Altered: કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાનીના નામથી વાયરલ આ ફોટો એડિટેડ છે. જાણો શું છે સત્ય…
ઓરિજનલ ફોટો સાથે ડિજીટલી છેડછાડ કરી સ્મૃતિ ઈરાનીની ફેસ એડિટ કરી અને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહી છે.
ભારતના મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીનો એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોમાં યુવાન સ્મૃતિ ઈરાની બેલી ડાન્સના પોશાકમાં સજ્જ છે અને એક પુરૂષ સંભવત તેણીને ટચ-અપ કરી રહ્યો છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાનીની બેલી ડાન્સ કરી રહેલી આ જૂની તસ્વીર છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
વિફરેલો વઢિયારી નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 ઓગસ્ટ 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાનીની બેલી ડાન્સ કરી રહેલી આ જૂની તસ્વીર છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને Tripadvisor દ્વારા પ્રસારિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં ઓરિજનલ કલર ફોટો પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “ફોટો: તુર્કી BBQ નાઇટ પર બેલી ડાન્સર.”
તેમજ ઓરિજનલ ફોટો અને વાયરલ ફોટો વચ્ચેનો તફાવત તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, સોશિયલ મીડિયામાં વાયરલ તસવીર ડિજીટલી એડિટ કરવામાં આવી છે અને તે કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાનીની તસવીર નથી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:Altered: કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાનીના નામથી વાયરલ આ ફોટો એડિટેડ છે. જાણો શું છે સત્ય...
Written By: Frany KariaResult: Altered