શું ખરેખર PM નરેન્દ્ર મોદી દ્વારા બેલેટ પેપરના સમર્થનમાં નિવેદન આપવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં જોવામળે છે કે, નરેન્દ્ર મોદી બેલેટ પેપરથી મતદાન કરવાની પ્રક્રિયા અંગે વાત કરી રહ્યા છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પીએમ નરેન્દ્ર મોદી દ્વારા બેલેટ પેપરથી મતદાનને સમર્થન કરવામાં આવ્યુ.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયોમાં પીએમ નરેન્દ્ર મોદી બેલેટ પેપરને સમર્થન નથી કરી રહ્યા. તેઓ ઈવીએમ ટેક્નોલોજીની અન્ય દેશ સાથે સરખામણી કરી રહ્યા છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Azad Yuva નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 08 જૂલાઈ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પીએમ નરેન્દ્ર મોદી દ્વારા બેલેટ પેપરથી મતદાનને સમર્થન કરવામાં આવ્યુ.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે આ અંગે ગૂગલ પર સર્ચ કરતા અમને PM નરેન્દ્ર મોદીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ દ્વારા 3 ડિસેમ્બર 2016ના પ્રસારિત પીએમ નરેન્દ્ર મોદીનો ઓરિજનલ વિડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “ઉત્તર પ્રદેશના મુરાદાબાદ શહેરમાં યોજાયેલી પરિવર્તન રેલીમાં પીએમ મોદીનું સંબોધન.” 

PM નરેન્દ્ર મોદીએ તેમના ભાષણમાં ચૂંટણીમાં EVM ટેક્નોલોજીની પ્રશંસા કરી હતી. તેમણે ઈવીએમ પર બેલેટ પેપર વોટિંગ પ્રક્રિયાને સમર્થન આપ્યું ન હતું. મુરાદાબાદની આ રેલીના પીએમ મોદીના ભાષણની વિગતો સમાચાર એજન્સી દ્વારા 03 ડિસેમ્બર 2016ના રોજ પ્રકાશિત કર્યા. જે તમે નીચે જોઈ શકો છો.

Economic Times | Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયોમાં પીએમ નરેન્દ્ર મોદી બેલેટ પેપરને સમર્થન નથી કરી રહ્યા. તેઓ ઈવીએમ ટેક્નોલોજીની અન્ય દેશ સાથે સરખામણી કરી રહ્યા છે.

Avatar

Title:શું ખરેખર PM નરેન્દ્ર મોદી દ્વારા બેલેટ પેપરના સમર્થનમાં નિવેદન આપવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False

Leave a Reply