જાણો અમૂલ દૂધ અંગે માહિતી આપી રહેલા અમૂલના અધિકારી કક્ષાના વ્યક્તિના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય… 

Missing Context સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમૂલના એક અધિકારી કક્ષાના વ્યક્તિ દ્વારા અમૂલ દૂધ વિશે માહિતી આપવામાં આવી તેનો આ વીડિયો છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ કોઈ અમૂલના અધિકારીનો નહીં પરંતુ રાજકોટના એક યુટ્યુબર હિતેશ જાનીનો છે જે વર્ષ 2025માં વાયરલ થયો હતો. આ વીડિયો અંગે FIR પણ કરવામાં આવી હતી. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાંથી સ્ક્રીનશોટ લીધો અને રિવર્સ ઈમેજ સર્ચ કર્યું. જેનાથી અમને આ જ વાયરલ વીડિયો સાથેના સમાચાર ટીવી9 ગુજરાતી પર 7 નવેમ્બર, 2025ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, અમૂલે તેના ઉત્પાદનો વિશે અફવા ફેલાવનાર વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી.

અમારી વધુ તપાસમાં અમને ગુજરાત સમાચાર દ્વારા પણ આ જ વીડિયો અંગેના એક સમાચાર 7 નવેમ્બર, 2025ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, અમદાવાદની ચાંદખેડા પોલીસે રાજકોટ સ્થિત યુટ્યુબર ડૉ. હિતેશ જાની વિરુદ્ધ યુટ્યુબ વીડિયો દ્વારા અમૂલ દૂધ અને અન્ય ડેરી ઉત્પાદનો વિશે ખોટી અને ગેરમાર્ગે દોરતી માહિતી ફેલાવવા બદલ ફરિયાદ નોંધી છે, જેનો હેતુ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMF) અને તેની મુખ્ય બ્રાન્ડ અમૂલની છબી ખરાબ કરવાનો હતો.

આ જ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. bhaskarenglish.in | ahmedabadmirror.com | timesofindia.indiatimes.com

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે સીધો જ આણંદ અમૂલ ડેરીનો સંપર્ક કરતાં અમને પ્રોડક્શન ઈન્ચાર્જે જણાવ્યું હતું કે, આ માહિતી તદ્દન ખોટી છે અને એક વર્ષ પહેલાં અમૂલ દ્વારા તેમના પર કેસ પણ કરવામાં આવ્યો હતો. તેમજ આ વ્યક્તિ અમૂલ કંપની સાથે કોઈ જ સંબંધ ધરાવતા નથી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ કોઈ અમૂલના અધિકારીનો નહીં પરંતુ રાજકોટના એક યુટ્યુબર હિતેશ જાનીનો છે જે વર્ષ 2025માં વાયરલ થયો હતો. આ વીડિયો અંગે FIR પણ કરવામાં આવી હતી. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Result Stamp

Title: જાણો અમૂલ દૂધ અંગે માહિતી આપી રહેલા અમૂલના અધિકારી કક્ષાના વ્યક્તિના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય… 

Written By: Vikas Vyas

Result: Missing Context

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *