આ વિડિયો વર્ષ 2021થી સોશિયલ મિડિયામાં ઉપલબ્ધ છે. જે હરિદ્વારમાં જેપી નડ્ડાની રેલી બહારનો હોવાનો કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં બીજેપીનો ખેસ પહેરી અને ટોપી પહેરીને લોકોને દારૂના ગ્લાસ ભરતા લોકોનો વિડિયો જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગુજરાતમાં દારૂ બંધી હોવા છતા પણ બીજેપીની સભામાં લોકોને દારૂ વહેચવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Nakum Jantilal નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 15 November 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ગુજરાતમાં દારૂ બંધી હોવા છતા પણ બીજેપીની સભામાં લોકોને દારૂ વહેચવામાં આવી રહ્યો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર સર્ચ કરતા અમને આ વિડિયો 20 ડિસેમ્બર 2021ના રોજ કોંગ્રેસના ઘણા નેતાઓ અને ઉત્તર પ્રદેશ કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યો હતો.

Archive

કોંગ્રેસના નેતાઓએ દાવો કર્યો હતો કે વાઈરલ વીડિયો ડિસેમ્બર 2021માં બીજેપી નેતા જેપી નડ્ડાની રેલી પહેલા યુપીના હરિદ્વારનો છે.

ઘણા મિડીયા હાઉસ દ્વારા પણ આ વિડીયો અંગેના અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે આ (લિંક, લિંક) પર ક્લિક કરી જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેયર કરવામાં આવેલો આ વિડિયો વર્ષ 2021થી સોશિયલ મિડિયામાં ઉપલબ્ધ છે. જે હરિદ્વારમાં જેપી નડ્ડાની રેલી બહારનો હોવાનો કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:બીજેપીની ટોપી પહેરી દારૂ વહેચવામાં આવતો હોવાનો આ વિડીયો ગુજરાતનો નથી.... જાણો શું છે સત્ય....

Fact Check By: Frany Karia

Result: Missing context