આજતક સમાચાર ચેનલનો એડિટ કરેલો ફોટો થયો વાયરલ…. જાણો શું છે સત્ય….

Altered રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર આજતક સમાચાર ચેનલનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં આજતક ચેનલની એંકર શ્વેતાસિંહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટો સાથે આજતક પર પ્રસારિત થતા કાર્યક્રમ ખબરદારની એક પ્રોમો પ્લેટ બનાવવામાં આવી છે. જેમાં એવું લખવામાં આવ્યું છે કે, ‘पीएम मोदी ने दिलाया पहला ओलंपिक पदक’. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં આજતક સમાચાર ચેનલનો જે ફોટો મૂકવામાં આવ્યો છે તેને એડિટીંગ કરીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Dhirubhai Virani નામના ફેસબુક યુઝર દ્વારા 24 જુલાઈ, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, તો પછી ઓલી છોકરી ને ત્યા ઓલમ્પિક શૂ કામ મોકલી હશે ?? ઢોસા બનાવતા સીખવા ??.  જ્યારે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આજતક સમાચાર ચેનલ દ્વારા ટોક્યો ઓલમ્પિક 2020 માં ભારત દ્વારા સૌપ્રથમ પદક જીતવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્રેડિટ આપવામાં આવી.

screenshot-www.facebook.com-2021.08.05-18_27_38.png

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને Aaj Tak સમાચાર ચેનલના સ્તાવાક ફેસબુક પેજ પર પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટોને મળતો ફોટો 9 જુલાઈ, 2019 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ ફોટોમાં એવું લખાવામાં આવ્યું છે કે, क्या पीएम मोदी जिताएंगे वर्ल्डकप ? જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે તે એડિટ કરેલો છે.

Archive

આજ ફોટો સાથેનો વધુ એક વીડિયો અમને Official PeeingHuman નામની ચેનલ દ્વારા 11 જુલાઈ, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક અહેવાલમાં પ્રાપ્ત થયો હતો. આ ફોટોને તમે નીચેના વીડિયોમાં 0.53 મિનિટ પર જોઈ શકો છો.

Archive

નીચે તમે પોસ્ટમાં મૂકવામાં આવેલા એડિટેડ ફોટો અને ઓરિજનલ ફોટો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

Copy of Copy of Copy of Copy of Copy of Copy of Horizontal Image Comparison (1).png

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં આજતક સમાચાર ચેનલનો જે ફોટો મૂકવામાં આવ્યો છે તેને એડિટીંગ કરીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:આજતક સમાચાર ચેનલનો એડિટ કરેલો ફોટો થયો વાયરલ….

Fact Check By: Vikas Vyas 

Result: Altered

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •