આ વીડિયોમાં બે અલગ-અલગ વીડિયો છે. આ બંને વીડિયો તાજેતરના નથી પરંતુ જૂના છે.

કર્ણાટકમાં આગામી ચૂંટણીને લઈને ગૃહમંત્રી અમિત શાહનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે જોઈ શકો છો કે અમિત શાહ ભાષણ આપી રહ્યા છે. અને એક અનુવાદક પણ છે જે તેમના ભાષણનો અનુવાદ કરી રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે અમિત શાહ યોગ્ય રીતે અનુવાદ ન કરવા બદલ અનુવાદક પર ગુસ્સે થઈ રહ્યા છે. યુઝર્સ આ વીડિયોને મજાક તરીકે શેર કરી રહ્યા છે. તેઓ દાવો કરી રહ્યા છે કે, “આ વીડિયો અત્યારનો છે. તાજેતરના ચૂંટણી પ્રચાર દરમિયાન, અમિત શાહ ખોટા અનુવાદ કરવા બદલ તેમના અનુવાદકો પર ગુસ્સે થઈ રહ્યા છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Bhavik Amin નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 01 મે 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “તાજેતરના ચૂંટણી પ્રચાર દરમિયાન, અમિત શાહ ખોટા અનુવાદ કરવા બદલ તેમના અનુવાદકો પર ગુસ્સે થઈ રહ્યા છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે આ વીડિયોને સંપૂર્ણ જોયા પછી, અમને જાણવા મળ્યું કે તેમાં બે અલગ-અલગ જગ્યાએ આપવામાં આવેલા ભાષણોના વીડિયો છે. અમે બંનેને અલગથી તપાસ્યા.
1 પહેલો ભાગ

આમાં તમે જોઈ શકો છો કે તેઓ કહી રહ્યા છે કે હે..રાહુલ બાબા તમે નરેન્દ્ર મોદીને પ્રશ્નો પૂછી રહ્યા છો. આ પછી અનુવાદક અનુવાદ કરતી વખતે કહે છે કે નરેન્દ્ર મોદી વિશ્વ ગુરૂ છે. જે બાદ અમિત શાહે તેમને કહ્યું કે મેડમ, હું જે કહું તે જ બોલો, મેં વિશ્વ ગુરૂ કહ્યું. તમે શા માટે ઉમેરી રહ્યા છો, ફક્ત અનુવાદ કરો. જે બાદ અનુવાદકે પોતાની ભૂલ સુધારી. પછી આગળ વધીને અમિત શાહે પોતાની વાત કહેવાનું શરૂ કર્યું, ફરીથી અનુવાદકને ભાષાંતર કેવી રીતે કરવું તે આવડતું ન હોતું, ત્યારે ત્યાં હાજર અન્ય વ્યક્તિએ માઈક લઈને અનુવાદ કરવાનું શરૂ કર્યું.
તમે જોઈ શકો છો કે આ વીડિયોમાં TV9 ન્યૂઝ ચેનલની નિશાની દેખાઈ રહી છે. આને ધ્યાનમાં રાખીને, અમે યુટ્યુબ પર કીવર્ડ સર્ચ કર્યું. પરિણામમાં, અમને આ વીડિયો 8 મે, 2018ના રોજ પ્રસારિત થયેલો જોવા મળ્યો. સાથેની માહિતી જણાવવામાં આવ્યુ છે કે વીડિયોમાં બતાવવામાં આવેલી ઘટના કર્ણાટકના નેલમંગલામાં એક મીટિંગમાં બની હતી. તમે નીચે આપેલા વિડિયોમાં જોઈ શકો છો.
તો આના પરથી આપણે કહી શકીએ કે વીડિયોનો પહેલો ભાગ વર્ષ 2018નો છે.
2 બીજો ભાગ

વીડિયોના બીજા ભાગમાં અમિત શાહ ફરીથી ભાષણ આપી રહ્યા છે અને એક અનુવાદક તેનું અનુવાદ કરી રહ્યો છે. તેમાં અમિત શાહ કહે છે કે દિલ્હીમાં જે મોદી સરકાર છે તે મોટો પાવર પ્લાન્ટ છે, તેના ઉપર અનુવાદક કહે છે કે નરેન્દ્ર મોદી ટ્રાન્સફોર્મર છે. તેના પર અમિત શાહે ગુસ્સામાં કહ્યું કે, ટ્રાન્સફોર્મર નહીં, પાવર પ્લાન્ટ છે. બેંગ્લોરમાં કર્ણાટક સરકાર નામનું ટ્રાન્સફોર્મર બળી ગયું છે. આના પર અનુવાદકે કહ્યું કે, કર્ણાટક સરકાર પાવર હાઉસ છે. તેના પર અમિત શાહે ફરી ગુસ્સામાં કહ્યું કે, ફેક્ટરી નહીં, ટ્રાન્સફોર્મર છે.
આ વીડિયો જોઈને ખબર પડી કે જનતા રિપોર્ટર લખેલું છે. પછી અમે યુટ્યુબ પર કીવર્ડ સર્ચ કર્યું અને 2 મે 2018 ના રોજ જનતા રિપોર્ટરની ચેનલ પર પ્રસારિત થયેલો તે જ વિડિયો મળ્યો. તેની સાથે આપેલી માહિતીમાં લખ્યું છે કે આ વીડિયો કર્ણાટકનો છે.
આને ધ્યાનમાં રાખીને, અમે ગૂગલ પર કીવર્ડ સર્ચ કર્યું. અમને 1 મે, 2018 ના રોજ બીજેપીની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર સરક્યુલેટ થયેલો આ જ વીડિયો મળ્યો. અને તેની સાથે માહિતી આપી છે કે આ કર્ણાટકના શૃંગેરીમાં યોજાયેલી મીટિંગનો વીડિયો છે.
તેના પરથી આપણે કહી શકીએ કે આ વીડિયો વર્ષ 2018ના છે હાલના ચૂંટણી પ્રચાર દરમિયાનના નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ થઈ રહેલા બંને વીડિયો અલગ-અલગ છે. આ વર્તમાનના નથી પણ જૂના છે. બંને વીડિયો વર્ષ 2018ના છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:શું ખરેખર કર્ણાટકમાં અમિત શાહના ભાષણ દરમિયાન અનુવાદકે ભૂલ કરી, જેના પર શાહ ગુસ્સે થઈ ગયા…? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: Missing context
