સળગાવવાનો પ્રયાસ કરે છે પરંતુ પછી તેમની જ લુંગીમાં આગ લાગી જાય છે. વીડિયો શેર કરીને યુઝર્સ દાવો કરી રહ્યા છે કે, “કોંગ્રેસના કાર્યકરોએ વડાપ્રધાનના પૂતળાને સળગાવવાનો પ્રયાસ કરતી વખતે તેમની લુંગીને આગ લગાવી દીધી હતી.”  તેમજ અન્ય યુઝર્સ દ્વારા આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાહુલ ગાંધીનું પુતળુ સળગાવવાનો પ્રયાસ કરતી વખતે ભાજપાના કાર્યકરોની લુંગીમાં આગ લાગી હતી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 05 મે 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કોંગ્રેસના કાર્યકરોએ વડાપ્રધાનના પૂતળાને સળગાવવાનો પ્રયાસ કરતી વખતે તેમની લુંગીને આગ લગાવી દીધી હતી.”

Facebook | Fb post Archive | Fb video archive 
Facebook | Facebook

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

તપાસની શરૂઆતમાં અમે વાયરલ વીડિયોની કેટલીક તસવીરોની રિવર્સ ઇમેજ સર્ચ કરી હતી. પરિણામે, અમને Asianetnews (આર્કાઇવ) ની યુટ્યુબ ચેનલ પર મલયાલમ ભાષામાં અપલોડ થયેલો વાયરલ વિડિયો મળ્યો. આ વીડિયો 5 જુલાઈ 2012ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. તેનાથી સ્પષ્ટ થાય છે કે વાયરલ વીડિયોનો તાજેતરની લોકસભા ચૂંટણી સાથે કોઈ સંબંધ નથી.

વીડિયો સાથેનું કેપ્શન વાંચે છે – પથાનમથિટ્ટામાં KSU કામદારો નસીબદાર થયા જે ફાયર એસ્કેપથી બચી ગચા. 

વીડિયોમાં જણાવવામાં આવ્યું હતું કે કેએસયુના કાર્યકરો એમજી યુનિવર્સિટીના વીસી સામે વિરોધ કરી રહ્યા હતા. આ દરમિયાન કુલપતિના પૂતળાનું દહન કરતી વખતે કેટલાક કાર્યકરોની લુંગીમાં આગ લાગી હતી. 

યુટ્યુબ ચેનલ પર પ્રકાશિત વિડીયોમાં KSU ધ્વજ જોઈ શકાય છે. તમને જણાવી દઈએ કે KSU એ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિનું વિદ્યાર્થી સંઘ છે, જે કેરળમાં સક્રિય છે. આ પુષ્ટિ કરે છે કે વાયરલ વીડિયોને કર્ણાટક સાથે કોઈ લેવાદેવા નથી. વીડિયો કેરળનો છે. નીચે બંને ફ્લેગોનું વિશ્લેષણ જુઓ. 

પ્રાપ્ત માહિતીનો સહારો લઈને અમે વધુ તપાસ હાથ ધરી છે. પરિણામે, અમને “ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા” (આર્કાઈવ) ની વેબસાઈટમાં પ્રકાશિત થયેલા વા યરલ વીડિયોના સમાચાર મળ્યા.

24 જુલાઈ 2012ના રોજ પ્રકાશિત થયેલા આ સમાચાર અનુસાર, વીડિયોમાં દેખાતા વિદ્યાર્થીઓ કથિત રીતે એમજી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચારનો વિરોધ કરી રહ્યા હતા. આગના કારણે કેટલાક પ્રદર્શનકારીઓ પણ ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વીડિયો વર્ષ 2012નો છે અને કેરળનો છે. આ વીડિયો વડાપ્રધાન મોદીનો નથી પરંતુ KSUના MG યુનિવર્સિટીના કાર્યકરો દ્વારા VCના પૂતળા દહનનો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:ભીડ દ્વારા પુતળાને આગ લગાડતા થયેલી અફડાતફડીના વીડિયોનું જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False

Leave a Reply