હાર્દિક પટેલને લોકો દ્વારા પ્રશ્ન પુછવામાં આવતા જૂના વિડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

રાજકીય I Political રાષ્ટ્રીય I National

આ વિડિયો હાલનો નહિં પરંતુ 3 વર્ષ જૂનો છે. તે સમયે હાર્દિક પટેલ ભાજપામાં નહિં પરંતુ કોંગ્રેસમાં હતા.

ગુજરાતની આગામી ચૂંટણીને લઈને રાજકારણીઓ વિશે અનેક ખોટા સમાચાર ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. દરમિયાન હાલમાં જ ભાજપ સાથે જોડાયેલા હાર્દિક પટેલનો એક વિડિયો ખૂબ જ ઝડપથી શેર થઈ રહ્યો છે. તેમાં તમે કેટલાક લોકો તેમની સાથે ગુજરાતી ભાષામાં વાત કરતા જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે “ભાજપથી ખૂબ નારાજ લોકોએ હાર્દિક પટેલને ગાર્ડન માંથી ભગાડી રહ્યા છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Nirmal Surti Adivasi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 ઓક્ટોબર 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ભાજપથી ખૂબ નારાજ લોકોએ હાર્દિક પટેલને ગાર્ડન માંથી ભગાડી રહ્યા છે.”

Facebook | Fb post Archive | Fb video archive

ટ્વિટર અને અન્ય ફેસબુક યુઝર દ્વારા પણ આ જ દાવા સાથે વિડિયોને શેર કરવામાં આવી રહ્યો છે. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે તેનું સત્ય જાણવા માટે અમે યુટ્યુબ પર કીવર્ડ સાથે સર્ચ કર્યું. અમને વિડિયોનું લાંબુ સંસ્કરણ 26 માર્ચ 2019 ના રોજ દેશ ગુજરાત HD ની ઓફિશિયલ ચેનલ પર પ્રસારિત કરવામાં આવ્યુ હતુ. તેની સાથે આપવામાં આવેલી માહિતીમાં જણાવાયું છે કે તત્કાલિન કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ અને કોંગ્રેસ નેતા અલ્પેશ ઠાકોર ગુજરાતી ન્યૂઝ ચેનલ TV9 ગુજરાતીને ઈન્ટરવ્યુ આપવા અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડનમાં ગયા હતા. ત્યારબાદ મોર્નિંગ વોક માટે ત્યાં હાજર કેટલાક લોકોએ હાર્દિક પટેલનો સામનો કર્યો અને તેને અનેક સવાલો કર્યા.

બેન્ચ પર બેઠેલી વ્યક્તિઃ તમે ચૂંટણી લડશો અને લોકો તમને પુરા કરી દેશે.

હાર્દિક પટેલ: તે આ રીતે કામ નથી થતુ, હંમેશા તમે ઈચ્છો છો તેવું નથી હોતું.

બેન્ચ પર બેઠેલી વ્યક્તિઃ હવે બધુ કામ અમારી મરજી મુજબ થશે. અત્યાર સુધી તમે તમારી ઈચ્છા મુજબ કામ કર્યું છે.

હાર્દિક પટેલ: કંઈ વાંધો નહીં (અન સાંભળ્યું)

વ્યક્તિ 2: તમે ‘ટુકડે-ટુકડે’ ગેંગના સભ્ય છો. તમે શેહલા રાશિદ સાથે સ્ટેજ શેર કર્યું છે. તમે કોઈ વાતનો વિરોધ કરો છો તે સમજી શકાય છે, પરંતુ તેના માટે તમે શેહલા રશીદ અને જેએનયુના લોકો સાથે મળીને કામ કરો છો, તે ઠીક છે?

ત્રીજો વ્યક્તિ: કોંગ્રેસમાં જોડાવું એ કોઈ સમસ્યા નથી, તે એક કાયદેસર રાજકીય પક્ષ પણ છે, પરંતુ તમે શેહેલ રશીદ અને તેના જેવા લોકોને સમર્થન આપો…!

હાર્દિક પટેલ: તેમની (શેહલા રશીદ અને ટુકડે ટુકડે ગેંગના સભ્યો) સામે કોઈ કેસ નોંધાયેલ નથી.

ત્યાં હાજર અન્ય એક વ્યક્તિઃ પરંતુ તેણે દેશ વિરોધી નિવેદન આપ્યું છે. રશિયન ટીવી (RT)માં શેહલા રશીદે આપેલો ઇન્ટરવ્યુ જુઓ. એફઆઈઆર (કેસ) મહત્વપૂર્ણ નથી પરંતુ તમે શું બોલો છો તે મહત્વનું છે. તે કેસ પૂરો થયો. તે કેસની ચાર્જશીટની નકલ જુઓ.

હાર્દિક પટેલઃ ભાજપે પણ કાશ્મીરમાં પીડીપી (પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી) સાથે ગઠબંધન કર્યું છે.

ત્યાં હાજર વ્યક્તિઃ તમે કોઈની પાર્ટીને હરાવવા માંગો છો, તે સારું છે પરંતુ તમે શેહલા રાશિદને સમર્થન નથી આપી શકતા.

ત્યાં હાજર એક વ્યક્તિઃ તમે કહ્યું હતું કે તમે રાજકારણમાં નહીં આવશો, પરંતુ તમે કોંગ્રેસમાં જોડાયા છો. કોંગ્રેસની અંદર જાવ, સમય જ કહેશે.

એક વ્યક્તિ: અમે તને (હાર્દિક પટેલ) મત દ્વારા ખતમ કરીશું.

વ્યક્તિ 2: આવી વ્યક્તિ વિશે શા માટે ચિંતા કરો, તે વાત કરવા યોગ્ય નથી.

ત્યાંની વ્યક્તિ: તમે લોકોને બરબાદ કર્યા.

હાર્દિક પટેલઃ તો મારી સામે કેસ કરો.

ત્યાં હાજર વ્યક્તિઃ ના ના ના કેમ કેસ દાખલ કરો, અમે તમને વોટ કરીને ખતમ કરીશું.

વ્યક્તિ 2: ભારત માતા કી જય.

વધુ એક વ્યક્તિ: તેને અહીંથી બહાર કાઢો.

હાર્દિક પટેલ: મજા આવી?

ત્યાંની વ્યક્તિ: હા, અમે હંમેશા મજા કરીએ છીએ.

તમે નીચેની વિડિઓમાં સમગ્ર વાર્તાલાપ જોઈ શકો છો.

આના પરથી અમને સમજાયું કે તેઓ હાર્દિક પટેલને ભગાડી રહ્યા ન હતા, તેઓ તેમની પૂછપરછ કરી રહ્યા હતા અને વસ્તુઓ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી રહ્યા હતા. તેમણે ક્યાંય એવું નથી કહ્યું કે તેઓ ભાજપથી નારાજ છે. તેના બદલે, તેઓ તેમની નારાજગી વ્યક્ત કરી રહ્યા હતા કે હાર્દિક પટેલે શેહલા રાશિદ અને જેએનયુના અન્ય વિદ્યાર્થીઓને સમર્થન આપ્યું હતું જેમણે દેશ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

આ વિડિયો વર્ષ 2019નો હોવાથી સ્વાભાવિક છે કે આ કોઈ તાજેતરની ઘટના નથી. તમને જણાવી દઈએ કે વર્ષ 2019માં હાર્દિક પટેલ કોંગ્રેસ પાર્ટીમાં હતો. તેઓ આ વર્ષે 2 જૂને ભાજપમાં જોડાયા હતા.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વિડિયો હાલનો નથી પરંતુ વર્ષ 2019નો છે. તે સમયે હાર્દિક પટેલ કોંગ્રેસ પાર્ટીમાં હતો. ભાજપામાં ન હતો.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:હાર્દિક પટેલને લોકો દ્વારા પ્રશ્ન પુછવામાં આવતા જૂના વિડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False