ABP અસ્મિતાનો આ સ્ક્રિનશોટ એડિટેડ છે. એબીપી અસ્મિતા દ્વારા આ પ્રકારે કોઈ ઓપિનિયન પોલ જાહેર કરવામાં આવ્યો નથી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે હાલમાં એક એબીપી અસ્મિતાનો સ્ક્રિનશોટ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એબીપી અસ્મિતા દ્વારા લોકોમાં જઈ રહ્યા સર્વે કરવામાં આવ્યો હતો અને તેનો રિપોર્ટ પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ સ્ક્રિનશોટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “એબીપી અસ્મિતાના ઓપિનિયન પોલમાં બે મહિનામાં ભાજપના મતમાં 15 ટકા જેટલો ધરખમ થયો હતો.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Rajesh Umaretiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 નવેમ્બર 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “એબીપી અસ્મિતાના ઓપિનિયન પોલમાં બે મહિનામાં ભાજપના મતમાં 15 ટકા જેટલો ધરખમ થયો હતો.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર સર્ચ કરતા અમને આ પ્રકારે કોઈ ઓપિનિયન પોલ કરવામાં એબીપી અસ્મિતા દ્વારા કરવામાં આવ્યો ન હોવાનું જાણવા જાણવા મળ્યુ ન હતુ.

તેમજ વધુ સર્ચ કરતા અમને એબીપી અસ્મિતા દ્વારા સીવોટર સર્વે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ હતુ, જેમાં ભાજપા ને 131-147 સીટ અને કોંગ્રેસ 32-48, આમ આદમી પાર્ટીને 3-5 બેઠક મળવાના સંકેત હોવાની માહિતી પ્રસારિત કરવામાં આવી હતી.

Archive

તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે નિરિક્ષણ કર્યુ હતુ કે, વાયરલ સ્ક્રિન શોટમાં જે લોગો છે તે જૂનો છે હાલનો નથી હાલના એબીપી અસ્મિતાના લોગો અને વાયરલ પોસ્ટ માંના લોગો વચ્ચેનો તફાવત તમે નીચે જોઈ શકો છો.

તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે એબીપી અસ્મિતાના ઇન્પુટ ડિપાર્ટમેન્ટના વિવેક શાહનો સંપર્ક સાધ્યો હતો, તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ સ્ક્રિનશોટ એડિટેડ છે. આ પ્રકારે કોઈ સર્વે એબીપી અસ્મિતા દ્વારા કરવામાં આવ્યો નથી. ન્યુઝ ચેનલની જૂની પ્લેટમાં એડિટેડ કરી અને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યા છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી ન્યુઝ ચેનલની પ્લેટને એડિટ કરી અને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહી છે. આ પ્રકારે કોઈ સર્વે એબીપી અસ્મિતા દ્વારા કરવામાં આવ્યો નથી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:એબીપી અસ્મિતાના એડિટેડ પોસ્ટરને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યા... જાણો શું છે સત્ય....

Fact Check By: Frany Karia

Result: False