આ વિડિયો હાલનો નહિં પરંતુ આજ થી 4 વર્ષ પહેલાનો છે. હાલની વિધાનસભાની ચૂંટણી સાથે તેને કોઈ લેવા-દેવા નથી.

હાલમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ છે જેમાં આમ આદમી પાર્ટીને ખૂબ જ ઓછી સીટ મળી છે અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓએ પણ હારનો સામનો કરવો પડ્યો છે. ત્યારે હાલમાં આમ આદમી પાર્ટીના સુરતની ઓલપાડ બેઠકના ઉમેદવાર ધાર્મિક માલવીયાનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ રડી રહ્યા હોવાનું જોવા મળે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સુરતની ઓલપાડ બેઠક પર હાર થતા ધાર્મિક માલવિયા રડી રહ્યા છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Lucky Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 08 ડિસેમ્બર 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સુરતની ઓલપાડ બેઠક પર હાર થતા ધાર્મિક માલવિયા રડી રહ્યા છે.”

Facebook | Fb post Archive | Fb video archive

Facebook

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને ધાર્મિક માલવિયાનો આ જ વિડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં તેઓ રડી રહ્યા હોવાનું જોવા મળે છે. જે આજ થી 4 વર્ષ પહેલા એબીપી અસ્મિતા ન્યુઝ ચેનલ દ્વારા અપલોડ કરવામાં આવ્યો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “અલ્પેશ કથિરિયા જેલ મુક્ત થતા પાટીદાર આગેવાન ધાર્મિક માલવિયા રડી પડ્યા.

તેમજ અન્ય મિડિયા હાઉસ દ્વારા પણ ધાર્મિક માલવિયાના રડવાના આ વિડિયોને લઈ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

ન્યુઝ18 | સંગ્રહ

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલનો નહિં પરંતુ વર્ષ 2018નો છે. હાલની વિધાનસભાની ચૂંટણી સાથે આ વિડિયોને કોઈ લેવા-દેવા નથી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:Fake News: શું ખરેખર ધાર્મિક માલવિયા ચૂંટણી હારી જતા રડી પડ્યા હતા…? જાણો શું છે સત્ય...

Fact Check By: Frany Karia

Result: False