વર્ષ 2017ના બંગાળના વીડિયોને લોકસભા 2024ની ચૂંટણી સાથે કોઈ લેવા-દેવા નથી… જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં અમુક સ્થાનિક લોકો દ્વારા ભાજપાના કાર્યકરો પર હુમલો કરી રહ્યા છે અને ભાજપાના કાર્યકરો આગળ વધવાની બદલે પાછા જઈ રહ્યા છે. આ વિડિયો શેર કરતાની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “લોકસભા 2024ની ચૂંટણીનો પ્રચાર કરવા ગયેલા ભાજપાના કાર્યકરોને લોકોએ મારીને ભગાવ્યા.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 04 એપ્રિલ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “લોકસભા 2024ની ચૂંટણીનો પ્રચાર કરવા ગયેલા ભાજપાના કાર્યકરોને લોકોએ મારીને ભગાવ્યા.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામ પરથી અમને એબીપી ન્યૂઝ દ્વારા 6 ઓક્ટોબર 2017ના સમાચાર પ્રસારિત કર્યા હતા. આ સમાચાર મુજબ આ ઘટના 2017માં પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં બની હતી. ભાજપના બંગાળના અધ્યક્ષ દિલીપ ઘોષને ગોરખા ટેરિટોરિયલ એડમિનિસ્ટ્રેશનના પ્રમુખ બિનય તમાંગના સમર્થકોએ માર માર્યો હતો અને તેનો પીછો કર્યો હતો. ગોરખા જનમુક્તિ મોરચા દ્વારા અલગ ગોરખાલેન્ડની માંગણી માટે 108 દિવસની હડતાલ પછી જ 5 ઓક્ટોબર, 2017 ના રોજ દિલીપ ઘોષ દાર્જિલિંગમાં ગયા હતા.

આ સમાચારને 5 ઓક્ટોબર 2017ના રોજ રિપબ્લિક વર્લ્ડ દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યાં હતાં. આ બુલેટિનમાં સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં જે દ્રશ્યો દેખાય છે તે જોઇ શકાય છે.

ઇકોનોમિક ટાઇમ્સ (સંગ્રહ)ના સમાચારો અનુસાર, દિલિપ ઘોષ ગુરૂંગ જૂથ્થના નેતાઓને મળવા અને વિજયા સંમેલન કાર્યક્રમના આયોજન માટે દાર્જિલિંગમાં ગયા હતા. પ્રદેશ પ્રમુખ પર મોરચાના સમર્થકોના જૂથે બિનય તમાંગના જૂથ દ્વારા હુમલો કર્યો હતો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વીડિયો હાલનો નહિં પરંતુ વર્ષ 2017માં બનેલી ઘટનાનો છે. દિલિપ ઘોષના આ વીડિયોને હાલની લોકસભાની ચૂંટણી સાથે કોઈ લેવા દેવા નથી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:વર્ષ 2017ના બંગાળના વીડિયોને લોકસભા 2024ની ચૂંટણી સાથે કોઈ લેવા-દેવા નથી… જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False

Leave a Reply